ભરેલા કારેલા – યુનિક રેસિપી થી બનશે કારેલા ઘર માં બધા ના મનપસંદ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને કડવા પણ નાં લાગે એવા આ કારેલા આ રીતે તમે ભરેલા કારેલાનું શાક બનાવશો તો ક્યારેય કડવા નહિ લાગે અને તમે નાના છોકરાવથી લઈને મોટા વડીલોને બધાને એક સરખા જ ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધું આવું શાક એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૭ નંગ નાની સાઈઝ ના કારેલા
  • ૧ મોટી ડુંગળી
  • ૧ ટેબલ સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
  • ૨ ટી સ્પૂન આખા ધાણા
  • ૧ ટી સ્પૂન આખું જીરું
  • ૨ ટી સ્પૂન વરિયાળી
  • ૪ થી ૫ આખા લાલ મરચા
  • ૧/૪ કપ ગાઠીયા કે સેવ
  • ૧.૫ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલા પાવડર
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૨.૫ ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. કારેલા ને ધોઈ ને છોલી લેવા. એની છાલ નો ઉપયોગ પછી કરવા નો હોવા થી સાચવી ને રાખવી.

૨. હવે કારેલા ને વચ્ચે થી કાપો પાડી ને ચમચી ની મદદ થી એનો ગર અને બીયા કાઢી લેવા.

૩. બધા કારેલા ને આ રીતે સાફ કરી ને મીઠું ચોપડી ને ૩૦ મિનિટ સુધી મૂકી દેવું. એની છાલ અને ગર માં પણ એ જ રીતે મીઠું ચોપડી દેવું.

૪. આ રીતે કારેલા અને ગર ને ૩૦ મિનિટ માટે રહેવા દેવું.

૫. હવે એની અંદર ભરવા ના મસાલા માટે એક પેન માં આખા ધાણા, આખું જીરું, વરિયાળી અને આખા લાલ મરચા ને ૨ મિનિટ શેકી લેવા.

૬. શેકેલા મસાલા ને મિક્સર જાર માં લઇ લેવા અને એમાં આમચૂર, લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર, ગાઠીયા, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી ને પીસી લેવું.

૭. કારેલા ને ૩૦ મિનિટ થાય એટલે પાણી થી ધોઈ ને હાથ થી સાફ કરી ને નીચવી લેવા. આ કારેલા ને વરાળે બાફવા માટે મૂકી દેવા. એક વાસણ માં પાણી લઇ ને ઉપર જાણી વાળી ડીશ મૂકી ને કારેલા ને ૧૦ મિનિટ માટે વરાળે બાફવા.

૮. આ જ રીતે છાલ અને ગર ને પણ ધોઈ ને નીચવી લેવા.

૯. હવે એક પેન માં ૧ ટેબલ સ્પૂન તેલ લઇ ને સમારેલી ડુંગળી ઉમેરવી. ૩ મિનિટ સંતળાય એટલે હળદર ઉમેરવી. અને પછી એમાં છાલ અને ગર ઉમેરી દેવા.

૧૦. ૩ મિનિટ જેવું સાંતળવું અને ચપટી મીઠું ઉમેરવું. મીઠું બધે ઉમેર્યું છે એટલે ઓછું જ ઉમેરવું. એક ટેબલ સ્પૂન પાણી ઉમેરવું જે થી કરી ને ચોંટે નહિ.

૧૧. હવે આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને વાટેલો મસાલો ઉમેરી દેવો. ઉપર થી ખાંડ ઉમેરી ને ૩ મિનિટ થાય એટલે મસાલો બીજા વાસણ માં કાઢી ને ઠંડો કરવા મૂકી દેવો.

૧૨. કારેલા ને પન ૧૦ મિનિટ બફાય જાય એટલે ઠંડા થવા દેવા.

૧૩. કારેલા માં મસાલો સરસ રીતે ભરી લેવો.

૧૪. હવે પેન માં ૧.૫ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી ને કારેલા એમાં ગોઠવી દેવા.

૧૫. કારેલા ને ઢાકી દેવા અને ૪ થી ૫ મિનિટ થાય એટલે હળવે હાથે ફેરવી દેવા.

૧૬. કારેલા ને ૧૨ મિનિટ સુધી આ રીતે બધી બાજુ ફેરવી ને ચઢવી લેવા.

૧૭ ગરમાગરમ કારેલા ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરવા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *