બટાકાની સુકી ભાજી – જયારે પણ ફરવા જાવ તો આ સુકીભાજી અને સાથે પૂરીઓ પણ બનાવીને લઇ જજો…

આજે આપણે બનાવીશું બટાકા ની સુકી ભાજી. આ નાના બાળકોની ફેવરિટ હોય છે. સાથે તમે ટ્રાવેલિંગ માં જતા હોય કે એક દિવસ માટે પિકનિક પર જતા હોય ત્યારે તમે બનાવીને લઈ જઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ તેની સામગ્રી.

સામગ્રી

  • બાફેલા બટાકા ૩ નંગ
  • મોરા મરચાં (સમારેલા)
  • લીલા મરચા
  • આદુના ટુકડા
  • લીંબુનો રસ
  • કાજુ અને દ્રાક્ષ
  • ખાંડ
  • મીઠો લીમડો
  • કોથમીર
  • મીઠું
  • ગરમ મસાલો
  • વરીયાળી
  • રેગ્યુલર મસાલા
  • તેલ

રીત-

1- તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ.

2- બટેકાની સુકી ભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે બે મોટી ચમચી તેલ લઈશું.

3- હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક તજ નો ટુકડો એડ કરીશું. એક સૂકું લાલ મરચું એડ કરીશું.

4- હવે તેમાં 1 તમાલપત્ર, બે થી ત્રણ લવિંગ અને બે થી ત્રણ મરી ઉમેરીશું.

5- હવે તેમાં આપણે અડધી ચમચી રાય એડ કરીશું.રાય તતડી જાય એટલે તેમાં અડધી ચમચી જીરુ ઉમેરીશું. સાથે અડધી ચમચી વલીયારી ઉમેરીશું તેનાથી સરસ ટેસ્ટ આવશે.

6- હવે આપણે તેમાં પા ભાગની હિંગ નાખીશું. હવે તેમાં આપણે આદુના ઝીણા ઝીણા ટુકડા નાખીશું.

7- હવે તેમાં આપણે સમારેલા મોટા મરચા નાખીશું.જે મોરા હોય છે.સાથે તીખા મરચા બે નાખીશું.અને આદુ ની કાચી સુગંધ જતી રે ત્યાં સુધી સાંતળી લેવાનું છે.

8- હવે તેમાં આપણે મીઠો લીમડો નાખીશું. હવે લીલા મરચાં શેકાઈ ગયા છે.હવે તેમાં આપણે નાખીશું એક ચમચી કાજુ અને દ્રાક્ષ તેને સેકી લઈશું.
9- હવે આપણે તેમાં બાફેલા ત્રણ બટેકા જે સમારીને રાખ્યા હતા તે એડ કરીશું.

10- હવે આપણે તેમાં બધા મસાલા કરીશું. અડધી નાની ચમચી હળદર નાખીશું. 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.

11- હવે તેમાં આપણે એક મોટી ચમચી લાલ મરચુ પાઉડર નાખવાનું છે.જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે નાખી સકો છો.

12- હવે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

13- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બટાકા ચીકણા નથી.

14- બટાકા ની સુકી ભાજી બનાવવા માટે એક ટિપ્સ છે. જો તમે બટાકા બાફવા મૂકો પછી તરત ગરમ ગરમ જો તેને ટુકડા કરશો.યા ગરમ ગરમ માં જ સુકી ભાજી કે કંઈપણ બનાવશો બટેકા નું તો એ માવો ચીકણો થઈ જશે. તેને સરસ રીતે ઠંડા પડવા દો. બાફીને મૂકી દો ને બે કલાક જેવા ઠંડા પડવા દો. પછી તેનું તમે સુકી ભાજી કે પેટીસ કઈ પણ બનાવસો તો તે ચીકણા નહીં થાય.

15- હવે આપણે દોઢ ચમચી ખાંડ નાખીશું. ખાંડ તમારે નાખવી હોય તો નાખી શકો છો.

16- હવે આપણે ઢાંકણું ઢાંકીને મસાલા ને થોડી વાર ચઢવા દઈશું.

17- હવે આપણે તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું. અને નીચે ચોંટતું નથી તે જોઈ લેવાનું.

18- હવે આપણે તેને ફરી થી ઢાંકીને થવા દઈશું. આમ તો આપણા બટાકા બાફેલા જ છે. પણ મસાલો સરસ બટેકા સાથે મિક્સ થઈ જાય એના માટે આપણે ધીમા ગેસ પર થોડું કુક થવા દઈશું.

19- હવે ૫ થી ૭ મિનિટ થઈ ગય છે તો ઢાંકણું ખોલીશું. અને તેને હલાવી લઈશું.

20- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે એક લીંબુનો રસ લીધો છે તે એડ કરીશું. એ તમે ઓછું વધતું કરી શકો છો.

21- આપણે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસ નાખવાનો. જેનાથી વિટામીન સી નીકળી ના જાય. અને કડવું પણ ના થઇ જાય.

22- હવે આપણે કોથમીર નાખીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણી સુકી ભાજી તૈયાર છે.

23- તો ચાલો આપણે સર્વ કરીએ.પૂરી સાથે સૂકી ભાજી સરસ લાગે છે. હવે તેને ગાર્નીશિંગ માટે લીલા ધાણા નાખીશું.

24- ગરમાગરમ સુકી ભાજી અને પૂરી તૈયાર છે. ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *