બોમ્બે તવા પુલાવ – હવે ઘરે પાવભાજી બનાવો તો સાથે આ પુલાવ ખાસ બનાવજો…

બોમ્બે તવા પુલાવ

સામાન્ય રીતે આપણે હોટેલમાં જઈએ ત્યારે પંજાબી મેનું જો લીધુ હોય તો તેની સાથે સાથે વેજ બીરીયાની લેતા હોઈએ છીએ. પણ જ્યારે તમે પાંઉ ભાજી ખાવા જાઓ છો ત્યારે ત્યાં સ્પેશિયલ તવા પુલાવ પણ અવેલેબલ હોય છે અને ઘણા લોકોને બિરિયાની કરતાં આ તવા પુલાવ વધારે ભાવતો હોય છે. જેમ બોમ્બેની પાવ ભાજી જગ પ્રખ્યાત છે તેવી જ રીતે ત્યાંનો તવા પુલાવ પણ આંગળા ચાંટી જવાય તેટલો સ્વાદિષ્ટ હોય છે. તો આજની આ પોસ્ટમાં અમે તમારી માટે લાવ્યા છીએ બોમ્બે તવા પુલાવની રેસીપી.

બોમ્બે તવા પુલાવ બનાવવા માટેની સામગ્રી

2 કપ બાફેલા બાસ્મતી રાઈસ

2 ટેબલ સ્પૂન બટર

1 ટેબલ સ્પૂન જીણું સમારેલું લસણ

1 ટેબલ સ્પૂન જીણાં સમારેલાં લીલા મરચા

1 સ્પૂન જીણું સમારેલું આદુ

½ કપ જીણી સમારેલી ડુંગળી

½ કપ જીણા સમારેલા કેપ્સીકમ

1 કપ જીણા સમારેલા ટામેટા

½ ટી સ્પૂન હળદર

સ્વાદ અનુસાર મીઠું

1 સ્પૂન લાલ મરચું પાવડર

1 ટેબલ સ્પૂન રેશમ પટ્ટા મરચુ પાવડરની પેસ્ટ

1 સ્પૂન પાઉં ભાજી મસાલો

1 કપ બાફેલા બટાટાકાના નાના ટુકડા

1 કપ બ્લાન્ચ કરેલા મીક્ષ વેજીટેબલ્સ (ફ્લાવર, વટાણા, ફણસી, ગાજર વિગેરે)

બોમ્બે તવા પુલાવ બનાવવાની રીત


એક મોટું પેન લેવું. તેને ગરમ થવા ગેસ પર મુકી દેવું. હવે તેમાં એક મોટી ચમચી બટર એડ કરી તેને મેલ્ટ કરી લેવું. હવે તેમાં એક મોટી ચમચી જીણું સમારેલું લસણ એડ કરવું, એક મોટી ચમચી જીણા સમારેલા લીલા મરચા એડ કરવા. એક ચમચી જીણું સમારેલું આદુ એડ કરવું, અને અરધો કપ જીણી સમારેલી ડુંગળી એડ કરી તેને બરાબર સાંતળી લેવું.


ડુંગળીનો લાઈટ ગુલાબી રંગ થાય ત્યાં સુધી તેને સોટે કરવું. ગેસની ફ્લેમ હાઈ રાખવી. 1-2 મીનીટમાં જ ડુંગળી સંતળાઈ જશે. ત્યાર બાદ તેમાં અરધો કપ જીણા સમારેલા કેપ્સીકમ એડ કરવા. ફરી તેને બરાબર સાંતળી લેવું.


હવે તેમાં અરધી નાની ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી લાલ મરચુ પાવડર, એક ચમચી પાઉંભાજી મસાલો એડ કરી તેને ફરી બરાબર મીક્ષ કરી લેવું.


ત્યાર બાદ તેમાં એક કપ જીણા સમારેલા ટામેટા એડ કરવા અને તેને બરાબર હલાવી લેવું. ત્યાર બાદ તેને ઢાંકીને 5-7 મીનીટ માટે ચડવા દેવું.


આ દરમિયાન વચ્ચે વચ્ચે થોડું હલાવી લેવું. 5-6 મિનિટ બાદ ટામેટા નરમ થઈ ગયા હશે. હવે તેમાં એક મોટી ચમચી રેશમ પટ્ટા મરચું પાવડરની પેસ્ટ એડ કરી તેને બરાબર હલાવી લેવું. હવે તેને 1-2 મીનીટ માટે ચડવા દેવું. ત્યાર બાદ તેમાં અરધો કપ પાણી એડ કરી તેને ફરી એક મીનીટ ચડવા દેવું.


હવે ટામેટા સંપૂર્ણ પણે ચડી ગયા હશે.


હવે તેમાં બાફેલા બટાકાના 1 કપ નાના ટુકડા એડ કરવા, અને સાથે સાથે એક કપ બ્લાન્ચ કરેલા મીક્ષ વેજી ટેબલ પણ એડ કરવા. આ વેજીટેબલ્સમાં તમે સિઝન પ્રમાણે વિવિધતા ઉમેરી શકો છો. વેજીટેબલ્સને બ્લાન્ચ કરવાના છે એટલે કે તેને વધારે પડતા બાફવાના નથી પણ કાચા-પાક્કા જ બાફવા.


હવે આ બધી જ સામગ્રીને સારી રીતે મીક્સ કરી લેવી. હવે તેમાં 1 નાની ચમચી ગરમ મસાલા પાઉડર એડ કરી બરાબર હલાવી લેવું. હવે તેમાં 2 કપ બાફેલા ચોખા એડ કરી લેવા તેની સાથે સાથે 2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર અને એક ચમચી જામેલું બટર એડ કરી તેને બરાબર મીક્ષ કરી લેવું.


ઉપરથી બટર નાખવાથી પુલાવનો ટેસ્ટ તો સારો આવે જ છે પણ તેનું ટેક્સ્ચર પણ સારું આવે છે. તો તૈયાર છે બોમ્બે તવા પુલાવ.


તેને એક પ્લેટમાં તમે ડુંગળી-ટામેટાની સ્લાઈસ, ફ્રાઈડ લીલા મરચા અને લેમન સ્લાઇસ સાથે પણ સર્વ કરી શકો છો. અને જો માત્ર તવા પુલાવ જ ખાવાનો વિચાર હોય તો તમે તેની સાથે રાઈતું પણ સર્વ કરી શકો છો.


સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

વાનગીનો વિગતે સંપૂર્ણ વિડીઓ જુઓ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *