બિસ્કીટ પોપ્સ ડીલાઇટ – બાળકોને રોજ કાંઈક નવીન જોઈતું હોય છે તો આજે આ સ્વીટ સરપ્રાઈઝ આપો…

બિસ્કીટ પોપ્સ ડીલાઇટ:

પોપ્સ બાળકોને ખૂબજ પ્રિય છે. બાળકો માટે બર્થ ડે પાર્ટીમાં કે ક્રીસ્મસ પાર્ટીમાં આ પોપ્સ ખાસ બનાવવામાં આવતા હોય છે. પોપ્સ જુદીજુદી રીતે બનવવામાં આવતા હોય છે. કેક જેવું બેટર બનાવીને તેના ખાસ મોલ્ડમાં બેક કરીને બનાવી શકાય છે, એ ના હોય તો બ્રેડમાંથી બનાવવામાં આવતા હોય છે. તો વળી ઘણી વાર એ બન્ને અવેલેબલ ના હોય તો બિસ્કિટમાંથી પણ બનાવી શકાય છે.

મેં અહીં બિસ્કિટમાંથી પોપ્સ બનાવ્યા છે. તમે બાળકોના ટેસ્ટ મુજબ ચોકલેટ ક્રીમ બિસ્કિટ કે સાદા સ્વીટ બિસ્કિટમાંથી બનાવી શકો છે. તે ક્વીક અને ઇઝીલી બની જાય છે. વધારે વસ્તુઓની જરુર પડતી નથી.

મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ બાળકોની પાર્ટી માટે ચોક્કસથી બનાવજો. બાળકો આ પોપ્સ ટેસ્ટ કરીને ખૂબજ ખુશ થશે. તેમજ બધાને પણ ભાવશે.

બિસ્કીટ પોપ્સ ડીલાઇટ બનાવવા માટેની સામગ્રી:

  • 180 ગ્રામ ક્રીમ ચોકોલેટ બોરબોન બિસ્કિટ
  • 100 ગ્રામ પારલેજી ગોલ્ડ
  • 2 ટેબલ સ્પુન મિલ્કનું ઠંડું ફ્રેશ ક્રીમ
  • 6‌-8 ટેબલ સ્પુન ઠંડું મિલ્ક
  • પોપ્સ માટેની સ્ટીક્સ
  • પોપ્સ મોલ્ડ ( ઓપ્શનલ )
  • મલ્ટી કલર્સ સ્પ્રીંકલર્સ

બિસ્કિટ પોપ્સ ડીલાઇટ નાં સ્ટફીંગ માટેની સામગ્રી:

  • ½ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ
  • 2 ટેબલ સ્પુન કાજુનો અધકચરો ભૂકો
  • 2 ટેબલ સ્પુન બદામનો અધકચરો ભૂકો
  • 2 ટેબલ સ્પુન પિસ્તાનો અધકચરો ભૂકો
  • 1 ટી સ્પુન સુગર પાવડર
  • 1 ટેબલ સ્પુન ઠંડું-મિલ્ક્ના ક્રીમ અને મિલ્કનું બાનાવેલું મિશ્રણ
  • બોરબોન બિસ્કિટમાંથી કાઢેલું ક્રીમ

બિસ્કિટ પોપ્સ ડીલાઇટનું સ્ટફીંગ બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં ½ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ, 2 ટેબલ સ્પુન કાજુનો અધકચરો ભૂકો, 2 ટેબલ સ્પુન બદામનો અધકચરો ભૂકો, 2 ટેબલ સ્પુન પિસ્તાનો અધકચરો ભૂકો, 1 ટી સ્પુન સુગર પાવડર, 1 ટેબલ સ્પુન ઠંડું-મિલ્ક્ના ક્રીમ અને મિલ્ક નું બાનાવેલું મિશ્રણ અને બોરબોન બિસ્કિટ માંથી કાઢેલું ક્રીમ મિક્ષ કરી લ્યો.

બાંધેલા ડો જેવું બનશે. હવે તેને 10-15 મિનિટ રેફ્રીઝરેટરમાં સેટ થવા માટે મૂકો.

બિસ્કીટ પોપ્સ ડીલાઇટ બનાવવાની રીત :

સૌ પ્રથમ 2 ટેબલ સ્પુન મિલ્કનું ઠંડું ફ્રેશ ક્રીમ અને 6-8 ટેબલ સ્પુન ઠંડું મિલ્ક મિક્સ કરી લ્યો

એક બાઉલ લઇ તેમાં 180 ગ્રામ ક્રીમ ચોકોલેટ બોરબોન બિસ્કિટમાંથી ક્રીમ ચપ્પુ વડે કાઢી લ્યો.

હવે તેને અલગથી રાખો.

બિસ્કિટ પોપ્સ ડીલાઇટ બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં ક્રીમ કાઢેલા ચોકલેટ ક્રીમ બોરબોન બિસ્કિટના નાના ટુકડા કરી લ્યો.

તેને ગ્રાઇંન્ડરના જારમાં મૂકી બ્લેંડ કરી લ્યો.

ફરી બાઉલમાં કાઢી એક બાજુ રાખો.

હવે 100 ગ્રામ પારલે જી બિસ્કિટના પણ પીસ કરી ગ્રાઇંડરના જારમાં મૂકી બ્લેંડ કરી લ્યો.

અલગથી બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે બોરબોન બિસ્કિટના બનાવેલા પાવડરવાળું બાઉલ લ્યો.

તેમાં 2 થી 3 ટેબલ સ્પુન ક્રીમ અને મિલ્કનું મિશ્રણ ઉમેરો.

તેના પોપ્સ કે બોલ્સ બની શકે તેવો ડો બનાવવાનો છે. જરુર પડે તો થોડું વધારે મિશ્રણ ઉમેરી ડો બનાવો.

શાઇની ડો બનશે.

એજ રીતે પાર્લેજી ગોલ્ડના બનાવેલા પાવડરમાં પણ 3 -4 ટેબલ સ્પુન ક્રીમ અને મિલ્કનું ઠંડું મિશ્રણ ઉમેરી ડો બનાવો. જરુર મુજબ મિશ્રણ ઉમેરો.

ઠંડીની સિઝનમાં વધારે જરુર પડે છે.

ગરમીની સિઝનમાં ડો મસળવાથી ક્રીમ વધારે મેલ્ટ થતું હોય છે.

બિસ્કિટમાં એસેંસ હોય છે એટલે બાંધેલા ડોમાં બીજા કોઇ ટેસ્ટનું એસેંસ એડ કરવાની જરુર નથી.

હવે રેફ્રીઝરેટરમાં મૂકેલું સ્ટફીંગ બહાર કાઢી લ્યો.

બાંધેલા બોરબોન બિસ્કિટના ડોમાંથી થોડોભાગ લઇ તેની થેપલી બનાવો.

તેમાં ડ્રાયફ્રુટનું બનાવેલું સ્ટફીંગ ભરી પેક કરી દ્યો.

આ પ્રમાણે બન્ને પ્રકારના ડો માંથી પોપ્સ બનાવી લ્યો.

તમને મનગમતો શેઇપ આપો. મેં અહીં રાઉન્ડ અને રોલનો શેઇપ આપ્યો છે.

એ જ રીતે પારલે જીના બનાવેલા ડોમાંથી પણ આ રીતે પોપ્સ બનાવી લ્યો.

બધાં પોપ્સમાં સ્ટિક ફિક્ષ કરી દ્યો. મેલ્ટેડ ચોકોલેટમાં સ્ટિકને 1 સે.મી. ડીપ કરીને પોપ્સમાં ફીક્ષ કરવાથી સરસ રીતે ફીટ થઇ જશે.

આ જ રીતે તમારી પાસે મોલ્ડ હોય તો તેમાં સ્ટાફીંગવાળા પોપ્સ મૂકી પ્રેસ કરી શેઇપ આપી શકાય છે.

આ પોપ્સને જુદાજુદા કલર્સના ગનાશમાં ડીપ પણ કરી શકાય છે.

મેં અહીં રેસિપિ ઇઝી અને ક્વીક બનાવવા માટે માત્ર સ્પ્રિંકલ કરી છે. અને બધા બનાવી પણ શકશે.

હવે બનાવેલા દરેક પોપ્સ પર તમને મનગમતા સ્પ્રિંક્લર્સ સ્પ્રિંકલ કરી જરા પ્રેસ કરી દ્યો એટલે બરાબર સ્ટીક થઇ જાય.

ત્યારબાદ એક પ્લેટમાં મૂકી બધાં પોપ્સ રેફ્રીઝરેટરમાં 10-15 મિનિટ સેટ થવા મૂકો. ત્યારબાદ બાળકોને આપો. અથવા તો બાળકોની પાર્ટીના સેલીબ્રેશનમાં સર્વ કરો.

બધાંને ખૂબજ ભાવશે.

તો મારી આ બિસ્કિટ પોપ્સ ડીલાઇટની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *