મીઠાઈવાળાની દુકાન પર મળે તેવી પરફેક્ટ બાસુંદી બનાવવાની બેસ્ટ રેસિપી

આજે આપણે મીઠાઈ વાળા ની દુકાન પર મળે તેવી પરફેક્ટ બાસુંદી બનાવવાની બેસ્ટ રેસિપી જોઈશું. તહેવારોમાં અને મહેમાન આવ્યા હોય ત્યારે ઝડપથી બની જતી બાસુંદી આપણે માવાનો ઉપયોગ કર્યા વગર અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યા વગર ફક્ત એક સિક્રેટ સામગ્રી નાખી ને એકદમ માર્કેટ જેવી એકદમ ઘટ્ટ બાસુંદી બનશે. તો ચાલો બનાવી લઈએ જટપટ થી ઘર ની જ સામગ્રી માંથી બનાવી લઈએ.


સામગ્રી

  • દૂધ
  • કાજુ
  • બદામ
  • પિસ્તા
  • ખાંડ
  • ઈલાયચી પાવડર
  • જાયફળ પાવડર
  • કેસર

રીત-

1- સૌથી પહેલા બાસુંદી બનાવવા માટે જાડા તળિયા વાળા વાસણ લેવાનું છે તો આપણે નોનસ્ટિક ની પેન લઈશું. આપણે દોઢ લીટર દૂધ લઈશું. ફુલ ફેટ વાળું. હવે તેને સતત હલાવતા જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.

2- આપણે દૂધને સતત હલાવવું જરૂરી છે નહીં તો નીચે ચોટી જશે. હવે દૂધ ઉકળવા માંડ્યું છે.હવે ગેસ ધીમો કરી દઈશું. હવે દૂધ જ્યાં સુધી અડધું ના થાય ત્યાં સુધી કુક કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા સાઈડ પર જે મલાઈ જામી હોય તેને પણ કાળતું જવાનું છે. હવે આપણે કેસરને પલાળી દઈશું.

3- હવે આપણે એક ચમચી કેસર લઈશું. અને તેમાં ત્રણ ચમચા દૂધ નાખીશું. અને કેસર ને પલાળી દઈશું. ગરમ દૂધમાં કેસર પલળવાથી તેનો કલર સરસ આવે છે. હવે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરી શું. આપણે અડધો કપ કાજુ લઈશું.હવે કાજુ ને કરકરા પીસી લઈશું.

4- હવે આપણે તેમાં અડધો કપ દૂધ નાખીશું. અને તેની પેસ્ટ બનાવી દઈશું. આપણે એકદમ કણ વગરની પેસ્ટ બનાવવાની છે. કાજુ નાખવાથી આપણી બાસુંદી એકદમ ઘટ્ટ થઈ જાય છે. અને તેનો ટેસ્ટ પણ ખુબ સરસ આવશે. માવાની કે તમારે મિલ્ક પાવડર ની જરૂર પણ નથી પડતી. હવે તેને બાઉલમાં કાઢીને સાઈડ માં મૂકી દઈશું.

5- દૂધને સતત ઉકળતા 15 મિનિટ થઈ ગઈ છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું પડે છે. હવે તેમાં આપણે અડધો કપ ખાંડ નાખી શું. ખાંડ નાખ્યા પછી આપણું દૂધ પાતળું થઇ જતું હોય છે.એટલે ફરી પાચ થી છ મિનિટ ઉકાળી લઈશું.અને જ્યાં સુધી ખાંડ ઓગળે નહી ત્યાં સુધી હલાવતા રહીશું.


6- હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે. અને દુધ પણ ઘટ્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે તૈયાર કરેલી કાજુની પેસ્ટ છે તે એડ કરીશું. અને તેને સતત હલાવતા રહીશું. આ સ્ટેજ પર ગેસ ધીમો કરી દઈશું. સતત હલાવતા ફરીથી તેને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લઈશું. સતત હલાવતા દૂધનો કલર પણ બદલાઈ ગયો છે. અને દૂધ ઘટ્ટ પણ થઇ ગયું છે.

7- હવે આપણે કેસર નું દૂધ નાખીશું. કેસર નો કલર એકદમ સરસ આવ્યો છે. હવે ફરીથી તેને એક મિનિટ માટે કુક કરી લઈશું. આપણી બાસુંદી બનતા ૨૦થી ૨૨ મિનિટ થઈ ગઈ છે અને એકદમ ઘટ્ટ પણ થઈ ગઈ છે. હવે તેમાં ૧/૪ કપ કાજુ, બદામ અને પીસ્તા સમારી ને એડ કરીશું.

8- હવે આપણે તેમાં ૧ નાની ચમચી ઈલાયચી પાવડર નાખી શું. અને પા ચમચી જાયફળનો પાવડર નાખીશું. હવે ફરીથી એકથી બે મિનિટ તેને ઉકાળી લઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. અને તેને બાસુંદી નીચે ઉતારી સતત હલાવતા રહીશું. જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી. જો તમે નહીં હલાવો તો તેની પર મલાઈ જામી જશે.

9- હવે આપણે બાસુંદી ઠંડી થઈ ગઈ છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેને ૩ થી ૪ કલાક માટે ફ્રિજમાં મૂકી દઈશું. જેથી એકદમ ઠંડી થઈ જાય અને ઘટ્ટ થઈ જાય. તો એકદમ સરળ રેસિપી છે ને? હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ઘાટી બની છે. અને તેનો કલર પણ માર્કેટ જેવો આવ્યો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બાસુંદી બની છે ને? હવે આપણે ગાર્નિશ કરી લઈશું પિસ્તા અને કાજુ, બદામ અને કેસર થી. હવે ઠંડી ઠંડી આપણે સર્વે કરીશું. તો તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *