ભરેલા રીંગણ નું સૂકું શાક – રસાવાળું શાક તો તમે બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ટેસ્ટી શાક..

ભરેલા રીંગણ નું સૂકું શાક

સામગ્રી :

 • ૬ રીંગણ નાની સાઈઝ ના
 • ૧ કપ શીંગ નો ભૂકો
 • ૧/૨ કપ – સૂકું ટોપરા નું છીણ
 • ૨ ચમચી બેસન – શેકેલો
 • ૧ ચમચી આમચૂર પાઉડર
 • ૨ ડુંગળી જીણી સમારેલી
 • ૧/૨ કપ – ગોળ સમારેલો
 • સ્વાદ મુજબ મીઠું
 • ૧ ચમચી લાલ મરચું પાઉડર
 • ૧ ચમચી ધાણાજીરું
 • ૧/૨ ચમચી ગરમ મસાલો
 • ૧ ચમચી તેલ
 • અડધી ચમચી – રાય
 • અડધી ચમચી જીરું
 • ૧/૪ ચમચી હિંગ
 • ૩ ચમચી તેલ
 • ૧ બાદીયુ
 • ૧/૪ ચમચી હળદર

સૌ થી પેલા રીંગણ ને મસાલો ભરી શકાય તે રીતે કટ કરી લો , અને પાણી માં રાખી દેવાના છે. હવે મસાલો બનાવી લઈએ.

મસાલો બનાવવા માટે એક બાઉલ માં ૧ કપ શીંગનો ભૂકો લઇ લો ,૧/૨ કપ સૂકા કોપરા નું છીણ , ૧/૨ ચમચી બેસન શેકેલો , આમચૂર પાઉડર, ડુંગળી જીણી સમારેલી , ૧/૨ કપ ગોળ સમારેલો , મીઠું સ્વાદ મુજબ , ૧ ચમચી લાલ મરચું પાઉડર , ૧ ચમચી ધાણાજીરું , ૧/૨ ચમચી ગરમ મસાલો આટલા મસાલા નાખી અને મિક્સ કરી લેવાનું છે હાથે થી.

બધા મસાલા મિક્સ થઇ જાય એટલે થોડો મસાલો એક બાઉલ માં અલગ લઇ લો , પછી થી તેનો ઉપયોગ કરીશું. હવે ૧ ચમચી તેલ મસાલા માં નાખી અને મિક્સ કરીલો.

હવે કટ કરી ને રાખેલા રીંગણ માં તૂટે નઈ રીંગણ તે રીતે મસાલો ભરતો જવાનો છે. આ રીતે તેલ નાખી અને મસાલો રીંગણ માં ભરવા થી શાક બનતી વખતે મસાલો બાર નઈ નીકળી જાય અંદર જ રેસે રીંગણ ની જેથી રીંગણ ખાવા માં સારા લાગશે . આ રીતે બધા રીંગણ ભરી લેવાના છે.

હવે નોનસ્ટિક કે જાડા તળિયા વાળા વાસણ માં ૩ ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે અડધી ચમચી – રાય નાખી દો , અડધી ચમચી જીરું નાખી દેવાનું છે, બંને વસ્તુ ફૂટે એટલે ૧/૪ ચમચી હિંગ નાખી દો , ૧ બાદીયુ , ૧/૪ ચમચી હળદર નાખી દો , ગેસ ધીમો રાખવાનો છે , હવે ભરેલા રીંગણ એક પછી એક મૂકી દો,

૨ મિનિટ જેવું ફેરવી અને તેલ માં શેકવા દેવાના છે રીંગણ ને,

હવે ઢાંકી દઈ અને ઉપર પાણી નાખી દો અને ધીમા ગેસ પર રીંગણ ને ચડવા દેવાના છે, આ રીતે ઉપર પાણી નાખી પાણી ની વરાળ થી જ રીંગણ કૂક થશે. આ રીતે ૭-૮ મિનિટ કે પછી જ્યાં સુધી રીંગણ બરાબર ચડી ન જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. વચ્ચે વચ્ચે સાઈડ ફેરવી દેવાની છે રીંગણ ની. આ રીતે તેલ માં જ રીંગણ ને ચડવા દેવા થી શાક નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે.

હવે રીંગણ સરસ ચડી ગયા છે તેમાં જે મસાલો રીંગણ ભરતા વધ્યો છે તે નાખી દેવાનો છે , પછી ઉપર થી જે કોરો મસાલો અલગ કાઢ્યો હતો તે નાખી દેવાનો છે. આ રીતે તેલ વગર નો કોરો મસાલો સાથે નાખવા થી તેલ નું પ્રમાણ બેલેન્સ થઇ જશે અને શાક ડ્રાય બનશે.

જો તમારે આ જ શાક રસાવાળું બનાવવું હોય તો જેટલો રસો કરવો હોય તે પ્રમાણે ગરમ પાણી નાખી ૧ મિનિટ જેવું ઢાંકી અને શાક ને રેવા દેવાનું. આપણે ડ્રાય જ બનાવી રહ્યા છીએ તો હવે એમનમ જ ઢાંકી અને એકાદ મિનિટ જેટલું ધીમા ગેસ પર રેવા દેવાનું છે.

હવે એકદમ રેડી છે આપણું ડ્રાય બેંગન મસાલા , રીંગણ પણ એકદમ સરસ ચડી ગયું છે. હવે ગેસ બંધ કરી દો અને એક પ્લેટ માં નીકાળી લેવાનું છે , રોટલી કે પરાઠા સાથે સર્વ કરો , આ શાક તમે ટિફિન માં પણ પેક કરી આપી શકો છો. ખુબ જ ટેસ્ટી લાગે છે આ શાક એક વાર આ રીતે ચોક્કસ થી બનાવજો.

રેસિપી વિડિઓ :રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *