ભરેલાં પાકા કેળાનું શાક – કાચા કેળાનું સિમ્પલ શાક તો તમે બનાવતા જ હશો હવે બનાવો આ નવીન પાકા કેળાનું ભરેલું શાક..

ઉનાળો હોય કે શિયાળો હોય શાક ની તો હંમેશા માથાકૂટ હોય જ. શેનું શાક બનવું એ દર ગૃહિણી નો પ્રશ્ન હોય જ. ઘર માં અમુક શાક તો ખાતા જ ના હોય. તો આ તકલીફ ને તોહડી દૂર કરવા હું એક શા ની રેસીપી લઇ ને આવી છું. આજ થી તમારી લિસ્ટ માં આ એક શાક નું નામ પણ ઉમેરી દો એ છે ભરેલાં પાક કેળા નું શાક.

તમે કાચા કેળા નું શાક તો બનાવતા જ હશો. પણ અહીંયા હું ભરેલાં પાક કેળા નું શાક ની રેસીપી બતાવી રહી છું. આ શાક થોડું સ્વીટ હોય છે કેમકે પાકા કેળા માંથી બનાવ્યું છે એટલે. પણ આ શાક લાગે છે બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી. એક વાર તો જરૂર થી બનાવજો અને ટેસ્ટ કરજો આ ભરેલાં પાક કેળા નું શાક. બની પણ ફટાફટ ૨ મિનિટ માં જાય છે. તો ફટાફટ જાણી લો ભરેલાં પાકા કેળા નું શાક બનાવની રીત.

સામગ્રી :

– 3 નંગ પાકા કેળાં

– 1 નંગ મરચું

– 1/4 ટી.સ્પૂન હળદર

– 1 ટે.સ્પૂન લાલ મરચું

– 3 ટે.સ્પૂન ધાણાજીરૂ

– મીઠુ સ્વાદ મુજબ

– 4 ટે.સ્પૂન તેલ

– 1 ચમચો રાય અને જીરું

– 1/2 ચમચી ખાંડ

– 1/2 ચમચી આમચૂર પાવડર

રીત :

(1)કેળાં ને સરખા ધોઈ છાલ સાથે જ 3 ટુકડા કરવા. વચ્ચે એક કાપો મૂકવો.હવે એક ડીશ માં મસાલા તૈયાર કરવાં .આ મસાલા મિક્સ કરી કેળાં માં મિક્સ કરેલો મસાલો ભરી લેવો.

(2)કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે રાય ,જીરું અને કાપેલું મરચું ઉમેરી તતડે એટલે ભરેલા કેળાં મૂકી ઉપરથી વધેલો મસાલો છાંટી લેવો. એક થી બે ચમચી જેટલું પાણી છાંટી ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દેવું.

(3)4-5મિનિટ પછી હળવે હાથે કેળાં ફેરવી લેવા. ઢાંકણ વગર જ થોડી વાર શાક થવા દેવું. 5 જ મિનિટમાં શાક તૈયાર થઈ જશે.


ગરમાગરમ શાક રોટલી અથવા બાજરી ના રોટલા સાથે પીરસવું .

નોંધ :

– તમે આમચૂર પાવડર ને બદલે લીંબુ નો રસ નો ઉપયોગ કરી શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *