મેક્સીકન ભેળ – તમારી મનપસંદ સામગ્રી સાથે મનપસંદ ટેસ્ટ પ્રમાણે બનાવી શકશો આ વાનગી…

આજે આપણે જોઇશુ ખુબજ સરળતા થી બની જાય તેમજ ખુબજ હેલ્થી અને ટેસ્ટી એવી રેસીપી મેક્સીકન ભેળ. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

૧ કપ બાફેલી મકાઈ

૧ કપ બાફેલા રાજમાં

૧ જીણું સમારેલું કેપ્સિકમ (કલર કેપ્સિકમ પણ મિક્સ સમારીને લઇ શકો)

૧ ચમચી મીઠું

૧ લીંબુ નો રસ

ઓરેગાનો

સાલસા

ખમણેલું ચીઝ

ટોર્ટીલા ચિપ્સ

સૌ પ્રથમ એક બાઉલ માં કેપ્સિકમ નાખી ડો ,  બાફેલા રાજમાં , બાફેલી મકાઈ , મીઠું , લીંબુ નો રસ , ઓરેગાનો સ્પ્રિન્કલ કરી દો.   હવે ૨-૩ ચમચી સાલસા સોસ નાખી દો, બધું બરાબર રીતે મિક્સ કરી લો.

હવે ખમણેલું ચીઝ નાખી દો. ટોર્ટીલા ચિપ્સ ના ટુકડા કરી ને નાખી દો.

ફરી થી ખમણેલું ચીઝ અને સાલસા નાખો. બસ તૈયાર છે તમારી મેક્સીકન ભેળ. સાલસા અને ટોર્ટીલા ચિપ્સ તમે બહાર નું પણ લઇ શકો છો પણ જો તમારે ઘરે બનવું હોય તો અહીં લિંક આપેલી છે વિડિઓ જોઈ ને ઘરે જ બનાવી શકો છો.

સાલસા અને ટોર્ટીલા ચિપ્સ બનાવની રેસીપી video link:

મેક્સીકન ભેળ ની ખાસ વાત એ છે કે તમે તેમાં બધી જ સામગ્રી તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો. ભેળ બનાવવાની બધી જ સામગ્રી તમે રેડી કરી ને રાખી શકો છો. અને જયારે પણ સર્વ કરવી હોય ત્યારે બધું પસંદ પ્રમાણે મિક્સ કરી ને સર્વ કરી શકો છો. આપણે જાંણીએ જ છીએ કે રાજમાં અને મકાઈ બંને હેલ્થ માટે ખુબજ સારા છે તો આ રેસીપી એક વાર ચોક્કસ ટ્રાય કરજો ,

તમારા ઘરે પાર્ટી હોય કે કઈ પણ નાનું મોટું સેલિબ્રેશન મેક્સીકન ભેળ એક હેલ્થી અને બેસ્ટ ઓપ્શન રહેશે. તમે આગળ ના દિવસે પણ બધી સામગ્રી રેડી કરીને ફ્રિજ માં રાખી શકો છો અને પાર્ટી ના દિવસે મિક્સ કરી ને સર્વ કરી શકો છો.


આજ ની આ રેસિપી તમને ચોક્કસ થી પસંદ આવી હશે તો તમારો ફીડબેક કોમેન્ટ માં જરૂર થી જણાવજો તો ચાલો ફરી મળીશુ નવી રેસીપી સાથે.
રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *