આ બ્રેડમાંથી બનતા મેંદુ વડા સવારના નાસ્તામાં અને બાળકોને ટીફીનમાં પણ આપી શકો છો..

દક્ષિણ ભારતીય આ વાનગી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એટલી જ લોકપ્રિય છે.એ છે મેંદુ વડા પણ હું આજે મેંદુ વડા ને fusion ટચ્ચ આપી વાનગી બતાવીશ . બ્રેડ માંથી બનતા આ વડા બનાવવા ખૂબ સરળ પણ થોડા ટ્રીકી છે. જો થોડું ધ્યાન આપી ને બનાવો તો સરસ વડા આપ ઘરે બનાવી શકો છો. આ વડા સામાન્ય રીતે ટોપરા ની ચટણી , સાંભાર સાથે પીરસાય. આ વડા ને મેં fusion ટચ્ચ આપયું છે .આ રીત માં આજે આપણે જોઈશું દરેક ટ્રિક અને બનાવીશું એકદમ પેરફેકટ વડા..આ બ્રેડ માં થી બનતા મેંદુ વડા સવાર ના નાસ્તા માં અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો .

સામગ્રી :

– 1 કપ પલાળેલા પૌવા

– 1/2 કપ દહીં

– 1 નંગ કાંદો જીણો સમારેલો

– 2 નંગ બ્રેડ

– 1 નંગ મરચું જીણું સમારેલું

– 1 ચમચી ઇંચ આદું સુધારેલું

– 5-6 મરી ના દાણાં

– 6-7 લીમડાં ના પાન

– 1-2 ચમચી ચોખા નો લોટ

– ચપટી હિંગ

– સ્વાદ મુજબ મીઠું

– તળવા માટે તેલ

રીત :

સ્ટેપ :1


એક બોવેલ માં 10-15 મિનિટ પલાળેલાં પૌવા લેવાં . તેમા 2 નંગ બ્રેડ ને પાણી માં 3-4 મિનિટ પલાળી તેને પૌવા માં ઉમેરવાં હવે ,તેમાં 1/2 કપ દહીં ઉમેરવું .અને બંનેવ ને બરાબર મિક્ષ કરી 15-20 મિનિટ માટે રેવા દેવું .

સ્ટેપ :2


આ મિશ્રણ માં તમે હવે ,ચોખા નો લોટ ઉમેરવો .અને સમારેલાં કાંદા ,મરચું , આદું અને લીમડાં ના પાન ,સ્વાદ મુજબ મીઠું ,ચપટી હિંગ ,મરી ના 5-6 દાણા ઉમેરી બરાબર મિક્ષ કરી ખીરું તૈયાર કરવું .

સ્ટેપ :3


હવે ,એક કડાઈ માં તેલ લઈ ગરમ કરવાં મુકવું .ત્યારબાદ એક પ્લેટ માં ખીરું લઇ મેંદુ વડા નો શેપ આપી બધાં તૈયાર કરવાં .હવે આ મેંદુ વડા ને આછા ગુલાબી રંગ ના તળી લેવાં .અને તેને સાંભાર ,ચટણી અથવા સોસ સાથે ગરમ સર્વ કરવું .

નોંધ :

મેંદુ વડા નું ખીરું તૈયાર કરો તેમાં થોડું ઢીલું લાગે તો ચોખા નો લોટ લઇ શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *