ક્રીસ્પી ટીક્કી – બર્થ ડે પાર્ટી કે કીટી પાર્ટી માટે બેસ્ટ સ્ટાર્ટર છે શીખો સ્ટેપ બાય સ્ટેપ…

ક્રીસ્પી ટીક્કી એક નોર્થ ઇંડિયન સ્ટ્રીટ ફુડ સ્નેક છે. અને તે બધાને ભાવે એવી ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી હોવાથી ખૂબજ પોપ્યુલર છે. એટલે તે દરેક જગ્યાએ એટલી જ ફેમસ છે. તે બાફેલા બટેટા અને થોડા જ સ્પાયસથી બની જતી હોય છે. તેથી ઘરે બનાવવી પણ ખૂબજ સરળ છે.

તેના માટે થોડી ટીપ્સ અહીં હું આપી રહી છું જે ફોલો કરવાથી સ્ટ્રીટમાં મળતી ક્રિસ્પી ટીક્કી જેવીજ ઘરે બનશે.

*બટેટાને માત્ર 2 – 3 વ્હીસલ કરીને જ પ્રેશર કૂક કરો. બટેટાને વધારે કૂક કરવાથી, વધારે બફાઇ જવાથી તેમાં વધારે પાણી એબસોર્બ થવાથી ટીક્કી બનાવવાનું પરફેક્ટ રીઝલ્ટ નહી આવે.

* ટીક્કીને ક્રીસ્પી અને ટેસ્ટી બનાવવા માટે બાફેલા બટેટા ખમણીને ઠરી જાય પછી જ તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરવા. ડ્રાય ના હોય તો ફ્રેશ બ્રેડના ક્રમ્સ ઉમેરી શકાય. બટેટા ગરમ હોય ત્યારે તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરવા નહી.

* બ્રેડ ક્રમ્સના ઓપ્શનમાં પૌંવા ડ્રાય રોસ્ટ કરી, ગ્રાઇંડ કરીને કે સોજી અથવા ચોખાનો લોટ ઉમેરી શકાય.

* ટીકીને હંમેશા સ્લો ફ્લૈમ પર ડીપ ફ્રાય કરો.

* જો તમે કોઇ પાર્ટીમાં આ ટીકી સર્વ કરવા માંગતા હોવ તો તેના માટે 1 દિવસ અગાઉ ટિક્કી બનાવી( ફ્રાય કર્યા વગર) ઝીપ લોકમાં કે પોલિથીન બેગમાં ભરી 1 રાત માટે સ્ટોર કરી શકો છો.

* ફ્રાય કરતા પહેલા 1 કલાક અગાઉ ફ્રીઝરમાંથી બહાર કાઢી રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો. ત્યારબાદ સર્વ કરવા ટાઇમે સ્લો ફ્લૈમ પર ટીકીને ક્રીસ્પી ડીપ ફ્રાય કરી ગરમાગરમ જ સર્વ કરો.

આમ થોડી ટીપ્સ ફોલો કરવાથી પણ તમે ઘરે પર્ફેક્ટ ક્રીસ્પી ટીક્કી બનાવી શક્શો.

અહીં હું આપ સૌ માટે ક્રીસ્પી ટીક્કી બનાવવાની રેસિપિ આપી રહી છું. તમે મારી આ રેસિપિ ફોલો કરીને આ સ્ટ્રીટ ફુડ ચોકકસથી ઘરે જ બનાવજો. કેમકે ઘરમાંથી જ મળી જતી થોડી સામગ્રીમાંથી આ ટેસ્ટી ટીક્કી બનાવી શકાય છે.

ક્રીસ્પી ટીક્કી બનાવવા માટેની સામગ્રી :

  • 4 મિડિયમ સાઈઝ્ના બટેટા
  • 1 બારીક સમારેલી ઓનિયન
  • 2 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ
  • 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન સુગર
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન ધાણાજીરુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ
  • અથવા 4 મોટી બ્રેડ ગ્રાઇંડ કરીને બનાવેલા ફ્રેશ ક્રમ્સ
  • 4 ટેબપ સ્પુન ચણાની દાળ
  • 1 ટેબલ સ્પુન ચણાનો લોટ
  • ½ ટી સ્પુન ઓઇલ ગ્રીસ કરવા માટે
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

ક્રીસ્પી ટીક્કી બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ 4 ટેબલ સ્પુન ચણાની દાળને ધોઈને બાફી લ્યો. બટટાને 2-3 વ્હીસલ કરીને બાફી લ્યો. ઓવર કૂક કરશો નહી. બટેટા ઠરે એટલે છોલીને તેને ખમણી લ્યો.

ખમણેલા બટેટા બરાબર ઠરે એટલે તેમાં બાફેલી 4 ટેબલ સ્પુન ચણાની દાળ અને 2 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરો.

ત્યારબાદ 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ, ½ ટી સ્પુન સુગર, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ધાણા જીરુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર અને 1 ટી સ્પુન ચાટ મસાલો ઉમેરો.

હવે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો અને 1 ટેબલ સ્પુન ચણાનો લોટ ઉમેરો. ચણાનો લોટ ઉમેરવાથી ટીક્કી વધારે ટેસ્ટી બનશે.

હવે તેમાં ½ કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ અથવા 4 મોટી બ્રેડ ગ્રાઇંડ કરીને બનાવેલા ફ્રેશ ક્રમ્સ ઉમેરો. તેનાથી ટીક્કીમાં સરસ બાઇંડિંગ આવશે. અને ડીપ ફ્રાયકરવાથી પણ ટીક્કી ઓઇલમાં ખૂલી નહી જાય.

હવે બધી સામગ્રી હલકા હાથે મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેમાં 1 બારીક સમારેલી ઓનિયન ઉમેરી ફરી મિક્સ કરી ડો બનાવી લ્યો.

હવે હથેળી ઓઇલથી ગ્રીસ કરી બનેલા ડોમાંથી તમારી મનપસંદ સાઇઝ્નું લુવુ બનાવી જરા પ્રેસ કરી ટીક્કી બનાવી લ્યો.

આ પ્રમણે બધા ડોમાંથી બાકીની ટીક્કી બનાવી પ્લેટમાં મૂકો.તમારા મનપસંદ શેઇપ આપી શકો છો.

ડીપ ફ્રાય કરવા માટે એક ફ્રાય પેનમાં મિડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ મૂકો. ઓઇલ ગરમ થાય એટલે ફ્લૈમ મિડિયમ સ્લો કરી તેમાં સમાય તે પ્રમાણે 3-4 ટીક્કી ડીપ ફ્રાય કરવા માટે ઉમેરો.

નીચેની બાજુ પિંક કલરની ફ્રાય થાય એટલે ટીક્કીને ફ્લીપ કરી બીજી બાજુ પણ પિંક થવા દ્યો.

આમ 2-3 વાર ફ્લીપ કરીને ટીક્કીને બન્ને બાજુ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી, જારામાં લઈ, ઓઇલ નિતારી લ્યો.

હવે તેને પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે બાકીની બધી ટીક્કીઓ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન ડીપ ફ્રાય કરી લ્યો. હવે નાસ્તા માટે ગરમાગરમ અને ખૂબજ સ્વાદિષ્ટ તેમજ ક્રીસ્પી ટીક્કી સર્વ કરવા માટે રેડી છે. ટોમેટો કેચપ કે ગ્રીન ચટની સાથે સર્વ કરવાથી વધારે ટેસ્ટી લાગશે.

બર્થ ડે પાર્ટી કે કીટી પાર્ટી માટે અગાઉથી આ ટીક્કી રેડી કરી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય. 1 કલાક અગાઉ બહાર મૂકી, ટીક્કી રુમ ટેમ્પરેચર પર આવે ત્યાર બાદ, સર્વ કરવા ટાઇમે ડીપ ફ્રાય કરી ગરમાગરમ સર્વ કરી શકાય.

બાળકોને અને આવેલા ગેસ્ટ ને ટેસ્ટી એવી આ ક્રીસ્પી ટીક્કી ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *