બ્રેડ પકોડા – અવારનવાર બનતા બ્રેડ પકોડા હવે જયારે પણ બનાવો આ નવીન રીતે બનાવજો, બધાને આનંદ આવી જશે

મિત્રો, વરસાદની સીઝન છે અને રીમઝીમ વરસતા વરસાદમાં ભજીયા, પકોડા તેમજ તીખું અને ચટપટું ખાવાની ખુબ જ મજા આવે છે. રાજકોટમાં તો થોડો વરસાદ પડે એટલે શાક માર્કેટમાં મેથી મરચા થોડીવારમાં ખાલી થઇ જાય તેમજ ભજીયાની બધી જ શોપમાં ભજીયા પાર્સલ લઈ જવા લાંબી લાઈન લાગી હોય, ખરુંને રાજકોટીયનો!

તો મિત્રો આજે હું સરસ મજાના બ્રેડ પકોડા બનાવવાની રેસિપી લાવી છું, બ્રેડ પકોડા તો તમે બનાવતા જ હશો પરંતુ આજે હું કંઈક અલગ રીતથી બ્રેડ પકોડા બનાવતા શીખવાડીશ જે તમે ક્યારેય નહિ બનાવ્યા હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો ખુબ જ ટેસ્ટી બને છે. ચાલો બતાવી દઉં રેસિપી.

સામગ્રી:-

· બ્રેડ.

· ટોમેટો સોસ

· લીલી ચટણી.

· કુકીંગ ઓઇલ.

બેટર માટે:-

§ 1 કપ બેસન.

§ 1 ચમચી કોથમીર.

§ ચપટી મીઠું.

§ ચપટી હિંગ.

§ ચપટી હળદળ.

§ ચપટી કુકીંગ સોડા.

મસાલા માટે:-

v 200 ગ્રામ બાફેલા બટેટા.

v 2 ટેબલ સ્પૂન કોથમીર.

v 1/2 ટેબલ સ્પૂન આદુ.

v 2 લીલા મરચા.

v ચપટી મીઠું.

v ચપટી ચાટ મસાલો.

v 1/2 ટેબલ સ્પૂન લીંબુ.

v 1/4 ટેબલ સ્પૂન ધાણાજીરું.

v ચપટી મરી પાવડર.

રીત:-

1) બ્રેડ પકોડા બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ. તે માટે સૌ પ્રથમ પહેલા બાઉલમાં બાફેલા બટેટા લઈશું. બટેટાને મેશ કરી લેવાના છે.

2) ત્યારબાદ તેમાં બારીક સમારેલ કોથમીર, અડધો ઇંચ આદુ ખમણીને, તેમજ બારીક સમારેલા બે લીલા મરચા, ધાણાજીરું, મીઠું, ચાટ મસાલો, લીંબુ નો રસ તેમજ મરી પાવડર નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું.

3) હવે આપણે બ્રેડ લઈશું. મેં વ્હાઇટ બ્રેડ લીધી છે પણ કોઈ પણ બ્રેડ લઇ શકાય. તો સૌ પ્રથમ આપણે બ્રેડ પર ટોમેટો કેચપ લગાવીશું. કેચપ ની જગ્યા એ લાલ ચટણી અથવા સેઝવાન સોસ પણ લગાવી શકાય.

4) બ્રેડ બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવો, મેં રાજકોટની ફેમસ ચટણી યુઝ કરી છે જે ખુબ જ ટેસ્ટી છે પરંતુ કોથમીરની લીલી ચટણી પણ લઇ શકાય.

5) લીલી ચટણી લગાવ્યા બાદ તેના પર મસાલો લગાવીશું. મસાલો આખી સ્લાઈસ પર બરાબર સ્પ્રેડ કરી દેવાનો છે જેથી પકોડા ટેસ્ટી લાગે. ત્યારબાદ તેના પર ટોમેટો સોસ લગાવેલ બ્રેડ સોસ અંદરની સાઈડ રહે તે રીતે મૂકી દેવી.

6) હવે બ્રેડને ક્રોસમાં કાપી લેવી જેથી પકોડા ટ્રાઈએંગલ શેઈપમાં બને.

7) પકોડા તળવા માટે તેલ ગરમ મૂકી દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધી બેટર તૈયાર કરી લેવું. તે માટે બાઉલમાં બેસન લઇ તેમાં ચપટી હિંગ, ચપટી હળદળ, ચપટી કુકીંગ સોડા, તેમજ બારીક સમારેલ કોથમીર નાંખી બધું બરાબર મિક્સ કરી લેવું.

8) મિક્સ કરી લીધા બાદ થોડું થોડું ઉમેરી બેટર તૈયાર કરી લેવું. બેટર ન તો ખુબ પાતળું કે ન તો વધારે ઘટ એવું મીડીયમ રાખવું.

9) તેલ ગરમ થઇ ગયા બાદ તૈયાર કરેલ બ્રેડને બેટરમાં બોળી ધીમેથી તેલમાં મુકવા. તેલ મીડીયમ ગરમ રાખવું જેથી પકોડા લાલ ન થઈ જાય તેમજ તેલ ના પી જાય.

10) પકોડાને ફેરવીને બંને સાઈડ કલર ડાર્ક થાય ત્યાંસુધી તળી લેવા

11) પકોડા બંને સાઈડ લાઈટ બ્રાઉન થાય એટલે તેલ નિતારી પ્લેટમાં કાઢી લો અને ચટણી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

તો મિત્રો છેને સૌ અલગ રીત તો આ વખતે તમે પણ આ રીતે બ્રેડ પકોડા બનાવજો અને હા મિત્રો એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

બ્રેડ પકોડા વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *