ભરેલાં રોટલાં – હવે જયારે પણ કાઠિયાવાડી વાનગી બનાવો તો સાથે સાદો બાજરીનો રોટલો નહિ આ ભરેલા રોટલા બનાવજો..

આજે હું તમારી સમક્ષ ભરેલાં રોટલાં ની વાનગી લઇ ને આવી છું .જે ખાવા માં ખુબ સરસ લાગે છે .આમતો આપડે શિયાળા માં રોટલાં તો બનાવીયે છે .પણ આજે રોટલાં નું નવું version લાવી છું ..

ઘણી વાર આપડે આલુ પરાઠા ,પનીર પરાઠાં ,ગાર્લિક પરાઠાં બનાવીયે છે પણ રોટલાં મા સ્ટુફીન્ગ ભરી અને બનાવી ને ખાવાની મઝાજ જ અલગ છે .

સામગ્રી :

– 1/2 કપ ઘઉં નો લોટ

-1/2 કપ બાજરા નો લોટ

– ૧/૪ કપ લસણ ( લીલું લસણ હોય તો એ લેવું )

– ૧/૪ કપ સિંગદાણાનો ભુકો

– ૧/૪ ચમચી હળદર

– ૧” છીણેલું આદુ

– ૧/૨ ચમચી વાટેલા લીલા મરચા (સુધારેલા પણ ચાલે )

– ૧/૪ ચમચી લાલ મરચાં ની ભૂકી

– સ્વાદ મુજબ મીઠું

– ૧ ચમચી મરચું પાવડર

– ૧ ચમચી તેલ

– ૧/૪ ચમચી ધાણા પાવડર

– ૧ ચમચી ઘી

રીત :

સ્ટેપ :1


એક વાસણ માં ઘઉં અને બાજરા નો લોટ લો. તેમાં હળદર, મીઠું, મરચું ,ધાણા પાવડર ઉમેરો. અને ત્યારબાદ તેલ નું મોણ ઉમેરો .અને પાણી થી લોટ બાંધવો.અને થોડો મસળો .મસળાય જાય અને પછી લુવા વાળો .

સ્ટેપ :2

પુરણ માટે એક પ્લેટ માં વાટેલા મરચા, લાલ મરચું, સમારેલા લીલા કાંદા, સમારેલું લસણ, કોથમીર ,સિંગદાણાનો ભુકો ઉમેરી ને ઉપર થી 1-2 ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટફિન્ગ તૈયાર કરવું .

સ્ટેપ :3

લોટ ના લુઆ કરી લો. એક રોટલો વણો તેની ઉપર આ પુરણ નો મસાલો પાથરો અને લુવો વાળી રોટલો વણી ને તૈયાર કરવું . કિનારી ઓ દબાવી ને બંધ કરી લો.ધીમા તાપે ૨-૩ મિનિટ એક બાજુ માટી ની તાવી પર શેકી લો. બંને બાજુ ધીમા તાપે બરાબર શેકી લો. શેકેલા રોટલાં ઉપર ઘી અથવા માખણ લગાવી .મરચા અથવા કાંદા ,લસણ ની ચટણી ,દહીં સાથે પીરસો.

નોંધ :

– તમારે રોટલા માટી ની તાવી પર શેકવા ના હોય તો લોઢી ઉપર ઘી થી પરાઠાં ની જેમ પર શેકી શકો છો .

– તમે સ્ટફિન્ગ માં ભરેલો મસાલો પીસી ને પણ લઇ શકો છો અથવા જીણું સમારેલું પણ લઇ શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *