મીકી માઉસ પીઝા – બાળકોને ભાખરી ખવડાવવા માટેનો સૌથી સરળ અને ટેસ્ટી ઉપાય..

મીકી માઉસ પીઝા.

તમે બધા જ પ્રકારના પીતઝા ખાધા હશે પણ આવા નહીં ખાધા હોય…

બાળકોને સૌથી વધુ પીતઝા જ ભાવતાં હોય છે અને મમ્મીઓ ના પાડતી હોય છે પણ હવે શોભના શાહ લાવ્યા છે આ બન્નેને એક સાથે ગમે એવા પિત્ઝા.

ભાખરી પિત્ઝા….

સામગ્રી…

*  એક વાડકી ભાખરી નો લોટ.

*  3 ચમચી તેલ.

*  મીઠું.

*  અજમો.

*  ઓરેગાનો

*  ચીલીફ્લેકસ

*  સ્લાઈસ ચીઝ.

*  કેચઅપ

સૌ પ્રથમ આ બધું જ ભેગું કરીને કઠણ લોટ બાંધો.

હવે નાના નાના ગુલ્લા કરીને એક મોટું ગોળ અને બે નાના ગોળા વણી લો.

ધીમા તાપે શેકી લો.

હવે શેકેલી ભાખરી પર સ્લાઈસ ચીઝ લગાવો.

ત્યારબાદ એના પર સોસ લગાવો.

હવે ઓરેગાનો અને ચીલીફ્લેકસ ભભરાવો.

મીકી માઉસ ની જેમ સોસ લગાવી બાળકો ને કોલ્ડ ડ્રીંકસ સાથે સર્વ કરો.

અવશ્ય બાળકોને આ પિત્ઝા ખૂબ જ ભાવશે.

જરૂર જણાવજો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *