ફ્રેન્કી – હવે બાળકો બહાર જઈને ફ્રેન્કી ખાવાની જીદ્દ કરે તો ઘરે જ બનાવી આપજો સાવ સરળ રીત છે..

ફ્રેન્કી

હેલો, સખીઓ ફ્રેન્કી માર્કેટ માં તો આપણે ખાતા જ હોઈએ છીએ. પરંતુ માર્કેટ જેવી જ સેમ ફ્રેન્કી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો આજે હું તમારી જોડે એજ ટેસ્ટી ની સાથે સાથે બાળકો માટે ખુબ જ હેલ્થી રે એવી ફ્રેન્કી ની રેસીપી શેર કરી રહી છું.

સામગ્રીઓ

ફ્રેન્કી બેઝ માટેની સામગ્રીઓ

૧/૨ કપ મેંદો,

૧/૨ કપ ઘઉં નો લોટ,

૧ ચમચી તેલ મોણ માટે,

૧/૨ ચમચી નમક,

પાણી જરૂર મુજબ.

ફ્રેન્કી સ્ટફિંગ ની સામગ્રીઓ

૧ ચમચી તેલ,

૧ ચમચી આદું મરચા ની પેસ્ટ,

૧ નંગ ડુંગળી,

૧ કપ બાફેલા બટાકા,

૧/૨ ચમચી ફ્રેન્કી મસાલો,

૧/૨ ચમચી નમક,

૧ ચમચી લાલ મરચું પાઉડર,

૧/૨ ચમચી શેકેલા જીરા નો પાઉડર,

૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર,

૧/૨ ચમચી મરી પાઉડર.

ફ્રેન્કી માટે

૨ ચમચી ટમેટો કેચપ,

૧/૨ કપ સમારેલી કોબીજ,

૧/૨ કપ સમારેલી ડુંગળી,

૧/૪ કપ કોથમરી,

ચીઝ જરૂર મુજબ.

રીત

સૌપ્રથમ આપણે ફ્રેન્કી માટે ના બેઝ બનાવવા માટે લોટ બાંધી લઈશું. તેના માટે આપણે લઈશું ૧/૨ કપ મેંદો અને ૧/૨ કપ ઘઉંનો લોટ. ત્યાર બાદ તેમાં મોણ માટે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું. ત્યાર બાદ લોટ ને સરસ રીતે મિક્ષ કરી દઈશું. અને જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ. આપણે તેમાં થી લોટ બાંધી લઈશું. આ લોટ આપણે પરાઠા માટે બાંધીએ બિલકુલ એ રીત નો રાખીશું.

હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે તેલ ગરમ મુકીશું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ૧ ચમચી જેટલી આદું મરચા ની પેસ્ટ ઉમેરીશું. અને તેને સાંતળી લઈશું.

`ત્યાર બાદ તેમાં ૧ નંગ બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું. તે સરસ રીતે સંતળાઈ જાય ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ઉમેરીશું. અને તેને મેશ કરી સરસ રીતે મિક્ષ કરી દઈશું.

ત્યાર બાદ હવે તેમાં મસાલાઓ કરીશું. તેના માટે ઉમેરીશું. નમક, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, શેકેલા જીરા નો પાઉડર, મરી પાઉડર અને ફ્રેન્કી નો મસાલો ઉમેરીશું.

ત્યાર બાદ બધા જ મસાલાઓ ને મિક્ષ કરી સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈશું.

હવે તેને એક પ્લેટ માં કાઢી અને ઠરવા માટે મૂકી દઈશું.

ત્યાર બાદ હવે ફ્રેન્કી ના લોટ માંથી નાના નાના લુવાઓ વાળી લઈશું. અને તેનું બેઝ વણી ને તૈયાર કરી લઈશું.

ત્યાર બાદ તેને બને તરફ કાચી પાકી રેઇ એ રીતે શેકવાની છે.

પેહલા આવી રીતે બધા ફ્રેન્કી ના બેઝ શેકી અને તૈયાર કરી શકાઈ છે. અને ત્યાર બાદ ફ્રેન્કી બનાવવી હોય ત્યારે તેને ફરી વાર શેકી શકાઈ છે.

હવે ફ્રેન્કી ના બેઝ પર એક તરફ ટમેટો કેચપ લગાવી દઈશું. અને તેની ઉપર તૈયાર કરેલું ફ્રેન્કી નું સ્ટફિંગ ઉમેરીશું. ત્યાર બાદ તેની ઉપર બારીક સમારેલી ડુંગળી અને કોબીજ ઉમેરીશું. અને ઉપર થી ચીઝ ખમણી લઈશું.

હવે ફ્રેન્કી ને પેક કરી લઈશું, અને ઉપરથી થોડું ચીઝ અને કોથમરી થી ગર્નીશ કરી સેર્વ કરીશું.

તો તૈયાર છે. ફ્રેન્કી.

નોંધ

આ ફ્રેન્કી માં તમને પસંદીના બધા જ વેજીટેબલ્સ ઉમેરી શકાઈ છે.

ફ્રેન્કી ની વિડીઓ રેસીપી જોવા માટેની લિંક નીચે મુજબ છે.



રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *