કેળાની બરફી… – કેળાનું શાક, કેળાના ભજીયા, કેળાની વેફર તો ખાતા જ હશો હવે એકવાર આ વાનગી પણ અચૂક બનાવજો..

કેળા પોટેશિયમથી ભરપુર હોય છે. તેને હેલ્ધી ફુડ માનવામાં આવે છે. ગમે તેવી કકડીને ભુખ લાગી હોય પરંતુ જો એક કેળું ખાઈ લઈ તો પેટ ભરાઈ જાય છે. ત્યારે જો આ કેળાની બરફી બનાવીને ઉપવાસી ખાય તો તેને અશક્તિ પણ ન આવે અને ભુખ્યુ પેટ પણ ભરાઈ જાય.. તો હવે જાણી લો…

કેળાની બરફી…

સામગ્રીઃ

  • 4 મોટા પાકા કેળા
  • દોઢ કપ દુધ
  • 2 કપ ખાંડ
  • 2 ટેબલ સ્પુન ઘી
  • 75 ગ્રામ નાળીયેર
  • 1/2 કપ ક્રશ અખરોટ

રીતઃ

૧ – કેળાની છાલ ઉતારી તેને સ્મેશ કરી લો. મેશ કરેલા કેળાને દુધ સાથે એક પેનમાં ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે ડ્રાઈ ન થઈ જાય.

૨ – હવે તેમાં ઘી ઉમેરો અને જ્યાં સુધી મિશ્રણનો રંગ બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.

૩ – હવે તેમાં ખાંડ અને છીણેલુ નાળીયેર ઉમેરો. સાથે અખરોટ પણ મિક્સ કરો. હવે ગેસની આંચ પરથી તેને ઉતારી લો.

૪ – એક પ્લેટમાં ઘી લગાડીને તેને ગ્રિસ કરો અને તેના પર આ મિશ્રણ પાથરી લો. તેને પ્લેટમાં એકસમાન રીતે ફેલાવી દો. એકવાર બરફી ઠંડી પડે પછી તેના જોઈતા આકાર અને માપના ટુકડા કરી લો. ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

૫- તો તૈયાર છે કેલ્શિયમ થી ભરપૂર કેળા ની બરફી…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *