બાળકોમાં લોકપ્રિય ઓરિયો મિલ્ક શેક, બનાવો સરળ અને વિગતવાર રેસીપીથી…

બાળકોમાં લોકપ્રિય ઓરિયો મિલ્ક શેઇક

બે દાયકા પહેલાં ભારતમાં પાર્લેજી એ બાળકોના માનિતા બિસ્કીટ હતા. પણ ધીમે ધીમે ગ્લોબલાઇઝેશન થયું અને ભારતના બાળકોની પસંદગીઓ બદલાતી ગઈ. પાર્લેજી બાદ બાળકોને મેરી બિસ્કીટ ભાવવા લાગ્યા તો હવે બાળકોમાં ઓરિયો બિસ્કીટ ફેવરીટ થઈ ગયા છે. આજે બાળકોને ઓરિયો બિસ્કીટના ફ્લેવરવાલુ કે પછી કહો કે જેમાં ઓરિયો બિસ્કીટનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવી વાનગીઓ ખુબ જ ભાવતી હોય છે. આઇસક્રીમની કંપનીએ હવે તો ઓરિયો આઇસક્રીમ પણ વેચવા માંડ્યા છે.


આમ તો ઓરિયો વિદેશી બિસ્કિટ છે પણ ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વને જાણે એક ઘરમાં લાવી દીધું છે. ત્યાંના બાળકોમાં ઓરિયો સૌથી પ્રિય બિસ્કીટ છે અને હવે ભારતના બાળકોને પણ ઓરિયો બિસ્કિટનો ચસ્કો લાગી ગયો છે. આમ આપણે બીજા દેશની વાનગીઓ ઇન્જોય કરીએ છીએ તો તેઓ આપણી વાનગીઓ ઇન્જોય કરે છે. આમ વિશ્વ એક ઘર બની ગયું છે.

તો આજે અમે તમારા માટે લાવ્યા છે બાળકોતા માનિતા બિસ્કિટ ઓરિયોમાંથી બનેલા મિલ્કશેઇકની રેસીપી એટલે કે ઓરિયો મિલ્ક શેઇક.

ઓરિયો મિલ્કશેઇક

સામગ્રી


300 ML દૂધ એટલે કે 2 ગ્લાસ દૂધ

6 નંગ ઓરિયો બિસ્કીટ

પાંચ ચમચી ચોકલેટ સીરપ

ઓરિયો મિલ્ક શેઇક બનાવવાની રીત


સૌ પ્રથમ એક મીક્સી જાર લો તેમાં પાંચ ઓરિયો બિસ્કીટના ટુકડા કરી નાખો, ત્યાર બાદ તેમાં 2 આઈસ ક્રયૂબ એડ કરો, હવે તેમાં એક ચમચી ચોકલેટ સિરપ ઉમેરો. જો ચોકલેટ સીરપ એડ ન કરવું હોય તો તમે તેની જગ્યાએ એક ચમચી ખાંડ ઉમેરી શકો છો.


જો તમે તેનો થીક શેઇક બનાવવા માગતા હોવ તો તમારે તેમાં 1 ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ એડ કરી દેવી.


હવે આ બધી જ સામગ્રીને મીક્સર પર મીક્સ કરી લેવી. તમે જોશો કે સરસ મજાનો ઓરિયો શેઇક તૈયાર થઈ ગયો હશે.


હવે ઓરિયો મિલ્ક શેઇક સર્વ કરવા માટે બે કાચના ગ્લાસ લો તેની અંદરની સપાટી પર બધી જ બાજુ ચોકલેટ સીરપની ધાર કરી દો તેના કારણે ગ્લાસ સુંદર દેખાશે. ત્યાર બાદ તૈયાર થયેલો ઓરિયો મિલ્ક શેઇક રેડી દો. તેના પર થોડું ચોકલેટ સીરપ એડ કરો. હવે તેના પર ઓરિયો બિસ્કીટના નાના ટુકડા મુકી દો. તૈયાર થઈ ગયો બાળકોનો માનીતો ઓરિયો મિલ્ક શેઇક.

ગાર્નિશિંગ સજેશન

ઓરિયો મિલ્ક શેઇકને તમે વિવિધ રીતે સર્વ કરી શકો છો. જેમ કે ઓરિયો મિલ્ક શેઇક તૈયાર થઈ ગયા બાદ ગ્લાસમાં એક સ્કૂપ વેનિલા કે ચોકો ચિપ્સ આઇસક્રીમનો એક સ્કૂપ એડ કરી તેના પર મિલ્ક શેઇક રેડી દીધા બાદ જો બાળકોને મિલ્ક શેઇક સર્વ કરશો તો બાળકો ખુશ થઈ જશે.

આ જ રીતે તમે હાઈડ એન્ડ સીક બિસ્કીટનો પણ શેઇક બનાવી શકો છો. અને તેને ચોકો ચિપ્સ આઇસક્રીમ સાથે સર્વ કરી શકો છો. આ ઉપરાંત તમારા બાળકને જેમ્સ તો ભાવતી જ હશે તો તમે તેનો પણ મિલ્ક શેઇક બનાવીને તમારા બાળકોને ખુશ કરી શકો છો.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડીઓ જુઓ અહિયાં…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *