ભરેલા ફ્રાય કારેલા – બટેટાનું શાક :
વરસાદી સીઝનમાં ખુબજ સરસ લીલા કારેલા માર્કેટમાં આવવા લાગે. આ કારેલામાંથી ગૃહિણીઓ અનેક અલગઅલગ પ્રકારના કારેલાના શાક બનાવે. પહેલા તો કડવા કારેલામાંથી કડવાશ કાઢવાની પ્રોસેસ કરવી પડે, ત્યારબાદ તેનું શાક બાનાવવામાં આવતું હોય છે. આ માટે કારલાને પ્રથમ છાલ કાઢી, બી કાઢી, સમારી, ધોઈને તેમાં સોલ્ટ ઉમેરીને મિક્ષ કરવામાં આવે છે. ૧/૨ કલાક જેવું રાખી ફરી ધોઈને ફરી સોલ્ટ કે સાથે ગોળ ઉમેરીને પણ બાફવામાં આવતા હોય છે. એટલે કડવાશ ઓછી થઈ જાય.
આમ કરવા જતા ભરવા માટે કારેલા સોફ્ટ થઈ જતા હોય છે. મસાલો ભરતા તૂટી જાય છે. તેથી બાફવાને બદલે આ કારેલાને મીઠામાં રાખવાની પ્રોસેસ બાદ ધોઈને કોરા કરી લેવા અને બાફ્યા વગર જ તેને ફ્રાય કરી લેવાથી પણ તેની કડવાશ ઓછી થઇ જાય છે અને કારેલા તૂટતા નથી. તો આજે હું આપ સૌ માટે આ રીતથી ભરેલા કારેલા બટેટાનાં શાકની સ્પાયસી અને ટેસ્ટી રેસીપી આપી રહી છું. તો તમે પણ આ વરસાદી માહોલમાં મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો.
ભરેલા ફ્રાય કારેલા – બટેટાનું શાક :
- ૯-૧૦ નાના કુણા લીલા કારેલા
- ૧ ટીસ્પુન સોલ્ટ
*સૌ પ્રથમ કારેલાની છાલ કાઢી તેના ટુકડા કરી તેમાંથી તેના બી કાઢી લ્યો. ત્યારબાદ તેને ૨-૩ વાર પાણીથી ધોઈ લ્યો. એક બાઉલમાં મૂકી તેમાં ૧ ૧/૨ ટીસ્પુન સોલ્ટ ઉમેરી મિક્ષ કરીને ૧/૨ કલાક સુધી ઢાકી રાખો. ત્યારબાદ તેને ધોઈને કપડાથી કોરા લ્યો. હવે પેનમાં ઓઈલ મૂકી મીડીયમ ફ્લેઈમ પર કુક થઇ જાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો
. ઓઈલ નીતારી એક પ્લેટમાં કાઢી લ્યો.
- ફ્રાય કરવા માટે ઓઈલ – જરૂર મુજબ
- ૪ – ૫ ટેબલ સ્પુન ઓઈલ વઘાર માટે
- ૧/૨ ટીસ્પુન રાઈ
- ૧/૨ ટીસ્પુન આખું જીરું
- ૭-૮ મીઠા લીમડાના પાન
- ૨ બારીક સમારેલી મીડીયમ સાઈઝની ઓનિયન
- ૩ નાના બટેટાની થોડી જાડી ચિપ્સ
- ૧ ટી સ્પુન સુગર
- ૨ ટેબલ સ્પુન વ્હાઈટ તલ
- ૧/૪ કપ સુકા કોપરાનું ખમણ
- ૧ ખમણેલું મોટું ટમેટું
- ૧ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
- ફ્રાય કરેલા કારેલા
- ૩ ટેબલ સ્પુન ધાણા જીરું
- ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું
- ૩/૪ ટી સ્પુન હળદર પાવડર
- ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
- ૨ ટેબલ સ્પુન ગોળ
- થોડા સુકી મેથીના પાન
- ૨ ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ
- ૩ ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
- ૧/૨ કપ આંમલીનું પાણી
- સોલ્ટ જરૂર મુજબ
- ૩ ટેબલ સ્પુન કોથમરી
ભરેલા ફ્રાય કારેલા – બટેટાનું શાક :
એક પેનમાં ૪-૫ ટેબલસ્પુન ઓઈલ મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો. ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટીસ્પુન રાઈ, ૧/૨ ટીસ્પુન આખું જીરું અને ૭-૮ મીઠા લીમડાના પાન ઉમેરો. સંતળાઈ જાય એટલે તેમાં ૨ બારીક સમારેલી મીડીયમ સાઈઝની ઓનિયન ઉમેરો. અધકચરી કુક થાય એટલે તેમાં બટેટાની ચિપ્સ ઉમરી મિક્ષ કરો. હવે તેમાં ૧ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી ઢાકીને ચિપ્સ થોડી કુક થઇ જાય ત્યાં સુધી કુક કરો. ત્યાર બાદ ઢાકણ ખોલી તેમાં ૨ ટેબલ સ્પુન તલ અને ૧/૪ કપ સુકા કોપરાનું ખમણ ઉમેરી મિક્ષ કરી લ્યો.
ઢાકીને ૨ મિનીટ કુક કરો, ત્યાર બાદ ઢાકણ ખોલીને તેમાં ૧ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી જરા સંતાળવા દ્યો. હવે તેમાં ૧ ખમણેલું મોટું ટમેટું ઉમેરી મિક્ષ કરો. ૧-૨ મિનીટ કુક કરો જેથી ટામેટાની કચાશ દૂર થઇ જાય.
ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા કારેલા ઉમેરી મિક્ષ કરો. ૧/૨ કપ પાણી ઉમેરી તેને પણ ઢાંકીને ૨ મિનીટ કુક કરો જેથી સરસ સ્મુધ થઇ જાય.
હવે ઢાંકણ ખોલી એકવાર મિક્ષ કરી તેમાં ૩ ટેબલ સ્પુન ધાણા જીરું, ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું, ૩/૪ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.
હવે તેમાં ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પુન ગોળ અને થોડા સુકી મેથીના પાન ઉમેરી મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ તેમાં ૨ ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ અને ૩ ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્ષ કરી લ્યો.
હવે તેમાં ૧/૨ કપ આમલીનું પાણી ઉમેરી મિક્ષ કરો. અને જરૂર મુજબ સોલ્ટ ઉમેરી બધો મસાલો સરસ મિક્ષ કરતા જઈ કારેલાના પીસમાં એ મસાલો ચમચા વડે સ્ટફ કરતા જવો.
જેથી કારેલાના પીસમાં મસાલો ભરાઈ જશે. (કેમકે આપણે પહેલા અલગથી કારેલામાં મસાલો ભર્યો નથી). હવે ફરી એક વાર ઢાંકણ ઢાકી ૧ મિનીટ કુક કરી લ્યો, જેથી બધા મસાલા સરસ રીતે શાકમાં ભળી જાય. ઢાંકણ ખોલી ફ્લેઈમ બંધ કરી તેમાં કોથમરી સ્પ્રીન્કલ કરી લ્યો.
તો હવે હેલ્ધી, ટેસ્ટી અને ચટપટુ ગરમા ગરમ ભરેલા ફ્રાય કરેલા અને બટાટાની ચિપ્સનું શાક સર્વ કરવા માટે રેડી છે…. જે બાળકોથી માંડીને મોટા સુધીના બધા લોકોને ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ ફૂલકા રોટલી સાથે ખુબજ સ્વાદીષ્ટ લાગશે.
તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી તમારા રસોડે પણ આ જ સીઝનમાં બનાવજો.
રસોઈની રાણી : શોભના વણપરિયા
અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.