વરસાદની સીઝનમાં ઘરે બનાવેલા બટાકા વડા આપશે ખાસ મજા, જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ

હાલમાં વરસાદની સીઝન ચાલુ થઈ છે અને સાથે જ આ સમયે શક્ય છે કે ઘરમાં લોકો અલગ અને નવું ખાવાની ફરમાઈશ કરે. આ સમયે જો તમે પણ ઘરના તમામ સભ્યોની ઈચ્છા પૂરી કરવા માંગો છો તો તમે આ વીડિયો રેસિપિની મદદથી બટાકાવડા ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તો જાણો શું સામગ્રી જરૂરી રહેશે અને કેવી રીતે સરળતાથી ગરમાગરમ નાસ્તો બનાવી શકાશે.

બટાકાવડાની રેસિપિ

સામગ્રી

• 6 થી 7 બાફેલા બટાકા
• સ્વાદ પ્રમાણે મીઠું
• 2 ચમચી વરીયાળી
• 2 થી 3 ચમચી આદું મરચાંની પેસ્ટ
• 1 ચમચી ગરમ મસાલો
• 1 ચમચી દળેલી ખાંડ
• અડધો લીબુંનો રસ
• 2 ચમચી તેલ
• 1 ચમચી રાઈ
• ચપટી હિંગ
• ½ ચમચી હળદર
• 8 થી 10 મીઠા લીમડાનાં પાન કટ કરીને
• 1 મોટો બાઉલ ચણાનો લોટ
• સ્વાદ પ્રમાણે મીઠું
• 1 ચમચી લાલ મરચું
• પાણી
• 1 મોટી ચમચી ચોખાનો લોટ
• 1 ચમચી બેકિંગ સોડા
• તળવા માટે તેલ

 

બનાવવાની રીત

સ્ટેપ 1:-
સૌપ્રથમ બટાકા ને બાફીને મેશ કરી લો અને એમાં મીઠું, વરીયાળી, આદું મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, દળેલી ખાંડ અને લીબુંનો રસ ઉમેરી લો અને મિક્સ કરી લો.
સ્ટેપ 2:-
હવે 2 ચમચી તેલ લો અને ગરમ કરવા માટે મૂકો અને તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, હિંગ, હળદર, અને મીઠાં લીંમડાના પાન ઉમેરી આ વઘાર ને બટાકા ના સ્ટફિંગ માં ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.
સ્ટેપ 3:-
હવે આ સ્ટફિંગના એકસરખા નાના નાના બોલ્સ વાળી લો.
સ્ટેપ 4:-
હવે ચણાના લોટનું બેટર બનાવીશું. તો એના માટે ચણાનો લોટ, મીઠું, લાલ મરચું , ચોખાનો લોટ અને થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવીશું. અને ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરી લો અને બરાબર મિક્સ કરી લો.


સ્ટેપ 5:-
હવે તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો.હવે આ બેટરમાં બટાકાના બોલ્સને ડીપ કરી લો અને વિડીયોમાં બતાવ્યું છે તે રીતે વધારાનું બેટર દૂર કરો અને ચમચીની મદદથી તળવા માટે બટાકા વડાને તેલમાં મૂકો.
સ્ટેપ 6:-
તો ધીમી અને મિડીયમ આંચ પર જ બટાકા વડાને તળો અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો. તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકા વડા રેડી છે. મિત્રો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *