ભાતના પુડલા (જૈન રીત) – ભાત ના વધ્યો હોય તો પણ નવેસરથી ભાત બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો આ વાનગી..

ભાત ના પુડલા (જૈન રીત)

ઘર માં ભાત વધવું એક સામાન્ય તકલીફ છે . ચાલો બનાવીએ વધેલા ભાત માંથી ઓછા તેલ માં બનતા ભાત ના પુડલા. આ પુડલા બહુ જ સ્વાદિષ્ટ છે . કેરી ના ગળ્યા અથાણા સાથે ખાવાની મજા જ કઈ ઔર છે . મને કેરી ના છુંદા સાથે આ પુડલા બહુ ભાવે… ચા / કોફી સાથે પણ પુડલા પીરસી શકાય.

વધેલા ભાત માંથી ઘણું બધું બનાવી શકાય , જેમની આ રીત એક સરસ અને ઓછા ટાઇમ માં તૈયાર થતી વાનગી છે . મેં અહી જૈન રીત એટલે કે કંદમૂળ વગર બનાવ્યું છે , આપ ચાહો તો બારીક , એકદમ જીણી સમારેલી ડુંગળી ઉમેરી શકો .

સામગ્રી :


• ૧ વાડકો રાંધેલા ભાત

• ૩-૪ ચમચી ચણા નો લોટ

• ૨ ચમચી દહીં

• ૨ ચમચી જીણી સમારેલી કોથમીર

• ૧ ચમચી બારીક સમારેલા લીલા મરચા

• ૧ ચમચી લાલ મરચું

• ૧/૨ ચમચી હળદર

• ૧/૪ હિંગ

• મીઠું

રીત :


મોટી થાળી માં બધી જ સામગ્રી ભેગી કરો . પાણી ઉમેર્યા વગર સરસ મિક્ષ કરી લો.


non stick લોઢી ગરમ કરો. થોડા તેલ ના ટીપા નાખી એક ચમચા થી તૈયાર કરેલું બેટર લોઢી પર મુકો . આંગળીઓ ને પાણી માં ડુબાડી હાથ થી મુકેલા બેટર ને થોડું પાથરો . ૨-૩ ટીપા તેલ કિનારી એ નાખો. કિનારી થી કડક થઇ એટલે ઉથલાવી દો . હવે બીજી બાજુ પણ સરસ શેકવા દો…


બસ ગરમ ગરમ પીરસો અને તૈયાર આપના પુડલા.

રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *