પાકી ગયેલા કેળાને ફેંકી ન દેતા, આ રીતે બનાવો બનાના કપ કેપ, બાળકોને ખુબ ભાવશે

ઘણી વખત કેળા વધુ દિવસો સુધી ઘરમાં રાખવાથી ખુબ પાકી જાય છે. અને આપણે તેને ખાવા લાયક નથી સમજતા અને મોટેભાગે ફેંકી જ દઈએ છીએ. પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કેળાની છાલ જ પાકી દેખાય છે જયારે કેળાનો અંદરનો ભાગ ખાવા લાયક જ હોય છે છતાં આવા કેળા ખાવાનું આપણે ટાળીએ છીએ. જો તમારા ઘરમાં પણ કેળાની આવી સ્થિતિ થતી હોય તો હવે આવા કેળાને ફેંકવાને બદલે એક મજેદાર રેસિપી બનાવી શકો છો. પાકેલા કેળા વડે તમે બનાના કપ કેક બનાવી શકો છે અને તે બનાવવી પણ ઘણી સરળ છે. તો ચાલો જાણીએ તેના વિષે.

image source

બનાના કપ કેળા માટેની સામગ્રીઓ

બે પાકેલા કેળા, એક કપ સોજી, બે નાની ચમચી જેટલું દહીં, બે નાની ચમચી રીફાઇન્ડ તેલ, ખાંડ સ્વાદાનુસાર, એક ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી એલચી પાવડર, એક મોટી ચમચી ટુટી ફ્રૂટી.

બનાના કપ કેક બનાવવાની રીત

image source

પાકેલા કેળાની છાલ ઉતારી હાથ વડે બરાબર મેશ કરી લો. (જો તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પણ મેશ કરી શકો છો.) હવે એક બીજા બાઉલમાં સોજી લઈ તેમાં દહીં નાખો. (આમાં પણ જો તમે ઈચ્છો તો સોજીના સ્થાને મેંદો કે લોટ વાપરી શકો છો.) સોજી અને દહીંના મિશ્રણમાં રીફાઇન્ડ તેલ નાખો. (જો તમે ઈચ્છો તો રીફાઇન્ડ તેલના બદલે બટર કે દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો.) હવે તેમાં ખાંડ નાખો. ખાંડ સ્વાદાનુસાર તેમજ ઓછી માત્રા માં જ નાખવી કારણ કે પાકેલા કેળાની મીઠાશ પણ તેમાં ભેળવાશે.

image source

દહીં, સોજી અને તેલના આ મિશ્રણને ફ્લેવર આપવા માટે એલચી પાવડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં મેશ કરેલા કેળાનો માવો નાખવો. અને બાદમાં ફરીથી બરાબર મિક્સ કરો અને બાદમાં ઉપરથી ટુટી ફ્રૂટી નાખો અને ત્યારબાદ 15 મિનિટ આ મિશ્રણને એમ જ રહેવા દો જેથી સોજી વ્યવસ્થિત રીતે મિક્સ થઇ જાય.

image source

હવે એક મોટી કડાઈમાં થોડું મીઠું નાખી ગેસ પર ચઢાવો. જયારે કડાઈ સારી રીતે ગરમ થઇ જાય તો તેમાં પેન કેકના મોલ્ડને રાખો. કડાઈ ગરમ થઇ ત્યાં સુધીમાં કેક મોલ્ડમાં ઉપરોક્ત મિશ્રણને નાખી દો પણ મિશ્રણ નાખ્યા પહેલા તેમાં બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી લેવું. બાદમાં કેક મોલ્ડમાં મિશ્રણ નાખી વ્યવસ્થિત સેટ કરી દેવું. (જો તમારી પાસે કેક મોલ્ડ ન હોય તો વાટકીનો ઉપયોગ પણ કરી શકાય.) બાદમાં ગરમ કડાઈમાં મોલ્ડને રાખી અડધી કલાક સુધી ધીમી આંચે ગરમ થવા દેવું. બાદમાં ઉતારી લેવું. લ્યો તૈયાર છે તમારી બનાના કપ કેક.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *