પ્રસંગનું છાલ વાળું બટેટા નું શાક – અસલ ગુજરાતી સ્વાદ અને સુગંધ વાળું વરા નું છાલ વાળું શાક

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે અસલ પ્રસંગોમાં બનતું ખાટુંમીઠું અને તીખું છાલવાળું બટાકાનું શાક જેને વરાનું શાક પણ કહેવાય છે અને નાતમાં બનતું બટાકાનું શાક પણ કહેવાય છે. એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક આ રીતે ઘરે બનાવશો તો નાના છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી સૌ કોઈ આંગળા ચાટતા જ રહી જશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૪૦૦ ગ્રામ બટેટા
  • ૨ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૨ લવિંગ
  • ૨ ટુકડા નાના તજ ના
  • ૪ આખા મરી
  • ૧ ચકરી ફૂલ
  • ૪ થી ૫ લીમડા ના પાન
  • ૨ તમાલ પત્ર
  • ૨ આખા લાલ મરચા
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૨ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧ ટેબલ સ્પૂન આંબલી
  • ૩ ટેબલ સ્પૂન ગોળ
  • ૧ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  • કોથમીર ઉપર થી ભભરાવવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. બટેટા ને ધોઈ ને છાલ સાથે એના એક સરખા ટુકડા કરી ને પાણી માં પલાળી રાખો.

૨. હવે એક કડાઈ માં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી ને એમાં રાઈ ઉમેરો.

૩. રાઈ તતડે એટલે આખા મરી, લવિંગ, તજ, લીમડા ના પાન, તમાલ પત્ર અને આખા લાલ મરચા ઉમેરો.

૪. હવે એમાં હિંગ, હળદર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને હલાવો. આમાં સમારેલા બટેટા ઉમેરો.

૫. બટેટા માં મીઠું અને ધાણાજીરું ઉમેરી ને હલાવતા રહો.

૬. હવે ૨.૫ કપ પાણી ઉમેરી ને ઢાકી ને ૧૦ મિનિટ બટેટા ને ચઢવા દો.

૭. આંબલી ને ૧/૪ કપ ગરમ પાણી માં પલાળી દો અને શાક ચઢે એટલે આંબલી નીચવી ને પાણી ગાળી લો.

૮. ૧૦ મિનિટ પછી બટેટા ચઢ્યા કે નહિ એ જોઈ લો.

૯. બટેટા ચઢી ગયા હોય તો એમાં આંબલી નું પાણી અને ગોળ ઉમેરી દો.

૧૦. ગોળ ઓગળે એટલે એમાં ૧ ટેબલ સ્પૂન પાણી માં ઓગળેલો ચણા નો લોટ ઉમેરી દો.

૧૧. ૪ થી ૫ મિનિટ પકાવી ને ઉપર થી કોથમીર ભભરાવી ને ગરમાગરમ પીરસો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *