ભરેલા રીંગણનું નવીન શાક – આજની વિડિઓ રેસિપીમાં શીખો અલ્કાબેનની સ્પેશિયલ રેસિપી…

મિત્રો, આપણે ભરેલ રીંગણનું શાક અવારનવાર બનાવતા હોઈએ છીએ. ઘરમાં મહેમાન આવે ત્યારે લગભગ ભરેલ રિંગનું શાક બનાવવાનું સૌની પ્રથમ પસંદગી હોય છે. તો આજે હું ભરેલ રીંગણની એક નવીન રેસિપી શેર કરું છું જેમાં આપણે અલગ રીતે સ્ટફિંગનો મસાલો તૈયાર કરીશું જે ખુબ જ ટેસ્ટી બને છે અને તમને એક નવી વિવિધતા પણ મળશે તો જોઈએ ભરેલ રીંગણનું શાક બનાવવાની રેસિપી.

સામગ્રી :

  • 250 ગ્રામ નાના રીંગણ
  • 1/2 કપ બારીક ચોપ કરેલી ડુંગળી
  • 1/4 કપ બારીક ચોપ કરેલા ટમેટા
  • 1/2 કપ બેસન
  • 1/4 કપ કોથમીર
  • 2 ટેબલ સ્પૂન શીંગદાણાનો ભૂકો
  • 1 ટેબલ સ્પૂન ખાંડ પાઉડર
  • 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
  • 1& 1/2 ટેબલ સ્પૂન લસણ,આદુ,અને મરચાની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂન કાશમીરી મરચા પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • 1/4 ટેબલ સ્પૂન રાય
  • 1/4 ટેબલ સ્પૂન જીરું
  • ચપટી હળદર પાઉડર
  • મીઠા લીમડાના પાન
  • 4 ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ મુજબ

રીત :

1) ભરેલા રીંગણનો મસાલો બનાવવા માટે પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો.તેલ ગરમ થતા જ તેમાં 1&1/2 ટેબલ સ્પૂન આદુ,લસણ અને મરચાની પેસ્ટ એડ કરો.તેને ધીમે તાપે 30 સેકન્ડ માટે ચડવા દો.મેં અહીંયા પેસ્ટ બનાવવા માટે 4-5 લસણની કળી ,કટકો આદુ,અને એક લાલ મરચું લીધું છે.

2) ત્રીસેક સેકન્ડ પછી તેમાં 1/2 કપ બારીક ચોપ કરેલી ડુંગળી ઉમેરો. ડુંગળીની સાથે 1/4 ટેબલ સ્પૂન મીઠું એડ કરો. ડુંગળી હળવી ટ્રાન્સ્પરેન્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

3) હવે તેમાં 1/2 કપ બેસન એડ કરો. બેસનને સારી રીતે મિક્સ કરી ધીમે તાપે ચડવા દો. બેસનને ડુંગળી સાથે થોડીવાર ચડવા દેવાનો છે. મિક્સ કરતા રહેવું જેથી બેસનમાં લામ્સ ના રહે.

4) 4-5 મિનીટસ માં લોટ સારી રીતે શેકાય જાય છે. લોટ શેકાય જાય એટલે સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.હવે ગેસની સ્ટવ ઓફ કરી દો અને લોટને થોડો ઠંડો પડવા દો.

5) લોટ થોડો ઠંડો પડે એટલે તેમાં 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું ,1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ,ચપટી હિંગ ,ચપટી હળદર ,1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો,2 ટેબલ સ્પૂન શીંગદાણાનો ભૂકો,1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ,1 ટેબલ સ્પૂન લીંબુનો રસ અને 1/4 કપ બારીક સમારેલા કોથમીર એડ કરી સારી રીતે મિક્સ કરી લો.તો તૈયાર છે આ રીંગણ ભરવાનો મસાલો.

6) હવે રીંગણમાં ક્રોસમાં કાપા મૂકી દો. કાપા મૂકી રીંગણને અંદરથી ચેક કરી લેવા, ઘણીવાર બહારથી સારા દેખાતા રીંગણ અંદરથી ખરાબ હોય છે. રીંગણમાં કાપા પડી તેમાં તૈયાર કરેલો મસાલો પ્રેસ કરીને ભરી દો.રીંગણ ભરતા થોડોક મસાલો બચાવાનો જેનો ગ્રેવી બનાવવા માટે તેનો ઉપયોગ કરવો.

7) હવે સીઝનિંગ માટે કૂકરમાં 2 ટેબલ સ્પૂન તેલ લો. તેલ ગરમ થતા જ તેમાં રાય-જીરું એડ કરો.

8) રાય -દાણા ક્રેક થઇ જાય અને જીરું જરા બ્રાઉનીશ થતા જ મીઠી લીમડીના પાન ઉમેરો.સાથે જ બારીક કાપેલા ટમેટા નાખી,ઢાંકણ ઢાંકી ચડવા દો.

9) ટમેટા થોડા સોફટ પડતા જ તેમાં બચાવેલો મસાલો અને લીલું લસણ ઉમેરી મિક્સ કરો.

10) હવે તેમાં એક કપ પાણી ઉમેરો.ત્યાર બાદ તેમાં 1/2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરો,જે ઓપ્સનલ છે.પણ તેનાથી શાકમાં તીખાશ ઓછી આવે અને શાકનો કલર સરસ લાલ આવશે.

11) ઉમેરેલું પાણી ઉકળવા લાગે એટલે તેમાં ભરેલા રીંગણ મૂકી દો.અને ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી દો. બે સિટીમાં તો રીંગણ સરસ ચડી જાય છે. અહીંયા રીંગણ વધારે બફાઈ ના જાય એ વાત નું ખાસ દયાન રાખવાનું છે.

12) તો અહીંયા ભરેલ રીંગણનું શાક સર્વિગ માટે તૈયાર છે.જેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.આ શાકને રોટલી,રોટલા પુરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય.પરંતુ રોટલા સાથે ખાવાની મજા જ કંઈ અલગ હોય છે.

તો મિત્રો મેં થોડી અલગ રીતે આ શાક બનાવ્યુ છે. તમે એકવાર ચોક્કસ બનાવજો.એવું તો ટેસ્ટી બને છે કે બધા આંગળા ચાટવા મજબુર થઇ જશે.મિત્રો, બનાવતા પહેલા એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી શાક બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *