બીટરૂટ લાડું – બનાવવામાં સરળ અને ખાવામાં હેલ્થી, તો આજે જ ટ્રાય કરો બધાને પસંદ આવશે…

ઠંડીની ઋતુમાં સૂંઠ ,ઘી, ડ્રાયફ્રુટ આ બધા ને ખાસ યાદ કરવામાં આવે છે, આદુ ના ગાંઠિયાને સૂકવીને સૂંઠ બનાવવા માં આવે છે. આ સીઝન માં અલગ અલગ ટાઈપ ના લાડું વસાણાં બનાવવા નો ટ્રાય બધા કરતાજ હોય છે. તો આજે આપણે બનાવીશું “બીટ ના લાડું ”

એકદમ ઇઝી મેથડ અને સાથે હેલ્થી તો ખરાજ…..

“બીટરૂટ લાડું “

સામગ્રી :-

  • બીટ – ૩-૪ નંગ
  • માવો – ૪-૬ ચમચી
  • ગોળ – અડઘી વાટકી
  • મધ – ૩ ચમચી
  • સૂંઠ પાવડર – ૧ ચમચી
  • ખસખસ – ૩ ચમચી
  • ઘી – ૧ વાટકી
  • ઈલાયચી પાવડર – ૩ ચમચી
  • કાજું – ૮ થી ૧૦ નંગ

રીત :-

બીટને છાલ સાથે જ કૂકરમાં દસ મિનિટ બાફવા.ઠંડા થયા બાદ છાલ દૂર કરી મિક્સીમાં ક્રશ કરી માવો બનાવવો…

કડાઈમાં ગરમ કરી તેમાં બિટનો માવો બે મિનીટ સાતડવો… ત્યાર બાદ માવો ઉમેરી બે મિનિટ હલાવો….

ત્યારબાદ તેમાં છીણેલો ગોળ, મધ, સૂંઠ, ડ્રાયફ્રુટ ભૂકો, ઈલાયચી પાવડર નાખી હલાવી મિશ્રણ લચકા પડતું બનાવો.

મિશ્રણ ઠંડુ પડ્યા બાદ તેના લાડુ બનાવી ઉપર કાજુ મૂકવું.

તો તૈયાર છે એકદમ પ્રોટીન થી ભરપૂર …. બીટના લાડું

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *