બટાકા ખાવાથી થતાં ફાયદા જાણો !!

બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે.કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. જે તમારી રોજની જરૂરિયાત કરતાં 20 % વધારે પૂરી પાડે છે. પોટેશીયમ શરીરના વિકાસ માટે તેમજ સેલ્સના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નરવસ સીસ્ટમને પણ મદદ કરે છે. તેમજ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેઇન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ કામમાં લાગે છે. અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી6 પણ ધરાવતા બટાકા બ્લડને ક્લોટીંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે.
જો બટાકા આટલા બધા હેલ્ધી છે તો વધુ વજનવાળા વ્યક્તિ તેને ખાતા આટલો બધો વિચાર કેમ કરે છે ?

ચાલો બટાકા વિશે આપણા મનમાં વારંવાર ઉદ્ભવતા પ્રશ્નોનો વિચાર કરીએ.
જ્યાં સુધી બટાકાને હેલ્ધી રીતે બનાવવામાં આવે છે અને તેને તેના કુદરતી રૂપમાં ખાવામાં આવે ત્યાં સુધી તે શરીર માટે ખૂબ જ સારા છે. બાફેલા અથવા બેક કરેલા બટાકા શરીર માટે સારા છે. તળેલા અને માખણ, ચીઝ ઉમેરેલા બટાટા તમારા માટે સારા નથી. વધુ પડતા લો-કાર્બ ડાયટને લીધે લોકોએ બટાકાને ઓછા પસંદ કરવા માંડ્યા છે. તે સ્ટાર્ચી છે અને પ્રેટીનમાં ઓછા છે. તેનો અર્થ એવો નથી કે બટાકા શરીર માટે ખરાબ છે.

બટાકા કેવી રીતે વાપવરા જોઈએ ?એક મીડીયમ સાઇઝના બટાકામાં 150 કેલેરી આવે છે માટે આપણા રેજીંદા ખોરાકમાં જે દરેક શાકમાં બટાકા નાંખીને ખાવાની રીત છે. તે બદલવાની જરૂર છે. દરરોજ બટાકાને દરેક શાકમાં નાખવાના બદલે અઠવાડિયામાં એક વખત અથવા બે વખત બટાકાનું શાક અથવા પેટીસ બનાવીને ખાવી વધુ હિતાવહ છે. બટાકાની છાલમાં ફાઇબર છે તેમ જ તેના વિટામીન, મીનરલ્સ પણ જો છાલ સાથે ખાવામાં આવે તો વધુ ફાયદાકારક થાય છે.

બટાકાની ચીપ્સ અથવા વેફર્સ કેટલા ખવાય ?તમે જ્યારે બટાકાને તળો છો ત્યારે તેમાં તેલની ફેટ આવે છે. જે તેની કેલેરીમાં વધારો કરે છે. ટોક્સિન ઉમેરાય છે જ્યારે સ્ટાર્ચવાળી વસ્તુઓને વધુ પડતા તાપમાનમાં બનાવવામાં આવે ત્યારે આ ટોક્સીન ઉત્પન્ન થાય છે. તે આવા ટોક્સીન શરીર માટે નુકસાનકારક છે.
બટાકા બનાવવાની રીતઃ-
બટાકા બનાવવા સહેલા છે તેને બાફીને ખવાય છે. બેક પણ કરી શકાય છે. ઓછા તેલમાં વધારાય છે અથવા શેકીને પણ ખવાય છે. ઓછી મલાઈવાળા દૂધમાં બનાવેલા બટાકા પણ સ્વાદિષ્ટ બનતા હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *