મેન્ગો ફ્લેવર ભાપા દહીં – દહીંમાંથી બનાવો આ સ્વાદિષ્ટ મિઠાઇ

આજે આપણે મેંગો ફ્લેવર્સ ભાપા દહી માંથી એક સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીશું. એકની એક મીઠાઈ બનાવી ને કંટાળી ગયા હોય તો અને ગેસ ની સામુ વધારે ઉભુ નઈ રહેવું પડે તેમાં ઘી કે તેલ નો ઉપયોગ નથી કરવાનો.જે ખૂબ જ ઠંડક આપે તેવી મીઠાઈ છે અને ટેસ્ટી બને છે આ બધા ને જ ઘર માં ભાવશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • પાકી કેરી
  • દહીં
  • કન્ડેન્સ મિલ્ક
  • ઘી

રીત

1- આ મીઠાઈ બનાવવા માં બહુ સહેલી તો છે જ પણ ખાવા માં પણ ટેસ્ટી છે તો ચાલો જોઈ લઈએ મેંગો ફ્લેવર્સ ભાપાં દહી ની રેસિપી.

2- હવે તેના માટે દોઢ કપ દહી લઈશું દહી જેટલું જાડું હશે એટલું વધારે સારું હવે તેને એક ગયણી માં કાઢી લઈશું.વધારા નું પાણી હોય તે નીકળી જાય અને દહી જે છે તે જાડું જ મળે, આપણે અહીંયા એક કેરી લઈશું.

3- તમે વીડિયોમાં જોઈ શકો છો કે દહી માંથી પાણી નીકળી ગયું છે અને દહી સરસ જાડું થઈ ગયું છે ત્યારબાદ અડધો કપ ક્ન્ડેન્સ મિલ્ક એડ કરીશું. આમાં ખાંડ નથી એડ કરવા નઈ તો તેમાં પાણી થઈ જશે.

4- હવે આપણે કેરી ને સાફ કરી છોલી ને તેને મિક્સર માં ક્રશ કરી લઈશું. હવે તે કેરી ની પ્યુરી એડ કરીશું અને તેને સતત હલાવતા રહીશું,આ સ્વીટ બનાવવી એકદમ ઈઝી છે.કોઈ વધારા નું કામ નથી ઉનાળા માં કંટાળો આવે ત્યારે આ રેસિપી ખૂબ જ સરળ બને છે.

5- આ બનાવવા માટે ગેસ ની સામે કોઈ વધારા નું કામ નથી કરવાનું, હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે એક કૂકર નો ડબ્બો લઈ લઈશું.

6- હવે ડબ્બા માં ઘી લગાવી લઈશું, તેમાં ઘી ઓછું લગાવવાનું છે નઈ તો પછી તેનો ટેસ્ટ આવવા લાગશે.હવે તે ડબ્બા માં આપણે મિશ્રણ એડ કરીશું, આને સ્ટીમ દહી પણ કહેવામાં આવે છે અને બંગાળી માં ભાપા દહી પણ કહેવામાં આવે છે.

7- હવે તેને એક તપેલા માં પાણી મૂકી સ્ટિમ કરવા મૂકી દઈશું,તેને વરાળે બાફવા નું છે દહી ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી તેમાં પાણી ના જાય. દહી બફાય એટલે એકદમ સરસ કઠણ થઈ જશે.

8- તમે અડધો કલાક પછી તેને જોશો તો તે સરસ સેટ થઇ ગયુ હશે.ઉપર થોડું પાણી આવી ગયું હોય તો તે નિતારી લેવાનું,હવે તેને થોડું ઠંડું થવા દઈશું.ત્યારબાદ તેને ફ્રીઝ માં એક રાત રહેવા દઈશું.તેને ફ્રીઝર માં નથી મૂકવાનું તેને એમનેમ ફ્રીઝ માં જ રાખવાનું છે.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક રાત ફ્રીઝ માં રાખ્યા પછી સરસ સેટ થઈ ગયું છે અને તેના પીસ પડે તેવું સરસ સેટ થઇ ગયું છે હવે એક ચપ્પુ ની મદદથી તેને સાઈડ માં તેને કટ કરી લઈશું.

10- હવે તેની ઉપર એક પ્લેટ મૂકી ત્યારબાદ તેને ઉંધી કરી અને તેને પલટાવી લઈશું.આની ઉપર તમે કેરી ના પિસિસ પણ મૂકી શકો છો તો પણ બહુ ટેસ્ટી લાગે છે તો આપણે જોઈએ કે આ કેવું બન્યું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.આ પરફેક્ટ જામી ગયું છે અને આનો ટેસ્ટ પણ સરસ આવે છે,અને તેને ઠંડુ ઠંડુ કેરી ના પીસિસ જોડે પીરસો કે પછી એમનેમ પણ પીરસો તો ખૂબ જ ટેસ્ટી લાગે છેતો આ ઉનાળા માં તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *