રીફ્રેશિંગ બ્લેક કરંટ – બાળકોને એક નવીન ડ્રિન્કથી ખુશ કરવા માંગો છો? આજે જ બનાવો…

રીફ્રેશિંગ બ્લેક કરંટ …..

માર્કેટમાં અત્યારે અનેક પ્રકારના સાયટ્રસ ફ્રુટ્સ આવવા લાગ્યા છે. તેમાંયે સરસ મોટી કાળી દ્રાક્ષ ( બ્લેક કરંટ) વધારે જોવા મળે છે. તેમાંથી ઘણી સ્વીટ્સ, જામ, સ્ક્વોશ, કેંડી, જેલી, આઇસ્ક્રીમ અને શિખંડ અને કેક પણ બને છે. ઉપરાંત ફ્રુટ સલાડ કે વેજીટેબલ સલાડમાં પણ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. એમ જ ધોઇને સાફ કરીને પણ ખાઇ શકાય છે.

કાળી દ્રાક્ષમાં એન્થોસિયાન્સ નામનું રસાયણ રહેલું છે. તેમાં એંટીઓક્સિડન્ટ અસર હોય છે. ત્વચાની વૃધ્ધત્વ અને કરચલીઓને રોકવામાં આ રસાયણ મદદરુપ થાય છે.

તેનાં અર્કનો ઉપયોગ ગ્લોકોમા, અલ્ઝાઇમર, શરદી માટે થાય છે. આમ આવા ઘણા ફાયદાઓ બ્લેકકરંટમાં રહેલા છે.

તો એના માટે હું અહિં રેફ્રેશિંગ બ્લેક કરંટની રેસિપિ આપી રહી છું. જે તમને બધાને ખુબજ પસંદ પડશે. યંગ્સ અને બાળકોને તો ખૂબજ ભાવશે.

રેફ્રેશિંગ બ્લેક કરંટ માટેની સામગ્રી:

 • 200 ગ્રામ કાળી દ્રાક્ષ – બ્લેક કરંટ નો જ્યુસ
 • 1 ટી સ્પુન લેમન જ્યુસ
 • 4-5 દ્રાક્ષની સ્લાઇઝ
 • 2 ટી સ્પુન જેટલા બારીક કાપેલા ફુદીનાના પાન
 • 1 ટી સ્પુન બ્લેક સોલ્ટ – સંચર પાવડર
 • 2 ટેબલ સ્પુન સુગર પાવડર ( ઓપ્શનલ )
 • 1 ટી સ્પુન બ્લેક પેપર પાવડર
 • ½ ટી સ્પુન સોલ્ટ
 • જરુર મુજબ ચીલ્ડ પાણી અથવા કાર્બોનેટેડ વોટર અથવા સોડા વોટર
 • ગાર્નિશીંગ માટે ફુદીનાની 2 નાની સ્ટ્રિંગ
 • લીમ્બુ ની 2 સ્લાઇઝ
 • 10-12 આઇસ ક્યુબ

રેફ્રેશિંગ બ્લેક કરંટ બનાવવાની રીત:

200 ગ્રામ કાળી દ્રાક્ષ લ્યો. તેની સારી રીતે ધોઇને નિતારી લ્યો. હવે બધી દ્રાક્ષ ડાળખીમાંથી છૂટી પાડી લૂછી લ્યો.

હવે દ્રાક્ષના પીસ કરી ગ્રાઈંડ કરી લ્યો. ½ કપ જેટલું પાણી ઉમેરો.

ત્યાર બાદ ગળણીમાં પોર કરીને, ગાળીને તેમાંથી જ્યુસ કાઢી લ્યો.

હવે 2 કાચના ગ્લાસ લઇને તે બન્નેમાં ½ + ½ ટી સ્પુન બ્લેક પેપર પાવડર ઉમેરો. હવે તેમાં ½ + ½ ટી સ્પુન સંચર પાવડર ઉમેરો. તેમાં ¼ + ¼ ટી સ્પુન સ્પલ્ટ ઉમેરી મિક્ષ કરો.

બન્ને ગ્લાસ માં 1+1 સુગર પાવડર ઉમેરો. ( ઓપ્શનલ ). મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ½ + ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરો. મિક્ષ કરો.

હવે તેમાં બારીક સમારેલા ફુદીનાના બારીક સમારેલા પાન અને દ્રાક્ષની સ્લાઇઝ ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ બન્ને ગ્લાસ માં 5+5 આઇસ ક્યુબ ઉમેરો.

બન્ને ગ્લાસમાં ઉપરથી બ્લેક કરંટ જ્યુસ ઉમેરી સ્પુન થી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં જરુર મુજબ સાદુ ચીલ્ડ પાણી અથવા કાર્બોનેટેડ વોટર અથવા સોડા વોટર ઉમેરી મિક્ષ કરો.

તો તૈયાર છે ચિલ્ડ રીફ્રેશિંગ બ્લેક કરંટ …

સર્વિંગ પ્લેટમાં બન્ને ગ્લાસ મૂકીને ફુદીનાની સ્ટ્રીંગ અને લિમ્બુની સ્લાઇઝથી ગારનિશ કરો.

બધાને ચોક્કસથી ખુબજ ભાવશે.

કાળી દ્રાક્ષ નો પલ્પ દીપ ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે. જેથી ગમે ત્યારે રીફ્રેશિંગ બ્લેક કરંટ બનાવી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *