ભુખ્યા પેટે કસરત કરવી કેટલી યોગ્ય ?

મારી ઉંમર 30 વર્ષની છે હું છેલ્લા 10 મહારથી રોજના દોઢથી બે કલાક કસરત કરું છું મારે એ જાણવું છે કે શું કસરત બિલકુલ ભૂખ્યા પેટે કરવી જોઈએ ? આજકાલ ઘણાબધા કસરત પહેલાં ફળ ખાઈ હેલ્થ ક્લબમાં આવતા જોવા મળે છે. તે શું સારું છે ? કસરતના કેટલા સમય પહેલા ખાવું ? અને કયા પ્રકારનો ખોરાક ખાવો ?
સુધા રાજગોર

આપણે ત્યાં લઘભગ સાવ ભૂખ્યા પેટે કસરત કરવાની ટેવ પ્રચલીત છે. પરંતુ કસરત કરવાના 30થી 45 મીનીટ સુધીમાં જો થોડોક ખોરાક લેવામાં આ તો તેનાથી કસરત સારી રીતે થઈ શકે છે અને વધુ એનર્જેટીક લાગે છે.

કસરત પહેલાં હળવો નાસ્તો કરવાના ફાયદાઃ – ઘણીવાર રાત્રીના વહેલું ભોજન લીધા પછી ભૂખ્યા પેટે સવારે ચાલવા જતા અથવા કસરત કરતાં, બ્લડ શુગર લેવલ નીચું જાય છે. જેના કારણે આંખે અંધારા આવે, ચક્કર આવવા, અથવા બેચેની લાગી શકે છે.

– કસરત પહેલાં થોડોક નાસ્તો કરવાથી મસલ્સ વધુ સારું વર્કઆઉટ કરી શકે છે અને તમે વધુ સમય માટે વર્કઆઉટ કરી શકો છો.

– આ ઉપરાંત કસરત કરતાં ભૂખ લાગતી નથી શાંતીથી કસરત કરી શકાય છે.

કસરત કરતા પહેલાં શું ખાવું ?કસરત કરતાં પહેલાં શું ખાવું તે વ્યક્તિ કેટલી કસરત કરે છે ? કેવા પ્રકારની અને કેટલી સ્પીડથી કરે છે તેની ઉપર આધાર રાખે છે. એવી વસ્તુઓ નક્કી કરો જેમાં-

– જરૂરી પ્રમાણમાં મોઇશ્ચર એટલે કે પાણીનું પ્રમાણ બરાબર હોય.

– તમારા ખોરાકમાં ‘ફેટ’ ઓછી હોવી જોઈએ ઉપરાંત વધુ પડતા ફાઇબર્સવાળો ખોરાક ખાવાથી પેટ ખૂબ ભરાઈ જતાં કસરત કરતાં તકલીફ પડે છે.– એવો ખોરાક પસંદ કરો જેમાં કાર્બોદિત પદાર્થો બરાબર હોય કારણ કે કાર્બોહાઇડ્રેટ્સ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે જેમ કે જુદા જુદા ફળ અથવા શાકભાજી અથવા સીરીયલ બાર કસરત કરતા પહેલાં લઈ શકાય છે.

– જ્યારે વધુ પડતી કસરત કરવામાં આવતી હોય ત્યારે કસરત શરૂ કરવાના લગભગ 30થી 45 મીનીટ પહેલા ફળ અથવા 2-2 ખજૂર અંજીર લઈ લેવાથી કસરત સહેલાઈથી થઈ શકે છે. ટુંકમાં કસરત કરવાના થોડા સમય પહેલાં કાર્બોદિત પદાર્થો વાળો નાસ્તો કરવાથી કસરત દરમિયાન એનર્જી જળવાઈ રહે છે.

પ્રશ્ન,

ઘણીવખત ખૂબ ઇચ્છા હોય છે કે ખરેખર વજન ઉતારવું જોઈએ અને ડાયટ વિશે ખબર પણ હોય છે. વધુ પડતાં વજનની તકલીફો શરીરમાં શરૂ પણ થઈ ગઈ છે જેમ કે થોડું ચાલવાથી શ્વાસ ચડવા માંડે છે, જેમ કાંઈ જ ગમતું નથી. ડાયટ કરવું છે પણ થઈ શકતું નથી. તો તેના માટે શું કરવું જોઈએ ?

મનીષા શાહ

તમારી વાત બિલકુલ સાચી છે અત્યારે ચારેબાજુ જ્યારે હેલ્થ વિષે વાંચવા મળતું હોય ત્યારે વધુ વજનવાળી દરેક વ્યક્તિ જાણે છે કે પોતાનું વજન વધુ છે અને વધારે વજનના કારણે તેની તકલીફોથી પણ પીડાતા હોય છે. ઓબેસીટી પોતે રોગ નથી પરંતુ તે 100થી વધુ રોગોને આમંત્રણ આપે છે આવા સમયે –

– શરૂઆતમા થોડા થોડા ફેરફાર તમારા રોજીંદા ખોરાકમાં કરી દો. જેમ કે આખા ઘર માટે જ રોજીંદા ખોરાકમાં મોણ ના નાખો. આનાથી તમારા ફેમીલીમાં કોઈને પણ સ્વાદમાં તકલીફ નહીં પડે જેમ કે રોટલી, થેપલા, પરાઠા વગેરેમાં મેણ ના નાખીએ ગરમ ગરમ વાપરી શકાય.

– બને તેટલું વધુ પાણી પીવો. જ્યારે પણ પાણી પીવો ત્યારે બે ગ્લાસ સાથે પી લો અથવા તમારી પાણીની બોટલનો કલર જુદો રાખો. સાંજ પડતા 2 બોટલ પાણી પી જાવ. બને તો પાણીમાં લીંબુ નીચોવીને રાખો. લીંબુ પાણી જ દિવસ દરમિયાન લેવાનું રાખો

– વજન વધુ પડતું હોય અને કન્ટ્રોલ ના રહેતો હોય તો કોઈ સારા ડાયેટીશીયનની સલાહ લો. ઘણીવખત એક જગ્યાએ પૈસા ભર્યા હોય અને આપણે કોઈને જવાબ આપવાનો હોય ત્યારે કમ્પલસરી થઈ જતાં ડાયટ થઈ જાય છે.

– તમારું વજન દર અઠવાડિયે ચેક કરો ઘરે કાટા પર દર અઠવાડિયે એક વખત વજન કરવાથી તમે કોન્શીયસ રહેશો.

– કાંઈ જ ના કરી શકો તો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરીને સવારે જમો અને સાંજે ફક્ત દૂધ-ફ્રૂટ વાપરો.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *