ભીંડી મસાલા કરી – હવે સાદું ભીંડાનું શક નહિ બનાવતા, શીખો આ મસાલેદાર ભીંડા કરીની રેસીપી…

ભીડો રોજે આપડા ઘરમાં બનતો જ હશે, ઘણી બધી અલગ અલગ રીતે ભીંડા નું શાક બનાવી શકાય છે। ભીંડા માં પ્રોટીન , ફાઇબર , વિટાઇમ સી અને બીજા ઘણા બધા શરીર માટે ફાયદાકારક તત્વો રહેલા છે, તો તમને જે રીતે ભાવે તે રીતે ભીંડા નું શાક બનાવી ને જરૂર થી બનાવવું। આજે આપણે બનાવીશુ ” ભીંડી મસાલા કરી”। ઓછી સામગ્રી માં સ્વાદિષ્ટ શાક બનશે નાના મોટા બધા ને ભાવશે ચોક્કસ થી।

સામગ્રી જોઈ લઈએ

૫૦૦ ગ્રામ ભીંડો

૧/૨ કપ તેલ

મીઠું સ્વાદ મુજબ

તજ

તમાલપત્ર

૧ કપ – ડુંગળી ની પેસ્ટ

૧ ચમચી – હળદર

૨ કપ – ટામેટા ની પેસ્ટ

૧ ચમચી – લાલ મરચું પાવડર

૧ ચમચી – ધાણાજીરું

૨ ચમચી ગરમ મસાલો


સૌ પ્રથમ ભીંડા ને ધોઈ લૂછી અને ડીંટીયા કાઢી ને કાપી આખા જ રહેવા દો। એક પેન માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય.


એટલે બધો ભીંડો નાખી દો, મીઠું નાખી અને ભીંડા ને સાંતળવા દો , બરાબર ચડી જાય ત્યાં સુધી ભીંડા ને સાંતળવા દો। સંતળાઈ જાય એટલે ભીંડા ને એક પ્લેટ માં લઇ લો,


હવે એજ પેન અને તેલ માં તજ , તમાલપત્ર નાખો, ડુંગળી ની પેસ્ટ નાખો અને હળદર નાખી દો , મિક્સ કરી ઢાંકી અને ૫ મિનિટ રહેવા દો । પછી ટામેટા ની પેસ્ટ નાખો , મિક્સ કરી દો , હવે લાલ મરચું , ધાણાજીરું , ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો। ઢાંકી અને ૫ મિનિટ સુધી ફરી થી ચડવા દો, હવે તળેલી ભીંડી નાખી દો , ઢાંકી અને ૩-૪ મિનિટ રહેવા દો , બસ તૈયાર છે ભીંડી મસાલા કરી।


ગરમ ગરમ ફુલ્કા સાથે સર્વ કરો।ગરમ ગરમ ફુલ્કા/પરોઠા સાથે સર્વ કરો। સાથે પુલાવ હોય તો પણ આ શાક સાથે ખાવા માં માજા આવશે.


નોંધ : મેં અહીં ખાલી ભીંડો સાંતળતી વખતે જ મીઠું નાખ્યું છે , પછી નથી નાખ્યું કેમ કે ભીંડો ગ્રેવી માં ગયા પછી મીઠું ગ્રેવી સાથે મિક્સ થઇ જશે । તમે તમારા સ્વાદ પ્રમાણે ફરી થી ગ્રેવી માં મીઠું નાખી શકો।

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *