મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો – ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો”જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.

જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧/૨ કપ મેંદો
  • ૧/૨ કપ ઘી
  • ૧/૨ કપ દૂધ
  • ૧ કપ ખાંડ
  • ૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
  • ઈલાયચી નો ભૂકો
  • બદામ પિસ્તા ની કતરણ

રીત :


૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.

૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.

૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.

૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું

૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.

૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.

૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.

૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.

૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *