ભરેલા ટીંડોળા નું શાક – લગ્નપ્રસંગમાં બનતા ભરેલા ટીંડોળાનું શાક…

આજે આપણે લગ્ન પ્રસંગ માં બનતા ભરેલા ટીંડોળા નું શાક બનાવવાની રેસીપી જોઈશું.જે તમે આ ઘરે પણ બનાવી શકો છો.જો તમારે આવું જ શાક બનાવવું હોય તો આ વીડિયો ને અંત સુધી જોજો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ટીંડોળા
  • તેલ
  • જીરું
  • રાઈ
  • હીંગ
  • મીઠા લીમડાના પાન
  • આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું
  • સીંગદાણા
  • તલ
  • કોપરા નું છીણ
  • ગાઠીયા
  • ધાણાજીરું પાવડર
  • હળદર
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ગરમ મસાલો
  • શેકેલું જીરું પાવડર
  • દળેલી ખાંડ
  • લીલા ધાણા
  • લીંબુ નો રસ

રીત

1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ ટીંડોળા લઈ લઈશું.અને ટીડોળા જાડા લેવાના છે.અને તેને ચાર કટ આપી દઈશું.જો તમે પાતળા કટ આપશો તો તે સંકોચાય જશે.એટલે થોડી જાડી ચિરી રાખીશું.

2- આપણે આ રીતે કટ કરવાથી એવું લાગશે કે ભરેલા ટીંડોળા નું શાક ખાતા હોય તેવું લાગશે. અને આ એકદમ ઝડપથી બની જાય છે.હવે આપણે વઘાર કરી લઈશું.એક પેન માં ત્રણ ચમચી તેલ લઈ લઈશું.

3- આ શાક માં તેલ નું પ્રમાણ થોડું વધારે હોય છે હવે એક નાની ચમચી રાઈ નાખીશું.અને એક નાની ચમચી જીરું નાખીશું.હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું.અને મીઠા લીમડાના પાન નાખીશું.હવે વઘાર ને બરાબર સાંતળી લઈશું.

4- હવે એક મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ નાખીશું.તમે લસણ ખાતા હોય તો તે પણ તમે નાખી શકો છો.હવે આને અડધી મિનીટ માટે સાંતળી લઈશું.હવે જે સમારી ને રાખ્યા હતા તે ટીડોળા એડ કરીશું.હવે આને સરસ મિક્સ કરી લઈશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

5- હવે મીઠું મિક્સ કરી ને ધીમા ગેસ પર તેને શેકાવા દઈશું.લગભગ દસ થી બાર મિનિટ ધીમા ગેસ પર શેકાવા દઈશું.હવે ટીંડોળા શેકાય છે ત્યાં સુધી એક સરસ ટેસ્ટી મસાલો બનાવી લઈશું.હવે એક મિક્સર જાર લઈ લઈશું.હવે બે મોટી ચમચી શેકેલા સીંગદાણા લઈ લઈશું.

6- તમે કાચા સીંગદાણા પણ લઈ શકો છો.હવે એક મોટી ચમચી તલ લઈ લઈશું.હવે એક મોટી ચમચી કોપરા નું છીણ નાખીશું.ત્યારબાદ એક મોટી ચમચી ગાઠીયા એડ કરીશું.આને હવે દરદરુ પીસવા નું છે.આને સેજ પણ પાવડર નથી કરવાનું.હવે આને એક બાઉલ માં કાઢી લઈશું.હવે બાકી ના મસાલા કરી લઈશું.

7- હવે એક મોટી ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.અડધી નાની ચમચી હળદર નાખીશું.ત્યારબાદ એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.હવે અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.

8- હવે એક નાની ચમચી શેકેલું જીરું નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી દળેલી ખાંડ છે તે એડ કરીશું.ખાંડ નાખવાથી બધા મસાલા બેલેન્સ થઈ જાય છે.હવે બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું.હવે બધા જ મસાલા ને આપણે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણે હાથ થી સરસ મિક્સ કરી લીધો છે.આ મસાલા ને બે થી ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી શકો છો.

9- કોઈપણ ભરેલા શાક માં આ મસાલો તમે યુઝ કરી શકો છો.હવે આ મસાલા ને હવે સાઈડ માં મૂકી દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે લગભગ દસ થી બાર મિનિટ થઈ ગઈ છે તો ટીંડોળા સરસ શેકાય ગયા છે હવે આપણે મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.

10- તમે વીડિયોમાં જોઇ શકો છો કે શાક કેટલું સરસ લાગે છે હવે તેમાં થોડું પાણી છાંટી દઈશું.હવે આને મિક્સ કરી લઈશું પાણી નાખવાથી બધા જ મસાલા કોટ થઈ જાય છે અને સરસ મસાલા ચડી પણ જાય છે હવે આને એક મિનિટ આવી રીતે થવા દઈશું.

11- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એક મિનિટ થઈ ગઈ છે સરસ મસાલો ચડી ગયો છે હવે તેમાં અડધા લીંબુ નો રસ નાખીશું.હવે આને મિક્સ કરી લઈશું.હવે તેમાં લીલા ધાણા નાખીશું.હવે આપણે ગેસ બંધ કરી દઈશું.આપણું લગ્ન પ્રસંગ માં બનતું ટીંડોળા નું શાક રેડી છે તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *