બેક ડીશ – ઇટાલિયન વાનગીનો આનંદ માણો હવે તમારા રસોડે બનાવો આ સરળ રીતે…

બેક ડીશ ઇટાલિન ડીશ છે પણ હવે ભારત મા ભી લોકો એટલો જ આનંદ લે છે તેમાં પાસ્તા, મેક્રોની એન્ડ નૂડલ્સ લઇ સકાય છે આ એક મુખ્ય ડીશ છે તેમાં સોસ ખુબજ મહત્વ હોય છે વાહિટ સોસ એન્ડ રેડ સોસ વાહિટ સોસ મિલ્ક એન્ડ મૈંદા બંને છે આ ડીશ માં ચીઝ ખુબજ આવે છે તેને સાથે મે , કોર્ન પાલક એન્ડ મેક્રોની લીધા છે આ બધા ભાવે એવી ડીશ છે

સામગ્રી

  • 2 કપ બોઈલ મેક્રોની
  • 1કપ અનાનાસ
  • 1કપ બોઈલ કોર્ન
  • 1/2કપ પાલક
  • 4 સ્પૂન બટર
  • 5 સ્પૂન મૈંદા
  • 6કપ મિલ્ક
  • 2કપ ચીઝ
  • 1સ્પૂન મીઠુ
  • 1સ્પૂન મરી પાવડર
  • 1સ્પૂન ખાંડ

રીત

અનાનાસ એક બોઉલ માં લો તેમાં ખાંડ એન્ડ મીઠુ નાખી બોઈલ કરો જેથી સોફ્ટ થઇ જાય

એક તપેલી માં પાણી ગરમ કરો તેમાં મેક્રોની બોઈલ કરો તેની અંદર ઓઈલ પ નાખો જેથી તે અલગ અલગ રે, હવે મેક્રોની થઇ જાય એટલે તેના પર ઠંડુ પાણી નાખી દો

હવે એક પેન માં બટર લો તેને ગરમ કરો તેમાં પાલક નાખો 2 મિનિટ માટે સાંતળો હવે એક તપેલી માં મૈંદા એન્ડ મિલ્ક લો તેને હેન્ડ મિક્સર મિક્ષ કરી લો

હવે એ લિક્વિડ ને પાલક માં નાખો તેને હલાવતા જાવો જેથી મેંદો ચોંટે નઈ હવે થોડું મિક્સર ઘટ્ટ થવા આવે એટલે તેમાં કોર્ન , મેક્રોની એન્ડ અનાનાસ નાખો

હવે આ બધા લગભગ 6 મિનિટ માટે હલાવો હવે આપડે જોઈ એવુ ઘટ્ટ થઇ ગયું છે હવે તેની અંદર મીઠુ મરી પાવડર એન્ડ ખાંડ નાખો.

બધું પ્રોપર મિક્ષ કરી દો હવે એક બેકઈંગ ટ્રે લો તેમાં આ મિશ્રણ રેડો ઉપર થી ચીઝ કવર કરી લો તેને માઇક્રો 3 મિનિટ માટે ગ્રીલ કરો ચીઝ બેક થાઈ તયાં સુધી

આ તમે ગેસ per ભી કરી શકો છો મીઠુ નાખી ઉપર ટ્રે મૂકી ની રેડી છે તમારી બેક ડીશ તેને સોસ સાથે સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *