બાળકો અને મોટાઓ બધાને મકાઈનું શાક ખુબ ભાવશે, જો આ રીતે બનાવશો તો…

હંમેશા જમવાનું બનાવતી વખતે કયું શાક બનાવવું તે પ્રશ્ન થતો હોય છે અને ઘણીવાર તો તેના કારણે ઘરમાં મીઠો ઝઘડો પણ થઈ જતો હોય છે. તો તમારા એક દીવસની ચિંતા તો અમે આજના આ શાકની રેસીપી આપીને પૂરી કરી દઈશું. તો અત્યારે જ નોંધી લો નાના-મોટા બધાને ભાવે તેવા મકાઈના શાકની રેસીપી.

મકાઈનું શાક બનાવા માટેની સામગ્રી

1 મિડિયમ સાઇઝની મકાઈ

1 નાનું બટાકુ

3 નાની ડુંગળી

2 મીડીયમ સાઇઝના ટામેટા

6-7 કળી લસણ

½ ઇંચ આદુનો ટુકડો

2 નાના ટુકડા તજ

2 લવિંગ

ચપટી હીંગ

સ્વાદઅનુસાર મીઠુ

½ ચમચી હળદર

½ ચમચી ધાણાજીરુ પાઉડર

5 નાની ચમચી તેલ

½ ચમચી જીરુ

1 વઘારીયુ મરચું

મકાઈનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ મકાઈ ધોઈ લેવી અને તેના બે ટુકડા કરી લેવા. હવે એક કુકરમાં પાણી નાખી તેમાં અરધી ચમચી હળદર અરધી ચમચી મીઠુ એડ કરી પાણીમાં મિક્સ કરી લેવું. અને તેમાં મકાઈના બે ટુકડા એડ કરી દેવા અને સાથે સાથે બાફવા માટે બટાકુ પણ એડ કરી દેવી. અને કૂકરની 5-6 વ્હિસલ વગાડી લેવી.

મકાઈ અને બટાકુ બફાઈ તે દરમિયાન ડુંગળી અને ટામેટાના મોટા ટુકડા કરી લેવા.

હવે એક પેન લેવું તેમાં એક ચમચો તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે તેમાં લવિંગ અને તજ ઉમેરવા, અરધી ચમચી જીરુ, અરધી ચમચીથી ઓછી હીંગ, તેમજ એક વઘારીયુ મરચુ ઉમેરવું.

તેને થોડી વાર શેકાવા દેવું. ત્યાર બાદ તેમાં આદુ મરચા અને ડુંગળી ઉમેરવી.

હવે તેને બે મીનીટ માટે ઢાંકીને ચડવા દેવા.

ડુંગળી થોડી આછી ગુલાબી રંગની થઈ જાય અને સહેજ નરમ થઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરવા.

હવે ટામેટાની સાથે સાથે જ અરધી ચમચી હળદર, અરધી ચમચી ધાણાજીરુ પાઉડર, અરધી ચમચી લાલ મરચુ પાઉડર અને અરધી ચમચી મીઠું ઉમેરવું અને બધી જ સામગ્રી બરાબર મીક્સ કરી લેવી.

હવે પેનને ઢાંકીને 2-3 મીનીટ ટામેટા-ડુંગળી અને મસાલાને ચડવા દેવા.

2-3 મીનીટ બાદ બધું જ અધકચરું ચડી ગયું હશે. હવે તેને થોડો સમય માટે ઠંડા થવા દેવું. ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્સર જારમાં કાઢી લેવું. તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરવું. અને મિક્સરમાં વાટી લેવું.

મિક્સરમાં વાટી લીધા બાદ મસાલાની સરસ મજાની પેસ્ટ બની ગઈ હશે તેને થોડીવાર માટે બાજુ પર મુકી દેવી.

આ દરમિયાન મકાઈ અને બાટાટું બફાઈ ગયા હશે. હવે બટાટાના ના નાના ટુકડા કરી દેવા. અને મકાઈના દાણા પણ કાઢી લેવા.

હવે એક પેન લેવું તેમાં ત્રણ-ચાર ચમચી તેલ તેમાં લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલી મકાઈના દાણા ઉમેરવા અને તેને સાંતળી લેવા.

મકાઈના દાણા બરાબર સતળાઈ જાય ત્યાર બાદ તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરવી. પેસ્ટ પહેલેથી જ ચડી ગઈ છે એટલે તેને મકાઈના દાણા થોડા ચડી જાય પછી એડ કરવામાં આવે છે.

મિક્સરના જારમાં થોડું પાણી ઉમેરી તે પાણીને પેનમાં મકાઈ અને મસાલા સાથે એડ કરી દેવું અને બધું બરાબર હલાવી લેવું. હવે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દેવી અને પેનને ઢાંકીને 3-4 મીનીટ શાક ચડવા દેવું.

હવે 3-4 મીનીટ બાદ રસો ઘાટો થઈ ગયો હશે. હવે તમારે તેમાં બાફેલા બટાટા એડ કરી દેવા. અને બધું બરાબર મિક્સ કરી દેવું.

ફરીથી તેને ઢાંકીને 2-3 મિનિટ ચડવા દેવું. બે-ત્રણ મિનિટ બાદ પેનનું ઢાંકણું હટાવીને બધું ફરીવાર બરાબર હલાવી લેવું.

આવી જ રીતે તેને દસ મિનિટ ચડવા દેવાનું છે. અને વચ્ચે વચ્ચે 2-3 મિનિટ ઢાકણું હટાવીને હલાવતા રહેવું. દસ મિનિટ બાદ શાક બરાબર બની ગયું હશે પાણી ઉડી ગયું હશે અને તેલ છુટ્ટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.

તો તૈયાર છે ચોમાસાની સિઝનમાં મકાઈનું નવીન શાક. આજે જ બનાવો અને જણાવો અમારી આ રેસીપી તમને કેવી લાગી.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મકાઈનું સાક બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *