બીટ નો હલવો – એક વાર બનાવશો આ હેલ્થી હલવો તો ક્યારેય નહિ ભુલાય એનો સ્વાદ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર એવો આ “બીટનો હલવો” બોઉં જ ટેસ્ટી અને ફાટફાટ બની જાય છે. કોઈ પણ સીઝનમાં બનાવી શકાય એવો આ હલવો તમે ફ્રિજમાં સાત દિવસ સુધી રાખી શકો છો. અને એ એની મજા માળી શકો છો. આ રીતે એકવાર બનાવશો તો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈને બોઉં જ ભાવશે એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ બીટ
  • ૧.૫ ટેબલ સ્પૂન ઘી
  • ૫૦૦ મીલીલીટર દૂધ
  • ૬ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧.૫ ટી સ્પૂન ઈલાયચી પાવડર
  • કિશમિશ
  • કાજુ
  • બદામ

રીત :


૧. બીટ ને છોલી ને છીણી લો.

૨. એક પેન માં ૧.૫ ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ને બીટ ને શેકી લો.

૩. ૧૦ મિનિટ જેવું બીટ શેકાય અને એની સુગંધ આવે એટલે એમાં દૂધ ઉમેરી દો.

૪. દૂધ સુકાવા માંડે એટલે એમાં સૂકો મેવો અને ઈલાયચી પાવડર ઉમેરી દો.

૫. હવે એમાં ખાંડ ઉમેરી ને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી શેકો અને પછી ગેસ બંધ કરી ને થોડી વાર રહેવા દો.
૬. હવે હલવો ગરમ કે ઠંડો કરી ને ઉપર થી સૂકા મેવા થી સજાવી ને સર્વ કરો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *