મિનિ બાલુશાહી – એક ટ્રેડીશનલ ઇંડીયન સ્વીટ હવે બનશે તમારા રસોડે…

મિનિ બાલુશાહી :

બાલુશાહી એક ટ્રેડીશનલ ઇંડીયન સ્વીટ છે. મેંદો, ઘી (કે સ્મેલ લેશ ઓઇલ )અને યોગર્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બાલુશાહી બહારથી ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ અને ફ્લેકી ટેક્ષ્ચર હોય છે. ઇંડીયામાં મોસ્ટલી લગ્ન પ્રસાંગોએ અને બીજા ઉત્સવોમાં બનાવવામાં આવતી હોય છે. આમતો બાલુશાહી

ઉત્તરપ્રદેશની છે, પરતું હવે બધા બનાવે છે. રાજસ્થાનમાં તેને મખન વડા કહેવામાં આવે છે.

8-10 દીવસ તેને રુમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે.

બાલુશાહી માટેનું સુગર સિરપ બનાવવા માટેની સામગ્રી :

  • 500 ગ્રામ સુગર – 2 કપ
  • 250 એમ એલ પાણી – 1 ½ કપ પાણી
  • ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન એલચી પાવડર

સુગર સીરપ બનાવવાની રીત :

બાલુશાહીને થોડા જ ગરમ એવા સુગર સીરપમાં ડીપ કરવાની હોવાથી પહેલા સુગર સીરપ બનાવી લેવું.

તેના માટે એક પેન લઇ તેમાં 500 ગ્રામ સુગર ઉમેરો. હવે તેમાં 250 એમ.એલ.પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે ફ્લૈમ ચાલુ કરીને મિડિયમ ફ્લૈમ પર સુગર સીરપ સ્પુનથી હલાવતા રહો. સુગર ઓગળીને તેમાંથી 1 તાર કરતા જરાક જ ઓછું એવું સ્ટીકી સુગર સીરપ બનાવો. હવે તેમાં ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી ફાસ્ટ ફ્લૈમ કરી એક્વાર ઉભરો લાવો. બબલ આવવા માંડે એટલે તરત જ ફ્લૈમ બંધ કરી દ્યો. 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે સુગર સીરપ રેડી છે. તેને એક બાજુ મૂકી રાખો.

બાલુશાહી બનાવવા માટેની સામગ્રી :

  • 1 ¼ કપ મેંદો
  • ¼ ટી સ્પુન બેકીંગ પાવડર
  • 1/8 ટી સ્પુન સોલ્ટ
  • ¼ કપ ઘી
  • 1 ટેબલ સ્પુન યોગર્ટ
  • જરુર મુજબ પાણી
  • બાલુશાહી ફ્રાય કરવા માટે ઘી અથવા સ્મેલ લેસ ઓઇલ
  • 1 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ અને જરુર મુજબ રોઝ પેટલ્સ

બાલુશાહી બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલ લઈ તેના પર મોટી ગળણી મૂકી તેમાં 1 ¼ કપ મેંદો ઉમેરો.

હવે તેને ચાળી લ્યો. હવે ગળણીમાં ¼ ટી સ્પુન બેકીંગ પાવડર અને 1/8 ટી સ્પુન સોલ્ટ ઉમેરીને ચાળી લ્યો.

તેમાં ¼ કપ ઘી અને 1 ટેબલ સ્પુન યોગર્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ જરુર મુજબ પાણી ઉમેરતા જઈ હલકા હાથે લોટ ભેગો કરી લ્યો. મસળવાનો નથી.

એક હાથમાં ભેગો કરેલો લોટ(લચકા પડતા લોટ કરતા થોડો ટાઈટ લોટ થશે) લઈ બીજા હાથથી થોડો તોડી લ્યો. ફરી બન્ને લોટ ભેગા કરો. આ પ્રમાણે 6-7 વાર કરો. આમ કરવાથી લોટમાં થોડું એરિયેશન થશે.

ત્યારબાદ તે લોટને પ્લેટફોર્મ પર મુકી જરા પહોળો કરો.ચપ્પુ વડે તેના 2 ભાગ કરી લ્યો.

હવે બન્ને ભાગને ઉપરા ઉપર મુકી દ્યો.

ફરી તેને હાથથી જરા પ્રેસ કરતા જઈ ફેલાવીને થોડો મોટો કરો. ફરી બન્ને ભાગ ઉપરા ઉપર મુકો.

આમ 4-5 વાર કરો, જેથી બાલુશાહીમાં સરસ લેયર થશે. અંદરથી સોફ્ટ થશે.

છેલ્લે લોટને સ્ક્વેર કે રાઉંડ શેઈપ આપીને ક્લિંગ ફીલ્મમાં વીંટાળી દ્યો અથવા ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ લોટને પ્લેટફોર્મ પર મુકો. તેના ચાર ભાગ કરો.

તેમાંથી એક ભાગ રાખી બાકીના બાઉલમાં મુકો.

રાખેલા એક ભાગનો હલકા હાથે રોલ બનાવો.

તેમાં ચપ્પુ વડે 3 કાપા પાડી 4 ભાગ કરો.

તેમાંથી 1 ભાગ લઈ હથેળીમાં મૂકી હલકા હાથે જરા પ્રેસ કરતા જઈ હથેળીમાં ગોળ ગોળ ફેરવતા જઈને લુવો બનાવો. અંગુઠા કે આંગળી વડે લુવામાં સેંટરમાં એક હોલ પાડો.

એ પ્રમાણે લોટના બધા પાડેલા ભાગમાંથી બાલુશાહી બનાવવા માટેના લુવા બનાવી લ્યો.

હવે બાલુશાહી ફ્રાય કરવા માટે ઘી કે સ્મેલલેસ ઓઇલ ગરમ મૂકો. ઓઇલને બહુ ગરમ થવા દેવું નહી. ફ્લૈમ એકદમ સ્લો રાખો. સ્લો ફ્લૈમ પર ઘી ગરમ થાય એટલે તેમાં નાનો લોટનો ટુકડો નાખો. તરત જ ઉપર આવી જાય એટલે તેમાં બાલુશાહી ફ્રાય કરી શકાય.

હવે ફ્રાયપેનમાં બાલુશાહીના હોલ વાળા લુવા તેમાં સમાય તેટલા ઉમેરો.

ઘી કે ઓઇલ બહુ ગરમ ના હોવાથી ધીમેધીમે ફ્રાય થતા જશે તેમ ઉપર આવતા જશે.

ફ્લૈમ બિલ્કુલ ફાસ્ટ ના કરવી. તેમ કરવાથી બાલૂશાહી અંદરથી કાચી રહેશે.

ફ્રાય થઈને નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ફ્લિપ કરીને બીજી સાઇડ પણ એકદમ સ્લો ફ્લૈમ પર ગોલ્ડન બ્રાઉન કૂક કરવી.

ત્યારબાદ બનાવેલા થોડા જ ગરમ એવા સુગર સીરપમાં ગરમ ગરમ બાલુશાહી ઉમેરો.

બાલુશાહીમાં એકબાજુ સુગર સીરપ ચડતાં 2-3 મિનિટ લાગશે. ત્યારબાદ તેને પલ્ટાવી લેવી. બીજી સાઈડ પણ 2-3 મિનિટ સુગર સીરપમાં રાખો. જેથી બાલુશાહીમાં અંદર સુધી સુગર સીરપ ચડી જાય અને સરસ સ્વીટ બાલુશાહી બને.

આ પ્રમાણે બાકીની બધી બાલુશાહી બન્ને બાજુ સુગર સીરપમાં ડીપ કરી લેવી.

ત્યારબાદ પ્લેટમાં લઈ તેને પિસ્તાના સ્લિવર્સ અને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.

એલચીના ટેસ્ટવાળી બહારથી ક્રંચી અને અંદરથી સોફ્ટ અને સ્વીટ એવી બાલુશાહી પ્રસંગ અને ફેસ્ટેવલમાં સર્વ કરવાથી બધા ટેસ્ટ કરીને ખુબજ ખુશ થશે.

તો તમે પણ ચોક્કસથી માઉથ વોટરિંગ મિનિ બાલુશાહીની રેસિપિ ફોલો કરીને ટ્રાય કરજો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *