ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ – બાળકોને ખુબ પસંદ આવશે આ નવીન આઈસ્ક્રીમ એ પણ તમારા હાથે બનાવેલ..

સ્ટ્રોબેરી ને એક ખૂબજ હેલ્ધી ફ્રુટ માનવા માં આવે છે. દરરોજમાત્ર એક જ સ્ટ્રોબેરી ખાવાથી પણ હ્રદયનુ આરોગ્ય સુધરી જાય છે. કેટલાક કેંસર થવાનું જોખમ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર પણ ઓછુ થાય છે.

સ્ત્રોબેરીમાં ર્હેલા ફાયટોન્યુટ્રિએંટ થી હાર્ટ હેલ્ધી બને છે અને કેંસર વિરોધી શક્તિ વધે છે.

તેમાં રહેલું પોટેશિયમથ બ્લડ પ્રેશર જાળવવા માં મદદ કરે છે. જો વ્યક્તિ નિયમિતપણે સ્ટ્રોબેરી ખાય છે તેના બ્લડ માં ફોલેટ, વિટમિન સી અને ફાયટોન્યુટ્રિએન્ટસ અને ફાઇબર નું પ્રમાણ સારા એવા પ્રમાણ માં રહે છે. વિટામિન સી થી રુમેટીક રોગો ની સંભાવના ઘટી જાય છે.

આમ સ્ટ્રોબેરી હેલ્થ માટે બહુ જરુરી છે.

બનાના – ની વાત કરી એ તો કેળા ને ફળો ને દુનિયા નો હીરો માનવા માં આવે છે. અને કોઇ પણ વ્યક્તિને ખાવા પોષાય તેમ છે. કેળા ને સોનેરી પાક પણ કહેવામાં આવે છે. તો આપણે તેના હેલ્થ માટે ના ફાયદાઓ જોઇ લઇએ.

વર્ક આઉટ દરમ્યાન સ્નાયુઓ ને લાગેલા ઘસારા માં કેળામાં રહેલા કાર્બ્સ, સોડિયમ અને પોટેશિયમ મદદરુપ થાય છે, તેમાં રહેલા ગ્લાયકોજેન થી સ્નાયુઓ ને તાકાતમળે છે. જેથી સ્નાયુઓ તૂટીના જાય અને થાક ના લાગે.

કેળામાં રહેલું કુદરતી તત્વ ફ્લેવોનોઇડ્સ, સોજો બળતરા અને બળતરા ઘટાડવા એંટીઓક્સિડ્ન્ટો નું કામ કરે છે. બળતરા એ ઘણા રોગો જેવા કે સંધિવા, ક્રોહન રોગ અને અલ્સ્રેટિવ કોલાઈટિસ ના મૂળ માં રહેલી છે. તેથી કેળા રોગ નિવારક તરીકે પણ કાર્ય કરે છે.

કેળામાં રહેલું કાર્બોહાઇડ્રેટ્સ પચવામાંસરળ અને આંતરડાનાં આરોગ્યય ને પ્રોમોટ કરતા પોષક તત્વોથી ભરપૂર છે. કબજીયાત દૂર કરે છે. કેળા અસ્થમામાં પણ લાભકારાક છે. અને બીજા અનેક રોગોમાં ફાયદા કારક છે.

આમ વિવિધ બિમારીઓને પહોંચી વળવા અને અટકાવવા ની આશા માં આખા વિશ્વ ના લોકો કેળાનો ઉપયોગ કરે છે. કેમકે કેળા આખા વિશ્વ માં બધે જ થાય છે.

તો આપણે આ બન્ને ખૂબજ ન્યુટ્રિટિવ એવા ફ્રૂટ નું કોમ્બિનેશન કરી ને આઇસક્રીમ બનાવીએ.

ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી :

  • 10- 12 સ્ટ્રોબેરી – ફ્રોઝન કરેલી – એકદમ ઠંડી
  • 4 બનાના – કેળા – પાકેલા
  • 3 ટેબલસ્પુન ફ્રેશ ક્રીમ
  • 3 ટેબલ સ્પુન – પાવડર સુગર

કોઈ પણ જાત ના એસેંસ ની જરુર નથી

ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં 10 થી 12 ફ્રોઝન સ્ટ્રોબેરી ના પીસ કરી મેશ કરો.

ત્યારબાદ 4 પાકા કેળા લઇ, તેના પીસ કરી તેને પણ મેશ કરી લ્યો.

બન્નેને મિક્સ એજ બાઉલમાં મિક્સ કરી દ્યો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ ( ફ્રીઝ માં મૂકેલા દૂધ માં બનેલી મલાઇ ) એડ કરી બરાબર મિક્સ કરો.

બાઉલ માં રહેલો સ્ટ્રોબેરી પલ્પ કેળા નો પલ્પ અને ફ્રેશ ક્રીમ – ત્રેણેય ને સાથે બાઉલ માં જ વ્હીપ કરો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન – પાવડર સુગર એડ કરી ફરી વ્હિપર થી કે હેંડ બ્લેંડર થી વ્હિપ કરી લ્યો.

ટિપ્સ: ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ માં કોઇ પણ જાત નું એસેંસ ઉમેરવા ની જરુર પડતી નથી કેમકે તેમાં સ્ટ્રોબેરીની સ્ટ્રોંગ ફ્લેવર હોય જ છે અને કેળા ની પણ ફ્લેવર સાથે તેમાં મિક્સ થશે.

હવે સ્ટ્રોબેરી બનાના ના આ મિશ્રણ ને એર ટાઇટ થઇ શકે તેવા પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ ના કંટૈનર માં રેડી ને ભરી દ્યો.

હવે તે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ ના કંટૈનર ને તેનું એર ટાઇટ ઢાંકણ ઢાંકી દ્યો. ત્યારબાદ ઝિપ લોક બેગ આ કંટૈનર મૂકી ઝિપ બરાબર લોક કરી દ્યો.

હવે ઝિપ લોક બેગ માં મૂકેલું એર ટાઇટ ફ્રીઝર માં મૂકી, 7-8 કલાક માટે ફ્રોઝન કરો.

અથવા તો આઇસક્રીમ બની જાય ત્યાં સુધી ફ્રોઝન કરો.

બાઉલમાં ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ ના બે સ્કૂપ મૂકી ઉપર થી મનપસંદ ગાર્નિશિંગ કરો.

ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસ્ક્રીમ ને સ્ટ્રોબેરીના પીસ થી ગાર્નિશ કરી હેલ્થ બેનીફીટ મેળવો.

જરુરથી આ આઇસક્રીમ બનાવો અને આ ક્વીક સ્ટ્રોબેરી બનાના આઇસક્રીમ માટે નો તમારો ઓપિનિઅન મને જણાવો. મને કોંફિડંસ છે કે બધાને આ આઇસક્રીમ ભાવ્યો જ હોય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *