ઢાબા સ્ટાઇલ બટાકાનું રસાવાળું શાક – ઘઉંનો લોટ ઉમેરીને આવીરીતે બનાવજો શાક બનશે એકદમ પરફેક્ટ…

કેમ છો? કોરોનાને લીધે હવે આપણે બહાર જમવા માટે નથી જઈ શકતા અને તમને તો ખબર જ હશે કે હું હંમેશા મારા બાળકો માટે ઘરે જ એવી વાનગીઓ બનાવી આપું છું કે તેમને બહાર હોટલ કે ઢાબાની યાદ આવે જ નહિ. તો આજે હું તમારી માટે લાવી છું ઢાબા સ્ટાઈલ બટાકા નુ રસાવાળુ શાક. અને હા મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેવાનું ચુકતા નહિ અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો લિંક નીચે આપેલ છે. જલારામ ફૂડ હબ. તો ચાલો ફટાફટ શીખી લઈએ આ મસાલેદાર રસાવાળા શાકની રેસિપી.. પહેલા આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • બાફેલા બટાકા
  • ઘઉંનો લોટ
  • લીંબુ
  • તેલ
  • રેગ્યુલર મસાલા

રીત-

1- સૌથી પહેલાં એક કઢાઈમાં એક ગ્લાસ પાણી લઈશું. હવે તેમાં મસાલો કરીશું. અડધી ચમચી હળદર નાખી શું.

2- હવે તેમાં આપણે ૧ ચમચી લાલ મરચું પાવડર નાખી શું. ૧ નાની ચમચી ધાણાજીરું પાવડર નાખી શું. અને અડધી ચમચી ગરમ મસાલો નાખી શું.

3- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી શું. હવે તેને ઉકળવા દઈશું. બટાકાને બાફી લઈશું. અને તેને હાથથી મસળી ને તેમાં નાખીશું.

4- ઢાબા સ્ટાઈલ બટાકાને સમારેલા નથી હોતા આવી રીતે નાના મોટા પીસ જ હોય છે. હવે તેને બધું મિક્સ કરીને થોડું ઉકળવા દઈશું.

5- જેથી આપણા મસાલા નો ટેસ્ટ બધો બટાકામાં આવી જાય. હવે પાણી ઉકળવા લાગ્યું છે.

6- હવે આપણે એક ચમચી ઘઉંનો લોટ લઈશું. થોડું પાણી નાખી તેને મિક્સ કરી લઈશું. ઘઉંનો લોટ નાખવાથી ટેસ્ટ ઢાબા સ્ટાઈલ થશે. અને એકદમ ઘટ્ટ રસો થઈ જશે.

7- જો તમે ખાશો તો તમને ખ્યાલ પણ નહિ આવે કે ઘઉંનો લોટ નાખેલો છે. અને રસો પણ એટલો જ ટેસ્ટી લાગશે. તમે એકલા રસા સાથે પરોઠા પણ ખાઈ શકો. ઉકળતા પાણીમાં ઘઉંનો લોટ નાખીશું તો જલદી થી ચડી જશે.

8- હવે આપણે વઘાર કરીશું. બે ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં એક લાલ સૂકું મરચું નાખી શું. હવે તેમાં આપણે રાય નાખીશું. અને થોડું જીરું નાખીશું.

9- હવે રાઈ અને જીરું તતડવા દઈશું. હવે તેમાં આપણે થોડી હિંગ નાખીશું. હવે તેમાં વઘાર રેડી દઈશું.

10- હવે આપણે તેમાં થોડું લીંબુ નીતારીશું. અને હવે ગેસ બંધ કરી દઈશું.

11- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું શાક ઢાબા સ્ટાઈલ થઈ ગયું છે. હવે ઉપર ફ્રેશ લીલા ધાણા સમારીને નાખીશું.

12- આ શાક તમે પુરી સાથે કે પરાઠા સાથે અથવા રાઈસ સાથે પણ ખાઈ શકો છો.

13- ગરમાગરમ ઢાબા સ્ટાઈલ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *