ચીઝ બેસન સ્ટફ્ડ ટોસ્ટ – બાળકોને ચિલ્લા કે પુડલા ખાવા પસંદ નથી તો તેમને બનાવી આપો આ નવીન રીતે…

બેસન ચિલ્લા આપણે ગુજરાતી નાસ્તો છે, આ ચણા લોટ નો બને છે તેમાં વેજ નાખવા મા આવે છે આ વાનગી મા ઓછા ઓઈલ ઉપયોગ થાય છે આ ચટણી ઓર દહીં સાથે સર્વ કરવા મા આવે છે બાળકો ભાવે એટલે તેમાં ચીઝ સ્ટફ્ડ કરવા મા આવે છે જેથી બાળકો ખાવા ની મઝા આવે છે તમે આ રેસિપી ફ્રાય ભી કરી શકો છો આ ચીઝ જગ્યા એ પનીર, બટાકા સ્ટફ્ડ લઇ શકો છો

સામગ્રી

  • 1 કપ બેસન
  • 1/2 કપ રવો
  • 1/4કપ ચોખા લોટ
  • 1 ટોમેટો
  • 1 ઓનિઓન
  • 1 કેપસિકમ
  • 10 કળી લસણ
  • 1 સ્પૂન મરચું
  • 1/2 સ્પૂન હળદર
  • 1/2 કપ દહીં
  • 1 સ્પૂન ગરમ મસાલો
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન ખાંડ
  • 1 સ્પૂન કોથમીર
  • 1 કપ ચીઝ
  • 2 સ્પૂન ચાટ મસાલો
  • 6 બ્રેડ

રીત

સૌપ્રથમ એક તપેલી મા બેસન, રવો એન્ડ ચોખા નો લોટ દહીં નાખી મિક્સ કરો 20 મિનિટ માટે રેવા દો

હવે તેને અંદર ચોપ ઓનિઓન, ટોમેટો, લસણ એન્ડ ગાર્લિક નાખો

હવે તેમાં બધા મસાલા કરો હવે આ મિક્સર પ્રોપર મિક્સ કરો 5 મિનિટ માટે રવા દો

હવે બ્રેડ લો તેના પર મિક્સર પાથરો હવે એક પેન લો તેના પર ઓઈલ ઓર બટર લો હવે બ્રેડ તેના પર મુકો તેને 2 મિનિટ માટે કૂક થવા દો

હવે તેના ઉપર ચીઝ એન્ડ ચાટ મસાલો નાખો હવે તેના પર બેસન ખીરું પાથરો

હવે તેને પાછળ સાઈડ ફેરવો

હવે તેને કૂક થવા દો ચીઝ મસ્ત મેલ્ટ થઇ જશે

હવે બ્રેડ એન્ડ બેસન પ્રોપર સેકયી ગયું છે

હવે તેને સોસ એન્ડ ચટણી સાથે સર્વ કરો આમ ચોખા લોટ એન્ડ રવો લેવા થી આ રેસિપી ટેસ્ટી એન્ડ ક્રિસ્પી બને છે

આ તમે ડીપ ફ્રાય ભી કરી શકો છો અલગ સ્ટફ્ડ સાથે

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *