બ્રેડ પકોડા – વરસાદ તો આજ નહિ ને કાલે આવશે જ પણ બ્રેડ પકોડા તો ખાવા જ જોઈએ, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

બ્રેડ પકોડા

· ચોમાસા ની મોસમ આવે એટલે પેહલી વસ્તુ જે મન માં આવે તે એક કપ ચા અને તેની જોડે ગરમ ગરમ પકોડા.. સાચું ને???

· તો જયારે ચોમાસાની થોડી થોડી અસર થવા લાગી છે. તો બ્રેડ પકોડા બનાવ્યા વગર થોડી ચાલે.. તો ચલો આજે બનાવીએ ગરમ ગરમ પકોડા. જેને આપણે ખજુર આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું..

સામગ્રી:

· ૧ પેકેટ બ્રેડ,

· ૨૫૦ ગ્રામ બટેટા,

· ૧૦૦ ગ્રામ ચણા નો લોટ,

· ૧ નંગ સમારેલી ડુંગળી,

· ૧ ગ્લાસ પાણી,

· ૧/૨ ચમચી લસણ ની ચટણી,

· ૧ ચમચી નમક,

· ૧ ચમચી મરચું પાઉડર,

· ૧/૨ ચમચી ધાણાજીરું,

· ૧/૨ ચમચી હળદળ,

· ૨ ચમચી તેલ,

· ૧/૨ ચમચી ખાંડ,

· ૧ ચમચી કોથમરી,

· ૧ વાડકી ખાટી-મીઠી ચટણી.

રીત:

બ્રેડ પકોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું બટાકા. જેને કુકર માં થોડું નમક ઉમેરી બટાકા ની છાલ કાઢી બાફી લેવા.

ત્યાર બાદ બટાકા ઠરી જાય એટલે તેને મસળી લેવા.(છુંદો કરી લેવો)

ત્યાર બાદ એક પેન માં થોડું તેલ ગરમ કરી લેવું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ડુંગળી સોટે કરવા માટે મૂકી દેવી. ત્યાર બાદ તેમાં થોડી લસણ ની ચટણી ઉમેરવી.

લસણ ની ચટણી માં લસણ, નમક, મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેર્યા છે.

તમે ચાહો તો લસણ ખાંડી ને પણ ઉમેરી શકો છો.

ત્યાર બાદ તેમાં બટેટા નો છુંદો ઉમેરીશું, અને તેને મિક્ષ કરી લેવો. ત્યાર બાદ તેમાં મસાલા કરી લઈશું. મસાલા માં ઉમેરીશું,, સ્વાદ મુજબ.. નમક , મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું અને ખાંડ. તમે ચાહો તો થોડું લીંબુ અને ગરમ મસાલો પણ ઉમેરી શકો છો.

હવે બધા જ મસાલાઓ અને બટાકા બધું મિક્ષ કરી ને પકોડા માટે નો માવો તૈયાર છે. હવે તેને થોડી વાર ઠંડુ થવા માટે મૂકી દઈશું.

હવે આપણે ૨ બ્રેડ લઈશું . બને તો નાની સાઈઝ ની બ્રેડ લેવી જેથી પકોડા સરસ રીતે તળાય જાય.

હવે ૧ બ્રેડ ઉપર તૈયાર કરેલો પકોડા નો માવો સરસ રીતે પાથરી લઈશું.

હવે તેની ઉપર બીજી બ્રેડ મૂકી તેને હલકા હાથે દબાવી દેવું. જેથી બ્રેડ ખુલી ના જાય. આવી જ રીતે બધી જ બ્રેડ માં મસાલો ભરી અને તૈયાર કરી લેવી. ત્યાર બાદ જે પણ સેપ ના પકોડા બનાવવા હોય તેને તે સેપ માં કટ કરી લેવી.

હવે આપણે લઈશું ચણા નો લોટ. જેમાં સ્વાદ મુજબ નમક અને પાણી ઉમેરી લોટ ને ડોઈ લેવો. તેને બહુ પાતળું પણ નહિ અને જાડું પણ નહિ એવું રાખવું.

ત્યાર બાદ મસાલો ભરેલી બ્રેડ ને ચણા ના લોટ માં ચારે બાજુ ડીપ કરી લેવી. અને ત્યાર બાદ વધારાનો ચણા નો લોટ નિતારી લેવો.

ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ મુકીશું. તેલ આવી જાય(ગરમ થઇ જાય) એટલે તેમાં પકોડા તળવા માટે મુકીશું. પકોડા તળવા માટે ચીપીયા નો ઉપયોગ કરવો. જેથી તેમનું તેલ બરાબર નીકળી જાય.

ત્યાર બાદ બધા બનાવેલા પકોડા એક પ્લેટ માં કાઢી લો.

હવે એક સર્વિંગ પ્લેટ લઇ તેમાં ચટણી અને પકોડા કાઢી. તેની ઉપર થોડી કોથમરી છાંટી ને સર્વ કરો. તો તૈયાર છે. ચોમાસાની સીઝન માટે ગરમ ગરમ પકોડા.

નોંધ:

· બ્રેડ પકોડા ચટણી તેમજ ચા સાથે પણ ખુબ જ સરસ લાગે છે.

· ચણા ના લોટ ની જગ્યા પર તમે મેંદા નો લોટ પણ ઉપયોગ માં લઇ શકો છો.

· લસણ તેમજ ડુંગળી પસંદ ના હોય તો તેને અવગણી પણ શકો છો.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *