Baked khichdi… – ખીચડીના ચાહકો માટે આજે અમે લાવ્યા છે એક નવીન ટ્વીસ્ટ વાળી ખીચડી…

Baked khichdi ….

આમ તો ખીચડીનું નામ પડતા ઘરમાં ઘણા બધા લોકોના મોં પડી જાય છે. પરંતુ જો તમે ખીચડી વઘાર સાથે બનાવશો તો ખીચડી એટલી સ્વાદિષ્ટ બનશે કે જેને ખીચડી નહિ ભાવતી હોય તે પણ આંગળા ચાટીને ખીચડી ખાશે. તો ટ્રાય કરો ચીઝ baked khichdi ની આ રેસિપી.

સામગ્રી :

  • – 2 નગ જીણું સમારેલું ટમેટું
  • – 1 નગ જીણું સમારેલું કેપ્સિકમ
  • – 1/2 કપ મકાઈ ના દાણા
  • – 2 નગ જીણું સમારેલા કાંદા
  • – 3 મોટી ચમચી આદુ – લસણ -માર્ચ ની પેસ્ટ
  • – 1 ચમચી મિક્સ હર્બ્સ
  • – 1/2 બોવેલ ખમણેલું ચીઝ
  • – જરૂર મુજબ jelepino..
  • – 1/2 વાડકી ચોખા
  • – 1/2 વાડકી મગ ની ફોતરાવાળી દાળ
  • – સ્વાદ મુજબ મીઠું
  • – ચપટી હળદર
  • – 1/2 ચમચી મરચું પાવડર
  • – ચપટી હિંગ
  • – વઘાર માટે બટર

રીત :

1.. સૌ પથમ કૂકર માં દાળ – ચોખા પલાળી ને ધોઈ ને રાખવી .(1/2 વાડકી ચોખા ,1/2 વાડકી મગ ની ફોતરાવાળી દાળ ).પછી 1.5 ગ્લાસ પાણી ,હળદર ,મીઠું અને હિંગ નાખી બાફી લેવી ……approx 4-5 સિટી મારવી )

2..હવે ,નોન સ્ટિક પેન માં બટર લઇ તેમાં 2 નગ જીણું સમારેલું ટમેટું ,1 નગ જીણું સમારેલું કેપ્સિકમ ,1/2 કપ મકાઈ ના દાણા ,2 નગ જીણું સમારેલા કાંદા ,3 મોટી ચમચી આદુ – લસણ -માર્ચ ની પેસ્ટ ઉમેરી સાંતળવું …..

3.તે પછી મસાલા કરવા ના છે તે માટે 1 ચમચી મિક્સ હર્બ્સ ,સ્વાદ મુજબ મીઠું અને 1/2 ચમચી મરચું પાવડર ઉમેરી મિક્સ કરી ….બનાવેલી ખીચડી ઉમેરી બરાબર હલાવી રેડી કરવી …..

4..હવે બોરોસિલ બોવેલ માં બનાવેલી ખીચડી ઉમેરી ઉપર થી ચીઝ ખમણવું અને જરૂર મુજબ Jalapino ઉમેરી 180 પર 10 મિનિટ માટે બેક કરી સર્વ કરવું ….

નોંધ :

– મેં અહીં મગ ની ફોતરાવાળી દાળ લીધી છે તમે મગ ની પીળી દાળ પણ લઇ શકો છો ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *