ભરેલા રીંગણ કૂકરમાં – યુનિક રેસિપી થી બનાવો એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભરેલા રીંગણ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે કૂકરમાં ભરેલા રીંગણ બટાકાનું શાક બનાવાની એક યુનિક રેસિપી આ શાક જોવામાં જેટલું ચટાકેદાર લાગે છે. ખાવામાં એનાથી પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બોઉં જ જલ્દી બની જતું આ શાક છેક સુધી જોવાનું ના ભૂલતા. એકવાર ઘરે આ રીતે બનાવશો તો ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે અને વખાણ કરતા નહિ થાકે એટલું મસ્ત મજેદાર તૈયાર થશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટના જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૪૦૦ ગ્રામ રવૈયા
  • ૪ નાની સાઈઝ ના બટેટા

મસાલો ભરવા માટે –

  • ૨ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  • ૧/૪ કપ શેકેલા શીંગદાણા નો ભૂકો
  • ૧/૩ કપ વટાણા અધકચરા વાટેલા
  • આદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૧.૫ ટી સ્પૂન મીઠું
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૪ કપ કોથમીર
  • ૨ ટેબલ સ્પૂન કસૂરી મેથી કે તાજી મેથી
  • ૧ ટેબલ સ્પૂન
  • ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૨ ટી સ્પૂન તલ
  • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો

કૂકર માં વઘાર માટે –

  • વઘાર માટે તેલ
  • ૧.૫ ટી સ્પૂન રાઈ
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર

ઉપર થી રેડવા ના વઘાર માટે –

  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટેબલ સ્પૂન જીણું સમારેલું લસણ
  • ૧ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૧/૪ ટી સ્પૂન મીઠું

રીત :

૧. ભરવા ના મસાલા માં આપેલી બધી જ સામગ્રી એક બાઉલ માં મિક્સ કરી લેવી.

૨. આ મસાલો રીંગણ અને બટેટા માં ભરી દેવો.

૩. હવે કૂકર માં તેલ મૂકી ને એમાં રાઈ ઉમેરો.

૪. રાઈ તતડે એટલે હિંગ અને હળદર ઉમેરવી.

૫. હવે રીંગણ અને બટેટા એક એક કરી ઉમેરી દો.

૬. એક વાર હળવે હાથે હલાવી ને બચેલો મસાલો ઉપર ભભરાવો અને હલાવ્યા વગર ૧ કપ પાણી ઉમેરી દો.

૭. કૂકર ને ઢાકી ને ૧ સીટી વાગે એટલે ધીમા તાપે ૨ મિનિટ ચઢવા દો અને પછી ગેસ બંધ કરી દો.

૮. કૂકર ઠંડુ પડે એટલે ખોલી દો.

૯. ૨ મિનિટ હલાવી ને સર્વિંગ પ્લેટ માં કાઢી લો.

૧૦. હવે ઉપર થી વઘાર રેડવા માટે એક વઘાર્યાં માં તેલ લઇ ને એમાં લસણ ઉમેરવું.

૧૧. લસણ નો રંગ બદલાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચું અને ૩ ચમચી પાણી ઉમેરવું.

૧૨. હવે ચપટી મીઠું ઉમેરી ને વઘાર ને ઉકાળી લેવું અને આ વઘાર ને શાક પર રેડી દેવું.

૧૩. ઉપર થી કોથમીર ભભરાવી ને ગરમાગરમ સર્વ કરો રોટલી કે પરાઠા સાથે.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *