લસણવાળો સ્ટફ રોટલો – સાદો રોટલો તો ખાતા અને બનાવતા જ હશો હવે બનાવો આ સ્ટફ રોટલો…

રોજ સાંજે શું બનાવવું? આ સવાલ દરેક સ્ત્રીને સતાવતો હોય જ છે. અથવા તો ઘણાના ઘરમાં સવારે ગરમ નાસ્તો કરવાની આદત હોય તો પણ રોજ શું બનાવવું તેનું કન્ફ્યુઝન થાય જ છે. આવામાં સ્ટફ રોટલો એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે. આ સ્ટાઈલથી તમે રોટલો બનાવશો તો ઘરના બધા જ સભ્યો ખૂબ વખાણી વખાણીને ખાશે.

આલુ પરાઠા તો બનાવીયાએ જ છે તો આજે બાજરા ના લોટ માં સ્ટુફીન્ગ ભરી શિયાળા માં બધી ભાજી અને લસણ ના કોમ્બિનેશન માં રોટલો રેડી થશે …

સામગ્રી :

  • – 1 કપ બાજરી નો લોટ
  • – 1/2 કપ જીની સમારેલી મેથી
  • – 1/2 કપ સમારેલી કોથમીર
  • – 2 ચમચી લીલું લસણ
  • – 1 ચમચી પીસેલું લસણ
  • – 1/2 ચમચી લસણ ની ચટણી
  • – પા ચમચી મરચું પાવડર
  • – સ્વાદ મુજબ મીઠું
  • – ઘી
  • – જરૂર મુજબ મીઠું

રીત :

1.સૌ પેહલા એક કથરોટ માં લોટ લઇ તેમાં થોડું ગરમ પાણી ઉમેરી લોટ ને મસળતા જાવ …અને લોટ બાંધી લેવું …મસળવું જરૂરી છે તો રોટલા માં તિરાડ નહિ પડે …

2.હવે એક ડીશ માં મેથી ,કોથમીર ,લસણ ,લીલું લસણ, મીઠું,મરચું ઉમેરી સ્ટુફીન્ગ રેડી કરવું ..

3…હવે રોટલા નો લોટ નો લુવો કરી હાથ થી થેપી વણી લેવું …પછી તેમાં સ્ટુફીન્ગ ભરી તે પછી રોટલો બંધ કરી વેલણ થી વણી લેવું …

4.પછી માટી ની તવી ગરમ કરેલી હોય તેના પર ફુલ ગેસ પર સેકી લઇ …ઉપર થી ઘી લાગાવી સર્વ કરવું ….

નોંધ :

– રોટલો વણી ટી વખતે ધ્યાન રાખવું ….સ્ટુફીન્ગ બારે ના આવી જાય ..

– મેથી ના હોય તો તમે કસૂરી મેથી પણ વાપરી શકો છો ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *