બટેકાની લાઈવ વેફર – ફરસાણ વાળના દુકાને મળે છે એવી વેફર હવે તમે પણ બનાવી શકશો…

આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટેકા ની લાઈવ વેફર બનાવતા શીખીશું. રેગ્યુલર બટેકા ની જ બનાવીશું. અને લાલ પણ નહીં થાય. જો તમારે પણ ક્રિસ્પી લાઈવ વેફર બનાવી છે તો લાસ્ટ સુધી વિડિયો જરૂર થી જોજો. ઘણી બધી નાની ટિપ્સ શેર કરેલી છે. તો ચાલો જોઈ લઈએ રેસિપી.

સામગ્રી

  • રેગ્યુલર બટાકા
  • મીઠું
  • તેલ

રીત

1- સૌથી પહેલા ત્રણ બટેકા લઈ લઈશું. તેને છોલી લઈશું. તેની છાલ કાઢીને પાણી માં નાખી લઈશું. હવે તે બટેકા ની વેફર પાડી લઈશું. આપણે ચિપ્સ પાણી માં પાડી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સફર વેફર પાડી લીધી છે.

2- આપણે બધા બટેકા ની સ્લાઈસ કરી લીધી છે. આ સ્લાઈસ ને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું. હવે સ્લાઈસ ને બીજા બાઉલમાં કાઢી લઈશું. ચિપ્સ ને હળવા હાથે ધોવાની છે. બહુ વજન નથી આપવાનું.

3- હવે એક કોટન નું કપડું લઈ લઈશું. અને તેમાં ચિપ્સ ને કાઢી લઈશું. હવે બીજા કપડાં થી એકદમ હળવા હાથે પ્રેસ કરવાનું જેથી પાણી બધું સુકાઈ જાય.

4- હવે બીજું બટેકું લઈ ને તેની છીણ પાડી લઈશું. હવે વેફર સુકાઈ ગઈ છે. અને છીણ પણ તૈયાર થઈ ગઈ છે.હવે ગેસ ને ફાસ્ટ રાખી ને વેફર ને તળી લઈશું. જો ધીમા ગેસ પર વેફર તડસો તો વેફર તેલ પી જશે. અને વેફર ક્રિસ્પી નહી થાય.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બબલ્સ ઓછા થવા માંડ્યા છે.એટલે પાણી નો ભાગ બળવા માળ્યો છે. વેફર નો હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને તળી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બબલ્સ બંધ થઈ ગયા છે. એટલે વેફર માંથી પાણીનો ભાગ બળી ગયો છે.અને વેફર પણ ક્રિસ્પી થી ગઈ છે.

6- હવે વેફર ને તેલ નિતારી ને બહાર કાઢી લઈશું. આ રીતે બાકી ની વેફર પણ ફ્રાય કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી વેફર રેગ્યુલર બટાકા માંથી જ એકદમ સરસ બની ને તૈયાર થઈ છે.અને તમારે બિલકુલ વધારે ટાઈમ નહી લાગે.

7- હવે બીજી વખત ની વેફર પણ ફ્રાય થઈ ગઈ છે તેને બહાર કાઢી લઈશું. હવે જે છીણ બનાવ્યું હતું તે પણ તળી લઈશું. તે પણ ગોલ્ડન કલર નું થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. હવે વેફર બધી જ ફ્રાય થઈ ગઈ છે.તેનો કલર પણ સરસ આવ્યો છે.

8-તમારે જે ફ્લેવર ની બનાવવી હોય તે મસાલો તમે ઉપર નાખી શકો છો. હવે તેની પર થોડું મીઠું નાખી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી વેફર એકદમ ક્રિસ્પી બની છે.તો તમે પણ ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *