આ ચીઝ ચીલી ગાર્લીક લોફ ખાઈને બાળકો આંગળા ચાંટતા થઈ જશે…

ચીઝ ચીલી ગાર્લીક લોફ

બાળકોમાં પિઝા ઉપરાંત ગાર્લીક બ્રેડ ખુબ જ લોકપ્રિય છે. પિઝા રેસ્ટોરન્ટમાં તેઓ કંઈ ખાય કે ન ખાય પણ તેઓ ગાર્લીક બ્રેડ તો ચોક્કસ જ ખાશે.

 

તો આજની આ પોસ્ટમાં અમે તમારી માટે લાવ્યા છીએ ચીઝ ચીલી ગાર્લીક લોફ બનાવવાની સરળ રીત. આ લોફમાં ઘણા બધા સ્પાઇસીસ તેમજ લસણ હોવાથી તે ખુબ જ સ્વાદિષ્ટ બનવાનો છે.

ચીઝ ચીલી ગાર્લીક લોફ બનાવવા માટેની સામગ્રી

ફ્લેવર્ડ બટર બનાવવા માટેની સામગ્રી

2-3 ટેબલ સ્પૂન પાર્સલે અથવા કોથમીર

¼ કપ બટર મેલ્ટ કરેલું

1 ટી સ્પૂન જીણા સમારેલા મરચા

1 ટી સ્પૂન મીક્સ હર્બ્સ

1 ટેબલ સ્પૂન જીણું સમારેલું લસણ

1 ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ

2-3 ટેબલ સ્પૂન પાર્સલે

1 બ્રેડ લોફ

ટોપીંગ બનાવવા માટેની સામગ્રી

1 કપ મોઝરેલા ચીઝ

1 ચમચી લસણની પેસ્ટ

1 ટેબલ સ્પૂન જીણું સમારેલું મરચું.

1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

1 ટી સ્પૂન ઓરેગાનો

2 ટેબલ સ્પૂન પાર્સલે

ચીઝ ચીલી ગાર્લીક લોફ બનાવવાની રીત

ફ્લેવર્ડ બટર બનાવવાની રીત

સૌ પ્રથમ પાર્સલેને જીણી સમારી લેવી.

હવે એક બોલ લેવો તેમાં ¼ કપ બટર લેવું, તેમાં મીક્સ હર્બ્સ, જીણું સમારેલું લસણ, 1 ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ, જીણા સમારેલા મરચા, અને જીણી સમારેલી પાર્સલે એડ કરવી. પાર્સલે ન હોય તો તમે કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો.

હવે તેને એકથી ડોઢ મીનીટ માઇક્રોવેવમાં મુકી દેવું. તેમ કરવાથી બટર સંપૂર્ણ મેલ્ટ થઈ જશે અને બધાજ મસાલા પણ એકબીજામાં ભળી જશે.

હવે ફ્લેવર્ડ બટરને એક બાજુ પર મુકી દેવું.

ટોપીંગ તૈયાર કરવાની રીત

ટોપીંગ તૈયાર કરવા માટે એક ડીશમાં એક કપ મોઝરેલા ચીઝ ઉમેરવું

હવે તેમાં બે ટેબલ સ્પૂન પાર્સલે, એક ટેબલ સ્પૂન જીણા સમારેલા મરચા, એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટી સ્પૂન મીઠું, 1 ટી સ્પૂન ઓરેગાનો, એક ટી સ્પૂન લસણની પેસ્ટ ઉમેરવું.

હવે બધું જ બરાબર હલાવી લેવું તૈયાર છે બ્રેડ લોફ પર સ્પ્રેડ કરવા માટેનું ટોપીંગ

હવે એક લાંબો બ્રેડ લોફ લેવો. તેને વચ્ચેથી કાપી લેવું.

હવે લોફના બન્ને ભાગ પર ફ્લેવર્ડ બટર સરસ રીતે સ્પ્રેડ કરી લેવું. ફ્લેવર્ડ બટર સ્પ્રેડ કરવામાં જરા પણ કંજૂસાઈ ન કરવી. કારણ કે તેનાથી જ બ્રેડમાં ફ્લેવર આવશે.

ફ્લેવર્ડ બટર બરાબર લગાવી લીધા બાદ તેના તૈયાર કરેલું ચીઝવાળુ ટોપીંગ સારી રીતે સ્પ્રેડ કરી લેવું.

અહીં તમે ટોપીંગમાં ચીઝનું પ્રમાણ તમને ભાવે તે રીતે તેમ ધારી ઘટાડી શકો છો. સામાન્ય રીતે ચીઝ ગમે તેટલું વધારે નાખો ક્યારેય વધારે નથી લાગતું.

હવે એક બેકિંગ ટ્રે લેવી. તેને બટરથી બરાબર ગ્રીસ કરી લેવી.

હવે લોફની સ્લાઇસ તેમાં મુકી દેવી. હવે તેને પ્રી હીટેડ અવનમાં 200સેલ્સીયસ પર 7-8 મીનીટ બેક કરી લેવું.

બેક થઈ ગયા બાદ બ્રેડ લોફ બહાર કાઢી લઈ તેની સ્લાઈસ કરી લેવી.

આ ગાર્લીક ચીઝ બ્રેડ લોફને તમે સોસ, તેમજ પીઝા ડીપ્સ સાથે પણ સર્વ કરી શકો છો.

બાળકોને આ ચીઝી ગાર્લીક લોફ ખુબ જ પસંદ આવશે. તેને તમે લંચ બોક્ષમાં પણ આપી શકો છો અને જો સન્ડેની સવારે પણ તમે તેનો નાશ્તો કરી શકો છો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ચીઝી ગાર્લીક લોફની વિગતવાર રેસીપી જોવા માટેની વિડિયો અહીં આપવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *