સ્પાઈસી બેસન પટ્ટી – આ સ્પાયસી બેસન પટ્ટીને 15 દિવસ સુધી એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરી શકાય છે.

સ્પાયસી બેસન પટ્ટી :

બેસનમાંથી અનેક પ્રકારની ફરસાણની કે નાસ્તા માટેની વાનાગીઓ બનાવવામાં આવતી હોય છે.

જેવાકે ગાંઠિયા, ફાફડા, તીખી જાડી કે નાયલોન સેવ કે પછી ભજિયા, ઢોકળા વગેરે વારંવાર ઘરના રસોડે ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવતા હોય છે. રેસ્ટોરંટમાં પણ આ બધું મળતું હોય છે. વણેલા ગાંઠિયા હાથથી બનાવવામાં આવતા હોય છે. બધા પ્રકારની સેવ ઘરે સંચામાં તેમેજ રેસ્ટોરંટમાં તેના સ્પે. મશીનમાં બનાવવામાં આવતી હોય છે. સંચામાં નીચે પટ્ટી બનાવવા માટેની પ્લેટ ફીટ કરીને ઓઇલમાં પટ્ટી પાડી ફ્રાય કરવામાં આવે છે.

આજે હું અહીં સ્પાયસી બેસન પટ્ટીની રેસિપિ આપી રહી છું. તેમાં રસોડામાંથી જ મળી રહેતા બધા મસાલા ઓ મિક્ષ કરીને હેલ્ધી અને સ્વાદીષ્ટ રેસિપિ બનાવી છે. આમાં સોડાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ રેસિપિ બનાવવામાં પણ ખૂબજ સરળ અને જલ્દી બની જાય તેવી છે. બળકોને નાસ્તા બોક્ષમાં પણ આપી શકાય છે. તેમજ સ્પાયસી હોવાથી બધા લોકોને નાસ્તામાં ખૂબજ ભાવશે.

આ સ્પાયસી બેસન પટ્ટીને 15 દિવસ સુધી એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરી શકાય છે. તેમજ તેમાંથી ટમેટા અને ઓનિયનની ગ્રેવી સાથે સરસ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ઉપરાંત તુરિયા, ગલકા, ગુવાર કે મેથીની ભાજી કે પાલકની ભાજીમાં તેના નાના પીસ કરી ઉમેરીને ઢોકળી જેવું શાક પણ બનાવી શકાય છે. આમ આ સ્પાયસી બેસન પટ્ટી નાસ્તા સિવાય પણ ઘણી ઉપયોગી છે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી સ્પાયસી બેસન પટ્ટી બનાવજો. શાક કે ભાજી બનાવવામાં પણ ઘણી ઉપયોગી થશે.

સ્પાયસી બેસન પટ્ટી બનાવવા માટેની સામગ્રી :

  • 3 ¼ કપ બેસન
  • ½ કપ ઓઇલ
  • 1 કપ પાણી

મસાલા ગ્રાઇંડ કરવા માટે:

  • ½ ટી સ્પુન અજમા
  • ½ ટી સ્પુન હીંગ
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ½ ટી સ્પુન સંચળ પાવડર
  • 1 ટી સ્પુન આમચુર પાવડર
  • ½ ટી સ્પુન મીઠું
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

સ્પાયસી બેસન પટ્ટી બનાવવાની રીત :

સૌ પ્રથમ ગ્રાઇંડરના જારમાં ½ ટી સ્પુન અજમા, ½ ટી સ્પુન હીંગ, ½ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર, ½ ટી સ્પુન સંચળ પાવડર, 1 ટી સ્પુન આમચુર પાવડર અને ½ ટી સ્પુન મીઠું લયો.(તમારા સ્વાદ મુજબ લઈ શકો છો.)

ત્યારબાદ બધું ગ્રાઇંડ કરી ફાઇન પાવડર બનાવો.

મસાલાનો પાવડર બની ગયા પછી તેને મેંદાની ચાળણી કે ગળણીથી ગાળી લ્યો. કેમેકે તેમાં અજમા અધકચરા રહી જતા હોય છે. જે સંચાની પટ્ટીમાં ભરાઇ જવાથી પટ્ટી બરાબર પડશે નહી, એટલે ગ્રાઇંડ કરેલો મસાલો ચાળી લેવો ખૂબ જરુરી છે.

હવે બેસનને પણ ચાળી લ્યો. તેમ કરવાથી સંચામાંથી પટ્ટી ઓઇલમાં સરસ સ્મુધલી પડશે અને સરસ ક્રંચી બનશે.

હવે ચાળીને તૈયાર કરેલો મસાલો અને ચાળેલું બેસન બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ એક ઉંડા વાસણમાં ½ કપ ઓઇલ અને 1 કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેને 2-3 મિનિટ બ્લેંડરથી બ્લેંડ કરો. પાણી અને ઓઇલ બ્લેંડ કરવાથી બનતું મિશ્રણ ફ્લફી અને વ્હાઇટ કલરનું થાય ત્યાં સુધી બ્લેંડ કરો. તેમ કરવાથી સ્પાયસી બેસન પટ્ટી સરસ ક્રંચી અને સોફટ બનશે.

મસાલા પાવડર મિક્ષ કરેલા બેસનમાં ધીરે ધીરે ઓઇલ અને પાણીનું આ વ્હાઇટ મિશ્રણ ઉમેરતા જઇને લોટ બાંધી લ્યો.

થોડો ઢીલો લોટ બંધાશે. તેને એકદમ ચમચાથી ફીણી લ્યો. બાંધેલા લોટનો કલર ચેન્જ થઇ થોડો ફ્લફી થઇ જાય ત્યાં સુધી ફીણો.

હવે સંચાને અને પટ્ટીવાળી પ્લેટ( પિક્ચરમાં બતાવી છે) ને ઓઇલથી ગ્રીસ કરી લ્યો. સંચાના ઢાંકણમાં હેંડલમાં નીચે લાગેલી પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરી લ્યો.

ત્યારબાદ બાંધેલા લોટને સંચામાં ભરી ઢાંકણ બંધ કરી દ્યો.

ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ સરસથી ગરમ કરી લ્યો. ઓઇલ ગરમ થઇ જાય પછી ફ્લૈમને મિડિયમ કરી લ્યો.

હવે સંચાનું હેંડલ ફેરવતા જઇ 1 ચક્કર પટ્ટીનુ પાડો. વધારે પટ્ટી પાડવાથી પટ્ટી ફ્રાય થતા ટાઇમ લાગશે અને થોડી ઢીલી રહેશે.

એકબાજુ બરાબર ફ્રાય થઇ સરસ ક્રંચી થઇ જાય એટલે પટ્ટીના રાઉંડને ફ્લીપ કરી લ્યો.

બીજી બાજુ પણ બરાબર ફ્રાય થઇને સરસ ક્રંચી થઇ જાય એટલે તેમાંથી ઓઇલ નિતારીને પ્લેટમાં ટ્રાંસ્ફર કરો.

10-12 મિનિટ ઠર્યા પછી તેમાં સરસ ક્રંચ આવશે.

તો હવે રેડી છે મલ્ટી પર્પઝ સ્પાયસી બેસન પટ્ટી જે નાસ્તા માટે ખૂબજ સ્વાદિષ્ટ લાગશે અને શાક ભાજી બનાવવા માટે પણ ખૂબજ ઉપયોગી.

તો તમે પણ તમારા રસોડે સ્પાયસી બેસન પટ્ટી ચોક્કસથી બનાવજો. અને સ્ટોર કરીને તેમાંથી સ્વાદિષ્ટ શાક ભાજી પણ બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *