ભીંડી ઓનિયન – એકલા ભીંડા અને બટેકા ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો આ નવીન શાક…

કેમ છો મિત્રો? જય જલારામ, ભીંડા એ એક એવું શાક છે જે લગભગ દરેક બાળકને ભાવતું જ હોય છે. આજકાલ તો પંજાબી ગ્રેવી વાળું શાક પણ બાળકોનું મનપસંદ બનતું જાય છે. એટલે આજે હું લાવી છું આવું જ એક નવીન શાક જે ભીંડાનું તો છે જ સાથે સાથે તેમાં પંજાબી ટચ પણ આપ્યો છે જેના લીધે તે ભીંડાનું શાક દરેક બાળકને તો પસંદ આવશે જ સાથે સાથે જેમને ભીંડાનું શાક પસંદ નથી તેમને પણ પસંદ આવશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ નવીન શાક બનાવવા માટેની પરફેક્ટ રેસિપી.

સામગ્રી

  • ભીંડા – 200 ગ્રામ
  • ડુંગળી – બે મીડીયમ સાઈઝ
  • તેલ – ભીંડા અને ડુંગળી તળવા અને શાક વધારવા માટે
  • અજમો – જરૂર મુજબ
  • ટામેટું – બે નંગ
  • મીઠું – જરૂર મુજબ
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • લાલ મરચું – સ્વાદ મુજબ
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – એક ચમચી

ભીંડી ઓનિયન બનાવવા માટેની પરફેક્ટ રેસિપી:

1. સૌથી પહેલા એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મુકીશું.

2. હવે એ તેલમાં સમારેલા ભીંડા ઉમેરી લઈશું.

3. ભીંડા નરમ થાય ત્યાં સુધી તેને એ તેલમાં સાંતળી લેવાના છે.

4. હવે ભીંડાને એ તેલમાંથી કાઢી લો. હવે એ તેલમાં મોટી મોટી સમારેલ ડુંગળી ઉમેરો.

5. ડુંગળી પણ સહેજ ગુલાબી રંગની થાય એટલે તેને પણ ભીંડા કાઢેલ ડીશમાં કાઢી લઈશું.

6. હવે એ વધેલા તેલમાં આપણે અજમો ઉમેરી લઈશું. જો તમારે તેલ વધારે વધ્યું હોય તો થોડું કાઢી લેવું અને શાકના પ્રમાણમાં તેલ લેવું.

7. હવવે અજમો થોડો તતડે એટલે હવે તેમાં આપણે જીણી ક્રશ કરેલ ડુંગળી ઉમેરી લઈશું.

8. ડુંગળીને આપણે સાતળવાની છે હવે તેમાં આપણે થોડું આદુ છીણી લઈશું.

9. હવે આમાં આપણે મસાલો કરીશું, હળદર, ધાણાજીરું અને લાલ મરચું ઉમેરો.

10. હવે બધું બરાબર મિક્સ કરી લેવું અને હવે તેમાં આપણે જીણા ક્રશ કરેલા ટામેટા ઉમેરી લઈશું.

11. હવે તેમાં ગરમ મસાલો અને મીઠું ઉમેરી લઈશું. ટામેટાના પાણીની સાથે મીઠાનું છૂટેલ પાણી પણ બળી જશે.

12. હવે આ મિશ્રણમાં થોડું એટલે ત્રણ ચાર ચમચી જ પાણી ઉમેરો.

13. બધું પાણી બળી જાય અને તેલ છૂટવા લાગે ત્યાં સુધી આ ગ્રેવીને બનવા દેવાની છે.

14. હવે આ મિશ્રણમાં તળેલા ભીંડા અને ડુંગળી ઉમેરો અને સાથે બે ત્રણ ટામેટાના ટુકડા ઉમેરો.

15. બધું બરાબર હલાવી લેવું.

બસ તો તૈયાર છે પંજાબી સ્ટાઇલનું ભીંડી ઓનિયનનું શાક. હવે જયારે પ બાળકો કોઈ પંજાબી શાક ખાવાની જીદ કરે ત્યારે તેમને ફટાફટ આ શાક બનાવી આપજો. બાળકો તો ખુશ થશે જ સાથે સાથે તમારા પતિ અને પરિવારજનો પણ ખુશ થશે.

મારી આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી યુટ્યુબ ચેનલ લિંક નીચે આપી છે એ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ. આવજો આવીજ પરફેક્ટ અને નવીન રેસિપી સાથે ફરી મળીશું. જય જલારામ.

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *