ભરેલા કારેલાં – જો હજી પણ કારેલા તમે સાદા અને ડુંગળી ઉમેરીને જ બનાવો છો તો એકવાર આ શાક ખરેખર ટ્રાય કરવા જેવું છે…

“આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક”આ કહેવત તો યાદ છે ને ?? ચોમાસું હોય ને તમે કારેલા નું શાક ના બનાવો ?? તો આજેજ ઘરે બનાવો …

કારેલા આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઔષધીય ગુણધર્મોથી ભરેલા કારેલાના સેવનથી સ્વાસ્થય સારુ રહે છે.પરંતુ કડવા કારેલાનું નામ સાંભળતા જ લોકો દૂર ભાગે છે. પરંતુ હું તમારા માટે કારેલાની સ્વાદિષ્ટ વાનગી લઇને આવી છું . જો આ રીતે બનાવશો કારેલા તો નહીં લાગે કડવા..આજે બનાવીશું ભરેલા કારેલાં.. આ વાનગી ઝડપથી અને સહેલાઇથી બનાવી શકાય છે.

સામગ્રી :

– 4 નંગ – કારેલા

– 2 નંગ — બટેકા

– 1 નંગ – સમારેલી ડુંગળી

– 1 ચમચી – લસણની પેસ્ટ અથવા (લસણ ની ચટણી)

– 1 ચમચી — ગોળ

– 1 ચમચી – ઘાણાં પાઉડર

– 1/2 ચમચી – રાય

– 3 ચમચી – ચણાનો લોટ

– 1/2 ચમચી – લાલ મરચું

– 1/2 ચમચી – હળદર

– 1કપ – ટામેટા સમારેલાં

– સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત :

સ્ટેપ :1


સૌ પ્રથમ કારેલાને છોલીને તેને વચ્ચેથી ચીરા કરો. હવે કારેલા અને બટેકા મા મીઠું નાખીને કુકર માં 3-4 સીટી વગાડી બાફવા મૂકો.

સ્ટેપ :2

બફાય જાય તે બાદ તેને પાણી કાઢી બીયા કાઢી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાય ઉમેરો .તે બાદ તેમા ડુંગળી,ટામેટાં અને લસણને સાંતળી લો.

Step:3


હવે એક બોવેલ માં ચણાનો લોટ લઇ તેની અંદર 2 ચમચી ગરમ તેલ ઉમેરી ત્યારબાદ તેમા ધાણજીરૂ , લાલ મરચું, હળદર, મીઠુ અને ગોળ ઉમેરી દો.આ મસાલા ને બરાબર મિક્સ કરી બાફેલા કરેલા માં ભરી લેવું .

સ્ટેપ :4


હવે ધીમી આંચ પર ડુંગળી અને ટામેટા સાંતળાઈ જાય ત્યાં સુધી સાતંળો. હવે તેને ગેસ સ્લો કરી લો. હવે ચીરા કરેલા કારેલામાં આ મસાલો ભરો. તે બાદ આ કઢાઇ માં મસાલા થી ભરેલા કારેલાનેઅને બટેકા કડાઈ માં ઉમેરો . કારેલા બરાબર ફ્રાય થાય અને મસાલો બરાબર ચડી જાય તે બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ભરેલા કારેલા.. આ શાકને તમે રોટલીની સાથે સર્વ કરી શકો છો.

નોંધ :

તમે ટામેટા સાંતળવાને  બદલે ભરેલાં કરેલા ના મસાલા માં 1 ચમચી લીંબુ નો રસ પણ લઇ શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *