બનાના કોલ્ડ કોફી – આજે બાળકોને ખુશ કરી ડો આ હેલ્થી અને યમ્મી બનાના કોલ્ડ કોફી આપી ને..

કેમ છો ફ્રેંડસ..

આજે આપણે બનાવીશું એક સરસ હેલ્થી “બનાના કોલ્ડ કોફી.”..ઓલ ટાઇમ બચ્ચાં પાર્ટી ની ફેવરીટ હોય છે. કોલ્ડ કોફી નાના મોટા દરેકને ખુબજ ભાવતી હોય છે. ફક્ત 10 મિનિટમાં ઘરે બની જશે..

કેળા દરેક ઋતુમાં મળતું ફ્રુટ છે. આમ તો તેને ખાવાના અનેક ફાયદાઓ હોય છે. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય છે. તે સિવાય તેમા કેલ્શિયમ મેગ્નીશિયમ, ફોસ્ફોરસ ઘણી માત્રા માં હોય છે.

તો બીજી તરફ કેટલાક બાળકોને પ્લેન દૂધ પસંદ આવતું નથી તો દૂધમાં કેળા મિક્સ કરવાથી દૂધનો સ્વાદ બદલાઇ જાય છે. અને આવી ગરમી માં મસ્ત કોલ્ડ કોફી મળી જાય તો મજા પડી જશે ….અત્યારે ગરમી ખુપ જ છે તો જમવાનું મન નથી થતું હોતું તો આવી હેલ્થી કોફી છોકરાંઓ ને ચોક્કસ થી બનાવી આપો….

તો ચાલો બહાર જેવી જ કોલ્ડ કોફી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ…

સામગ્રી :-

  • ૨ – પાકા કેળા
  • ૧ કપ – દૂધ
  • ૨ ચમચી – ખાંડ
  • ૧ ચમચી – કોફી
  • ૧ સ્કુપ – વેનીલા icecream
  • દોડ ચમચી – કોકો પાવડર
  • દોડ ચમચી – ચોકલેટ પાવડર
  • ડેકોરેશન માટે – ચોકો ચિપ્સ, ચોકલેટ સ્ટીકઉ

રીત :-

સૌ પ્રથમ મિક્સર જારમાં કેળા, દૂધ, ખાંડ ,કોફી, કોકો પાવડર, ચોકલેટ પાવડર બધું નાખી ચર્ણ કરી લેવું.

હવે એક ગ્લાસ માં ચોકલેટ સિરપ થી ડિઝાઇન કરી ફ્રીઝ માં સેટ કરવા મૂકી રાખો.

હવે તેમાં નીચે ice નાખી કોફી નાખવી પછી ઉપર icecream નાખી ચોકોચિપ્સ નાખી સ્ટીક રાખી ઠંડી ઠંડી બનાના કોફી સર્વ કરવી

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *