ભાખરીના પીઝા – સહેલાઇથી ઘરમાં જ મળી જતી સામગ્રીઓમાં થી અને ફટાફટ સરળ રીતે ઘરે બની જાય, તેવા ભાખરીના હેલ્થી પીઝા.

ભાખરીના પીઝા

કેમ છો દોસ્તો અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. બાળકોને ફેવરિટ પીઝા હોય છે. અત્યારે બધા બાળકો ઘરે છે, અને રેસ્ટોરન્ટ અને બધું જ બંધ છે. તો બાળકોને ઘરે ડિમાન્ડ હોય કે પિઝા ખાવા છે. ભાખરી તો સૌના ઘરમાં બનતી જ હોય છે. પણ આજે આપણે એનું કંઈક નવું વર્ઝન જોઈએ. તો સહેલાઇથી ઘરમાં જ મળી જતી સામગ્રીઓમાં થી અને ફટાફટ સરળ રીતે ઘરે બની જાય, તેવા ભાખરીના હેલ્થી પીઝા.

સામગ્રી

  • ૨ બાઉલ – લોટ
  • ૧૦ ચમચી – તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચી – હળદર પાવડર
  • ૨ ચમચી – મરચું પાવડર
  • ૧ ચમચી – ધાણાજીરું પાવડર
  • ૧ ચમચી – ગરમ મસાલો
  • ૧ નાની વાડકી – ટોમેટો સોસ
  • ૨ ઝીણી સમારેલી- ડુંગળી
  • ૧ ચમચી – આદુ-લસણની પેસ્ટ
  • ૪ ટામેટાની પ્યુરી
  • ૩ ચમચી ખાંડ
  • ૧/૨ ચમચી રાઈ
  • બે ચીઝ ક્યુબ

રીત

સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ, પાંચ ચમચી તેલ નાખો. અને મીઠું સ્વાદ અનુસાર નાખો. ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈ ભાખરી નો કઠણ લોટ બાંધી લો. ત્યારબાદ લોટને પાંચથી દસ મિનિટ રેસ્ટ આપો.

હવે પીઝા સોસ બનાવવા માટે એક કડાઈમાં ૫ ચમચી તેલ નાખી અને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખો. રાઇ ફૂટી જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરો.

ત્યારબાદ તેમાં બે ઝીણી સમારેલી ડુંગળી એડ કરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળો.

ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા , પછી તેમાં ચાર ટામેટાંની પ્યોરી એડ કરો.હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર, ૨ ચમચી મરચું પાઉડર , ૧ ચમચી ધાણાજીરું પાવડર, ૧ ચમચી ગરમ મસાલો ,૧ નાની વાડકી ટોમેટો સોસ ઉમેરો, અને ૪ ચમચી ખાંડ ઉમેરો.

ત્યારબાદ તેને૧૦ થી ૧૫ મિનિટ ઊકળવા દો,ઘટ્ટ થાય ત્યાં સુધી તેને થવા દો.

હવે ભાખરી ના લોટ માંથી નાના લુવા કરી લો. અને ગોળ ભાખરી વણી લો. ભાખરી વણી લીધા પછી તેની ઉપર ફોર્ક થી કાણા પાડી લો. હવે ભાખરીને નોન સ્ટીક પર કડક શેકી લો.

ત્યારબાદ ભાખરી સેકાઇ ગયા પછી તેના પર બનાવેલો પીઝા સોસ લગાવી દો. અને તેની ઉપર ચીઝ છીણી લો. તો તૈયાર છે આપણા હેલ્ધી ફટાફટ બની જાય એવા ભાખરીના પીઝા.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *