આજે બનાવો ભીંડી મસાલા ગ્રેવી, ગરમા ગરમ રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગશે !!!

ભીંડી મસાલા ગ્રેવી એક બનાવવામાં એકદમમાં એકદમ સરળ અને ચટપતી મસાલેદાર શાક છે જે બનાવવામાં ઓછું તેલ વપરાય છે ને લાગે છે પણ સ્વાદિષ્ટ.

સામગ્રી:

250 ગ્રામભીંડા,

3 મધ્યમ કદના ટમેટા,

શેકેલા કાજુ 3,

1 લીલું મરચું,

1/2 ટીસ્પૂન સમારેલ આદું,

3 કળી લસણ,

1 સમારેલ ડુંગળી,

1 ચમચી ધાણાજીરું પાઉડર,

1/4 હળદર પાઉડર,

1 ચમચી ગરમ મસાલો,

1/2 મરચું પાઉડર,

1/4 વરિયાળી,

સમારેલ કોથમીર,

તેલ જરૂર મુજબ

રીત:

કાજુને દળીને પાઉડર બનાવો. તેમાં આદું. લસણ અને મરચાં ની પેસ્ટ બનાવી લો.એમાં ટામેટાની પ્યુરી બનાવી એડ કરો.

ભીંડીને લાંબી સમારી લો. પછી એક કડાઈમાં તેલ લો. પછી એમાં ભીંડી નાખો અને સાંતળો.જ્યારે ભીંડીનો કલર બદલાઈ જાય એટલે એને કાઢી એક પ્લેટમાં.

હવે બીજી કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં વરિયાળી નાખો અને તેને સાંતળો.

પછી એમાં ડુંગળી એડ કરો. પછી એમાં આદું, લસણ, અને મરચાની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળો.

પછી એમાં તૈયાર કરેલ કાજુનો મસાલો નાખો અને સાંતળો. પછી એમાં હળદર, લાલ મરચું, નમક એડ કરો.અને તેને સાંતળો.

પછી એમાં ફ્રાય કરેલ ભીંડો એડ કરો અને હલાવો. તો તૈયાર છે ગરમા ગરમ મસાલા ભીંડી.પછી કોથમીર ભભરાવી ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *