ભરેલાં ભીંડા – નાના મોટા દરેકના ઓલ ટાઈમ ફેવરિટ એવા ભીંડા બનાવો આ નવીન રીતે…

સામાન્ય રીતે ભીંડા ચોમાસાનાં પાછલા મહિનામાં એટલે કે ભાદરવો અને આસો મહિનામાં થતા હતા, પરંતુ કૃષિક્ષેત્રે થયેલી ક્રાંતિના પરિપાકરૂપે ભીંડા બારેમાસ વેચાતા જોવા મળે છે.

ભીંડાનું શાક રવૈયાંની જેમ ભરીને અને તેલમાં ચડાવીને એમ બંન્ને પ્રકારે ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે અને અરૂચિને દૂર કરે છે.

ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી આ ડાયાબિટીઝના રોગીઓ માટે ખૂબ લાભકારી છે.

ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે. તેમા રહેલ ચિકણો પદાર્થ પણ આપણા હાડકા માટે ખૂબ સારો હોય છે.

ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. જે અસ્થમાના લક્ષણને પાંગરતા રોકે છે. આ અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. આ ઉપરાંત ભીંડા ફેફ્સામાં સોજો અને ગળામાં ખરાશથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે.

આટલા બધાં ગુણો ભરેલાં ભીંડા નું શાક આજે જ બનાવો .તો ચાલો બતાવી દવ એની રીત .

સામગ્રી :

– 500 ગ્રામ ભીંડા

– 1 ચમચી મરચું પાવડર

– 2 ચમચી ઘણાં પાવડર

-1/2 ચમચી હળદર

– ચપટી હિંગ

– 1/2 ચમચી જીરું

– 1 ચમચી સીંગદાણા નો ભુકો

– 1 ચમચી ચણાનો લોટ

– સ્વાદ મુજબ મીઠું

– 1 ચમચી લસણ ની ચટણી

– 2 ચમચી દહીં

– 3 ચમચી તેલ

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ ભીંડા ને ધોઈ એને કોરા કરી કાપ પાડી કાપી લેવાં .

સ્ટેપ :2

ભીંડા નો મસાલો તૈયાર કરવા માટે:


એક ડીશ માં મરચું પાવડર ,ઘણાં પાવડર ,હિંગ ,ચણા નો લોટ ,હળદર ,લસણ ની ચટણી ,સિંગદાણાનો બુકો ,હિંગ અને મીઠું લઇ બરાબર મિક્ષ કરી મસાલો તૈયાર કરવું .

સ્ટેપ :3


હવે કાપા પડેલા ભીંડા માં મસાલો ભરી તૈયાર કરવા .ત્યારબાદ જે મોટાં ભીંડા હોય એને મસાલો ભરાઈ જાય પછી મીડીયમ સાયીઝ માં કાપી લેવા .

સ્ટેપ 4:

હવે એક કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરી .ભરેલા ભીંડા ઉમેરી ઢાંકણું ઢાંકી ચડવા દેવું .

સ્ટેપ :5

ભીંડા ચડી જાય પછી ઘોળેલું દહીં ઉમેરી .બરાબર મિક્ષ કરી . ગરમ ગરમ જુવાર ના રોટલા સાથે સર્વ કરવું .

નોંધ :

જો તમારે દહીં ને બદલે લીબું નો રસ પણ લઈ શકો છો .ભીંડા ને સ્લો ગેસ પર ચડવા દેવું .જો તમારે રસા વાળું શાક જોતું હોય તો તમે છાસ પણ લઇ શકો છો .અને તમારી જોડે લસણ ની ચટણી ના હોય તો પીસેલું લસણ લઇ શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *